ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાનને ગાઝા ‘બોર્ડ ઓફ પીસ’માં જોડાવા આપ્યું આમંત્રણ
ગાઝામાં શાંતિ નિર્માણ કરવાના પ્રયાસ વધુ ઝડપી બન્યા છે. અમેરિકાએ પાકિસ્તાનની સાથે ભારતને હવે બોર્ડ ઓફ પીસમાં સામેલ કરવાનું આમંત્રણ આપી ચૂક્યુ છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને ગાઝા બોર્ડ ઓફ પીસમાં સામેલ કરવાનું આમંત્રણ ભારતને આપ્યું છે. ગાઝામાં નિર્માણ થયેલ સંકટને દૂર કરવા માટે ભારતને બોર્ડ ઓફ પીસમાં ભાગ આપવા માટે આમંત્રણ આપ્યું છે.
ભારતને ઈઝરાયલ અને પેલેસ્ટાઈન એમ બંને દેશ સાથે ઐતિહાસિક સંબંધો રહ્યા છે. બંને દેશો વચ્ચે વિવાદ વધ્યા પછી યુદ્ધને કારણે ભારતે ગાઝામાં પણ માનવીય સહાય પૂરી પાડી હતી. ભારતે બંને દેશને યુદ્ધ નહીં, પરંતુ શાંતિ-સમજૂતીનો અનુરોધ પણ કર્યો હતો, જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બંને દેશ વચ્ચે શાંતિ સમજૂતી અને સૈનિકોની મુક્તિના નિર્ણયને પણ વધાવ્યો હતો. બંને દેશને હિંસા યા આતંકવાદને કોઈ પણ રીતે મંજૂર કરવામાં આવશે નહીં.

ગયા વર્ષે ઓક્ટોબરમાં ઈઝરાયલના બેન્જામિન નેતાન્યાહુની સાથે ટેલિફોન પર વાતચીત પછી પીએમ મોદીએ એક્સ પર લખ્યુ હતું કે અમે બંધકોની મુક્તિ અને ગાઝાના લોકોને કરેલી માનવીય સહાયતાની સમજૂતીનું સ્વાગત કરીએ છીએ. અમે અગાઉ પણ કહ્યું હતું તેમ આતંકવાદને કોઈ પણ સ્વરુપે દુનિયામાં માન્ય નથી.
દરમિયાન પાકિસ્તાને પણ દાવો કર્યો છે કે વડા પ્રધાન શાહબાજ શરીફને પણ ગાઝા પીસ માટે અમેરિકાએ આમંત્રણ આપ્યું છે. ગાઝા માટે ટ્રમ્પના 20 સૂત્રી શાંતિ યોજના બીજા તબક્કામાં છે. ટ્રમ્પે પહેલા આ બોર્ડના પ્રમુખ જાહેર કર્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અંદ્રાબીએ મીડિયાના સવાલના જવાબમાં કહ્યું હતું કે ઔપચારિક નિમંત્રણ મળ્યું છે.
અંદ્રાબીએ કહ્યું હતું કે પાકિસ્તાનના વડા પ્રધાનને અમેરિકાના રાષ્ટ્રપતિ તરફથી ગાઝા માટે બોર્ડ ઓફ પીસમાં સામેલ થવાનું આમંત્રણ મળ્યું છે. પાકિસ્તાન ગાઝામાં શાંતિ અને સુરક્ષા માટે આંતરરાષ્ટ્રીય પ્રયાસોમાં સામેલ રહેશે, જેનાથી સંયુક્ત રાષ્ટ્રસંઘના પ્રસ્તાવ અનુસાર પેલેસ્ટાઈન મુદ્દે કાયમી સમાધાન થઈ શકે.
15 જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પના 20-મુદ્દાના પ્રસ્તાવના ભાગ રૂપે શાંતિ બોર્ડની રચના કરવામાં આવી હતી. વ્હાઇટ હાઉસ અનુસાર, ટ્રમ્પ આ બોર્ડના અધ્યક્ષ રહેશે, જે ગાઝામાં શાસન વ્યવસ્થાના પુનર્નિર્માણ અને પ્રદેશમાં સ્થિરતા લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. બોર્ડના અન્ય સભ્યોમાં યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો, ભૂતપૂર્વ બ્રિટિશ વડા પ્રધાન ટોની બ્લેર અને વરિષ્ઠ વાટાઘાટકારો જેરેડ કુશનર અને સ્ટીવ વિટકોફનો સમાવેશ થાય છે.
