અભિષેક બચ્ચને ઝિન્નત અમાનને 5 વર્ષની ઉંમરે પૂછ્યો હતો એવો સવાલ કે એક્ટ્રેસે કહ્યું- મોટો થઈને આવજે!
અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના અંગત જીવન વિશે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે જૂના કિસ્સાઓ ફરી તાજા થઈ રહ્યા છે. અભિષેક બચ્ચને પોતે એક રિયાલિટી શોમાં તેના બાળપણના ‘ક્રશ’ અને અમિતાભ બચ્ચનની ફેમસ હિરોઈન ઝિન્નત અમાન સાથે જોડાયેલો એક અત્યંત રમુજી કિસ્સો શેર કર્યો હતો. ચાલો જોઈએ શું છે આ અનોખો કિસ્સો…
બોલીવૂડ અભિનેતા અભિષેક બચ્ચન અત્યારે ભલે તેની પર્સનલ લાઈફ અને ડિવોર્સની અફવાઓને કારણે ચર્ચામાં હોય, પણ તેની માસૂમિયત અને જૂના કિસ્સાઓ હંમેશા ફેન્સને ગમે છે. શું તમે જાણો છો કે અભિષેક બચ્ચનને માત્ર પાંચ જ વર્ષની ઉંમરે તેના પિતા અમિતાભ બચ્ચનની કો-સ્ટાર ઝિન્નત અમાન સાથે ‘પહેલી નજરનો પ્રેમ’ થઈ ગયો હતો?
અભિષેક બચ્ચને એક ટીવી શો દરમિયાન સ્વીકાર્યું હતું કે બાળપણમાં તે ઝિન્નત અમાનના પ્રેમમાં પાગલ હતો. આ કિસ્સા વિશે તેણે ખુદ ખુલાસો કર્યો હતો. અભિષેક બાળપણમાં પિતા અમિતાભ બચ્ચનની સાથે શૂટિંગના સેટ પર હતો. એક સાંજે રેસ્ટોરન્ટમાં જમ્યા બાદ જ્યારે ઝિન્નત અમાન પોતાના રૂમમાં જવા નીકળ્યા, ત્યારે પાંચ વર્ષના નાનકડા અભિષેકે તેમને પૂછ્યું કે ઝિન્નત આંટી, તમે ક્યાં જાઓ છો?
અભિષેક બચ્ચનનો આ સવાલ સાંભળીને દિગ્ગજ અભિનેત્રી ઝિન્નત અમાને જવાબ આપ્યો કે તેઓ સૂવા માટે રૂમમાં જાય છે. અભિષેક બચ્ચને ખૂબ જ માસુમિયતથી પૂછ્યું હતું કે શું તમે એકલા જ સૂવા જાઓ છો? હું તમારી સાથે સૂવા આવી જાઉં? ઝિન્નત અમાને હસતાં હસતાં અભિષેક બચ્ચને જણાવ્યું કે બેટા, તું થોડો મોટો થઈ જા, પછી આવજે!
આ કિસ્સો સાંભળીને શોમાં હાજર અજય દેવગણે મજાકમાં અભિષેકને પૂછ્યું હતું કે, “શું તે મોટો થયા પછી ફરીથી ઝિન્નત અમાનને આ સવાલ પૂછ્યો હતો?” જેના પર અભિષેક શરમથી પાણી-પાણી થઈ ગયો હતો. અભિષેકે જણાવ્યું કે ઝિન્નત અમાને જ તેને પ્રેમનો સાચો અર્થ સમજાવ્યો હતો
