March 21, 2026
વાસ્તુ ટિપ્સ

ઈશા અંબાણીની જાહોજલાલીનું સિક્રેટ છે આ પેઈન્ટિંગ, તમે પણ લગાવી લેશો તો…

Spread the love

અંબાણી પરિવારની લાઈફ સ્ટાઈલ હંમેશાથી જ એક ચર્ચાનો વિષય રહી છે, પછી એ અંબાણી પરિવારનું મહેલ જેવું આલીશાન ઘર એન્ટિલિયા હોય કે તેમની કલા અને કલાકારો પ્રત્યેની રુચિ. હાલમાં ઈશા અંબાણીના રૂમનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો અને આ ફોટોમાં ઈશા અંબાણીના રૂમમાં જોવા મળેલી પેઈન્ટિંગે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. એટલું જ નહીં ઈશાની જાહોજલાલીનું સિક્રેટ છે આ પેઈન્ટિંગ. ઈશા પણ ખાસ પેઈન્ટિંગને પોતાનું ‘લકી ચાર્મ’ માને છે. ચાલો જાણીએ આ પેઈન્ટિંગ વિશે વિસ્તારથી…

કળા અને સંસ્કૃતિ પ્રત્યે અંબાણી પરિવારનો પ્રેમ જગજાહેર છે. એન્ટિલિયાના મુખ્ય દ્વાર પર અમેરિકન કલાકાર રોબર્ટ ઈન્ડિયાનાની પ્રખ્યાત ‘લવ’ મૂર્તિથી લઈને ઘરના દરેક ખૂણે કિંમતી કલાધામો જોવા મળે છે. પરંતુ ઈશા અંબાણીના રૂમમાં રહેલી એક પેઈન્ટિંગ માત્ર કિંમતી જ નથી, પણ તેની સાથે લાગણીઓ અને ‘ગુડ લક’ પણ જોડાયેલું છે.

ઈશા અંબાણીનું ‘લકી ચાર્મ’
એક ઈન્ટરવ્યુમાં ઈશાએ ખુલાસો કર્યો હતો કે તેના રૂમમાં એફ. એન. સૂઝાની મોટી પેઈન્ટિંગ છે, પરંતુ તેને સૌથી વધુ પ્રિય તેની માતા નીતા અંબાણીએ ગિફ્ટ કરેલી ટ્રેસી એમિનની નિયોન પેઈન્ટિંગ છે. આ પેઈન્ટિંગ પર એક ખૂબ જ સુંદર મેસેજ લખેલો છે – “When I hold you, I hold your heart”. ઈશા આ પેઈન્ટિંગને પોતાના લક સાથે જોડે છે અને તેને પોતાના રૂમની સૌથી મૂલ્યવાન વસ્તુ માને છે. વાસ્તુશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર પેઈન્ટિંગ લગાવવાના ઘણા ફાયદા પણ છે. જો તમે પણ ઈચ્છતા હોવ કે તમારા ઘરમાં સકારાત્મકતા આવે અને ભાગ્ય ચમકે, તો પેઈન્ટિંગ પસંદ કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ:

દોડતા ઘોડાની પેઈન્ટિંગ:
વાસ્તુશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર મુજબ ઘર, ઓફિસ કે પછી દુકાનની દક્ષિણ દિશામાં દોડતા ઘોડાની પેઈન્ટિંગ લગાવવી ખૂબ જ અત્યંત શુભ છે. ઘોડો એ પ્રગતિ, વિજય, ઊર્જા અને ઝડપનું પ્રતીક છે. આવી પેઈન્ટિંગ લગાવવાથી વેપારમાં વૃદ્ધિ થાય છે અને નોકરીમાં પ્રમોશન મળવાની શક્યતા વધી જાય છે.

રંગો અને દિશાનું છે આગવું મહત્વ:
વાત કરીએ રંગો અને દિશાના મહત્ત્વન વિશે તો પૂર્વ દિશામાં સૂર્યોદય થાય છે એટલે આ દિશામાં ઉગતા સૂર્યની પેઈન્ટિંગ લગાવવાથી માન-સન્માન અને સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. જ્યારે ઉત્તર દિશાને કુબેર દેવની દિશા માનવામાં આવે છે. આ દિશામાં વહેતાં પાણી કે નદીની પેઈન્ટિંગ કે ફોટો લગાવવાથી આર્થિક લાભ થાય છે.

નકારાત્મક પેઈન્ટિંગ લગાવવાનું ટાળો:
એક વાતનું ખાસ ધ્યાન રાખો કે ઘરમાં ક્યારેય પણ યુદ્ધ, હિંસક પ્રાણીઓ કે ઉદાસી દર્શાવતા ફોટો કે પેઈન્ટિંગ ન લગાવવા જોઈએ, કારણ કે આને કારણે માનસિક તણાવ અને નકારાત્મકતા વધે અને ઘર-પરિવારમાં હંમેશા ચિંતાનો માહોલ જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!