રાજકોટમાં 12 કલાકમાં નવ ભૂકંપના આંચકા, સૌરાષ્ટ્રવાસીઓ ચિંતામાં
સૌરાષ્ટ્રમાં રાતથી સવાર સુધીમાં 3.8ની તીવ્રતા સુધીના આંચકા નોંધાયા; સિસ્મોલોજી વિભાગે સંશોધન હાથ ધર્યું
ગયા અઠવાડિયા દરમિયાન જાપાન સહિત અન્ય દેશોમાં ધરતીકંપને કારણે દુનિયા દેશોના જીવ પડીકે બંધાયા છે, જ્યારે ભારતમાં પણ એની અસર જોવા મળે છે. સૌરાષ્ટ્રમાં ગુરુવારના રાતથી લઈ સવાર સુધીમાં 2.7 રિક્ટર સ્કેલથી લઈને 3.8 તીવ્રતાના આંચકા અનુભવાયા છે. સૌથી તીવ્ર માત્રાનો ભૂકંપ ગુરુવારે સવારે 6.19 વાગ્યે આવ્યો હતો. ભૂકંપના આંચકાને કારણે લોકોમાં ડરનો માહોલ ઊભો થયો છે. છેલ્લા 12 કલાકમાં નવ વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે, પરંતુ કોઈ મોટું નુકસાન થયું નથી. ભૂકંપને કારણે પ્રશાસન પણ દોડતું થઈ ગયું છે.
રાજકોટ જિલ્લામાં બુધવાર રાતથી લઈને ગુરુવારે સવાર સુધીમાં ભૂકંપની ગતિવિધિ વધવાને કારણે લોકોમાં ડરનો માહોલ પમ ઊભો થયો છે. બુધવારે રાતના આઠ વાગ્યાથી ગુરુવારે સવારના આઠ વાગ્યા સુધીમાં નવ વખત આંચકા અનુભવાયા છે. નવ-નવ આંચકા આવ્યા હોવા છતાં કોઈ જાનમાલનું નુકસાન થયું નથી, પરંતુ નાગરિકોમાં ચિંતાનો માહોલ ઊભો કર્યો છે.
અન્ય મહત્ત્વની વાત કરીએ તો ચાર આંચકા ત્રણ તી3તાના હતા, જે લોકોએ અનુભવ્યા પણ હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉપલેટાથી લગભગ 27 કિલોમીટરથી પશ્ચિમ ઉત્તર દક્ષિણ દિશામાં હતું. ગુજરાતમાં ભૂકંપ માટે સૌથી સક્રિય પ્રદેશ કચ્છ માનવામાં આવે છે, પરંતુ રાજકોટમાં નવથી વધુ આંચકાને કારણે પ્રશાસનની ઊંઘ હરામ થઈ ગઈ છે. એકલ દોકલને સમજી શકાય છે, પરંતુ નવ આંચકાને કારણે ભૌગોલિક ટીમ માટે ચિંતાનો વિષય બન્યો છે.
ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી કેન્દ્રના અધિકારીએ કહ્યું છે કે ચારથી ઓછી તીવ્રતાના આંચકા મુખ્યત્વે ખતરનાક માનવામાં આવતા નથી, પરંતુ આટલા બધા આંચકાનું સંશોધન જરુરી છે, જે ચિંતાની બાબત છે. રિસર્ચમાં થોડો સમય લાગશે. બાકી રાજકોટ ક્ષેત્ર ફોલ્ટ લાઈન નથી, પરંતુ ભારે ચોમાસાને કારણે કદાચ થોડી હિલચાલ જોવા મળી શકે છે.
