March 21, 2026
ગુજરાતટોપ ન્યુઝ

પીએમ મોદીની સોમનાથ મુલાકાત: 3,000 ડ્રોનનો ભવ્ય શો અને સોમનાથ ટ્રસ્ટની મહત્વની બેઠક

Spread the love

સોમનાથ સ્વાભિમાન પર્વમાં વડા પ્રધાનની ઉપસ્થિતિ; ભગવાન શિવની પૂજા અર્ચના અને 108 ઘોડાની શૌર્ય યાત્રાનું આયોજન

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવાર ગુજરાતના ગિરના સોમનાથ પહોંચ્યા. પીએમ મોદીના આગમનને કારણે રસ્તા પર મોટી સંખ્યામાં તેમનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ સર્કિટ હાઉસમાં સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષતા કરી હતી. રાતના આઠ વાગ્યા દરમિયાન સોમનાથ મંદિરમાં ઓમકાર મંત્રનો જાપ કર્યો હતો, ત્યાર પછી પીએમ મોદીએ આશરે 3,000 ડ્રોન્સના ભવ્ય સ્વાગત ડ્રોન શોમાં સામેલ થયા હતા.

સોમનાથમાં વડા પ્રધાન મોદીએ રોડ શો કર્યો હતો, જેમાં વડા પ્રધાને સોશિયલ મીડિયા પર શેર કરતા લખ્યું હતું કે સોમનાથમાં હોવાની વાત મારા માટે સૌભાગ્યની વાત છે, જ્યારે લોકોએ કરેલા સ્વાગત માટે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. સર્કિટ હાઉસમાં મંદિરના ટ્રસ્ટી મંડળ સાથે બેઠક કરી હતી, જેની જાણકારી આપતા લખ્યું હતું કે સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ સાથે બેઠક કરી હતી. બેઠકમાં મંદિર પરિસરના પરંપરાગત માળખાને સુધારવા અને સોમનાથ મંદિરને તીર્થસ્થળ બનાવવા અંગે મહત્ત્વની સમીક્ષા કરી હતી.

પીએમ મોદીએ સોમનાથ મંદિરમાં ભગવાન શિવના જ્યોતિર્લિંગના દર્શન કર્યા હતા અને પૂજા અર્ચના કરી હતી, ત્યાર પછી ઓમકાર મંત્રનો જાપ કર્યો હતો. સોમનાથ સ્વાભિમાન પર્વ અન્વયે સોમનાથ મંદિર પરિસરમાં અરબ સાગરના કિનારા પર ભવ્ય ડ્રોન શોનું આયોજન કર્યું હતું. લગભગ 3,000 ડ્રોનનની મદદથી આકૃતિઓ બનાવી હતી, જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ડ્રોન શો દરમિયાન ઓમ, ભગવાન શિવનું તાંડવ, વીર હમીરજી, અહિલ્યાબાઈ હોલ્કર, સોમનાથ મંદિર પર આક્રમણનું દૃશ્ય, સરદાર વલ્લભભાઈ પટેલ, સ્વાભિમાન પર્વની આકૃતિઓ બતાવી હતી. લગભગ પંદર મિનિટ ચાલેલા ડ્રોન શો માટે 40 ઓપરેટરે સંચાલન કર્યું હતું.


વડા પ્રધાન મોદીએ શનિવારે અને રવિવારે પણ સોમનાથમાં રહેશે. આજે પણ સોમનાથ સ્વાભિમાન પર્વમાં ભાગ લેશે. આઠમી જાન્યુઆરીથી શરુ થયેલા મહોત્વ આજે રવિવાર સુધી ચાલશે. અગિયારમી જાન્યુઆરી સવારે 9.45 વાગ્યે વડા પ્રધાન મોદી શૌર્ય યાત્રામાં ભાગ લેશે, જેમાં 108 ઘોડાનું જુલૂસ કાઢવામાં આવશે. સવારના 10.05 વાગ્યે સોમનાથ મંદિરમાં પૂજાઅર્ચના કરવામાં આવશે. સવારના અગિયાર વાગ્યા સુધી જાહેર કાર્યક્રમમાં ભાગ લેશે તેમ જ જનસભાને સંબોધિત કરશે. આજે પણ મંદિર પરિસરમાં ઓમ મંત્રનો જાપ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!