અમેરિકાની વેનેઝુએલા પર સર્જિકલ સ્ટ્રાઈક: નિકોલસ માદુરો અને પત્નીની ધરપકડ, જાણો કોણ છે આ ‘કોકેન કિંગ’?
બસ ડ્રાઈવરથી રાષ્ટ્રપતિ સુધીની સફર અને 5 કરોડ ડોલરનું ઈનામ: અમેરિકાએ નાર્કો-ટેરરિઝમના આરોપ હેઠળ માદુરોને દબોચ્યા.
અમેરિકાએ વેનેઝુએલા પર સર્જિકલ સ્ટ્રાઈક કરી અને ત્યાંના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેની પત્નીને ધરપકડ કરી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ પૂરા ઓપરેશનની માહિતી આપી હતી. અમેરિકા અને વેનેઝુએલા વચ્ચેની ટક્કરની વાત પણ નવી નથી. અમેરિકન સરકાર પણ છેલ્લા કેટલાક વર્ષોથી વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડની કોશિશ કરતું રહ્યું છે. 2020માં જ અમેરિકન કોર્ટે માદુરો પર આરોપો ઘડ્યા હતા, જેમાં એક ડઝનથી વધુ લોકો પર નાર્કો ટેરરિઝમ ડ્રગ્સની હેરાફેરી અને આતંકવાદ સંબંધિત આરોપો લગાવ્યા હતા. માદુરોના સંબંધમાં માહિતી આપનારાની ઈનામની રકમ પણ વધારીને પાંચ કરોડ ડોલર કરી હતી. તો માદુરો કોણ છે એની વિગતે વાત કરીએ.
સિન્ડિકેટને વિદેશી આંતકવાદી સંગઠન જાહેર કર્યું હતું
માદુરો અને વેનેઝુએલાની સરકારના અનેક વરિષ્ઠ અધિકારીઓએ કોલમ્બિયાના ગુરિલ્લા સંગઠન (ફાર્ક)ની સાથે મળીને અમેરિકા સુધી કોકિન અને હથિયારોની હેરાફેરી કરી હતી. એ વખતે અમેરિકન ન્યાય વિભાગે માદુરો પર કાર્ટેલ ડે લોસ સોલ્સ નામે ક્રાઈમ સિન્ડિકેટનું નેતૃત્વ કરવાનો પણ લગાવ્યો હતો. ટ્રમ્પ પ્રશાસને ગયા વર્ષે જ આ સિન્ડિકેટને વિદેશી આતંકવાદી સંગઠન જાહેર કર્યું હતું. જોકે, 2013માં શાવેજના નિધનપછી માદુરોને રાષ્ટ્રપતિ બન્યા હતા. આ અગાઉ માદુરો દેશના વિદેશ મંત્રી અને ઉપરાષ્ટ્રપતિ પણ બન્યા હતા.
નિકોલસ માદુરોની રાજકીય કારકિર્દી આશરે 40 વર્ષ પહેલા શરુ થઈ હતી. 1986માં સ્ટડી માટે ક્યુબા ગયા હતા, જ્યારે હાઈ સ્કૂલ પછી ઔપચારિક શિક્ષા લીધી હતી. ત્યાંથી પરત ફર્યા પછી માદુરોએ કારાકસમાં બસ ડ્રાઈવર તરીકે કામ કર્યું હતું, જ્યાં ટૂંક સમયમાં લેબર યુનિયનના નેતા બન્યા હતા. 1990ના દાયકામાં વેનેઝુએલાની ગુપ્તચર એજન્સીએ તેને ક્યુબાની સરકાર સાથે સંબંધ રાખવા બદલ કટ્ટરવાદી સંગઠન જાહેર કર્યું હતું. નિકોલસ માદુરોએ બસ ડ્રાઈવરની નોકરી છોડી
વેનેઝુએલા ડ્રગ્સ બિઝનેસનું ટ્રાન્ઝિટ પોઈન્ટ છે. યુએનઓડીસીના અહેવાલ અનુસાર કોલમ્બિયામાં ત્રણ લાખ હેક્ટર કોકેન ઉગાડે છે, જે વર્ષે 3,000 મેટ્રિક ટન કોકેન ઉગાડે છે. વૈશ્વિક કોકેનનું માર્કેટ મૂલ્ય 100 અબજ ડોલરથી વધુ છે. વેનેઝુએલાથી 20થી 30 કોકેન પસાર કરે છે. કાર્ટેલ ઓફ સન્સએ 2025માં અબજો ડોલર કમાણી કરી હતી. અમેરિકાનું અનુમાન છે કે વેનેઝુએલાથી અમેરિકા પહોંચતી કોકેનની કિંમત 10-20 અબજ ડોલર વર્ષની છે, જેનાથી દેશની અર્થવ્યવસ્થા બરબાદ થઈ છે.
માદુરો સરકાર કાર્ટેલ ઓફ ધ સન્સનું નેટવર્ક ચલાવે છે
કોલ્મિબયાના જાણીતા ડ્રગ્સ લોર્ડ પાબ્લો એસ્કોબારનું વેનેઝુએલા સાથે ડાયરેક્ટ કનેક્શન નહોતું, પરંતુ તેના મેડેલિન કાર્ટેલના કોકેન તસ્કરી રુટસમાં વેનેઝુએલાનું નામ જોડાયું હતું. એસ્કોબારને કોકેન કિંગ કહેવાતો હતો, જે 1980ના દાયકામાં દુનિયાનું 80 ટકા કોકેનનું સપ્લાય કંટ્રોલ કરતો હતો. એસ્કોબારનું મેડેલિન કાર્ટેલ મુખ્ય રીતે કોલમ્બિયાથી કામ કરતો હતો. કોકેન કોલમ્બિયા, પેરુ અને બોલિવિયાથી આવતી હતી અને અમેરિકા પહોંચવાનો મુખ્ય રુટ્સ હતો. સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ અનુસાર વેનેઝુએલા પહેલા તેલથી કમાણી કરતો હતો, પરંતુ ભ્રષ્ટાચારને કારણે હવે ડ્રગ્સ રુટ બની ગયો છે. અમેરિકાએ કહ્યું છે કે માદુરો સરકાર કાર્ટેલ ઓફ ધ સન્સ નામે નેટવર્ક ચલાવે છે જે કોકેનની તસ્કરીનું કામ કરે છે.
વેનેઝુએલાને હેવન ઓફ કોકેન કહે છે
વેનેઝુએલામાં ભ્રષ્ટાચાર અને સરકારી સંરક્ષણથી લઈ ડ્રગ કાર્ટેલ જેમ કે કાર્ટેલ ઓફ ધ સન્સ ફૂલ્યા ફાલ્યા છે. માદુરો પર નાર્કો ટેરરિઝમ આરોપો લગાવ્યા પછી અમેરિકાએ હુમલા કર્યા પછી ધરપકડ કર્યા છે. કોલમ્બિયાથી કોકેનનો ટ્રાન્ઝિટ પોઈન્ટ બનાવીને વર્ષે અબજો ડોલરનો વેપાર કરે છે. વેનેઝુએલાના કોકેન ઓફ હેવન કહેવાય છે. આર્મી અને સરકારની છૂટને કારણે ડ્રગ્સ તસ્કરોને મોકળું મેદાન મળ્યું છે. આ જ રીતે અમેરિકાએ 1990માં પનામામાં જનરલ મેન્યુઅલ નોરિએગાને પકડ્યો હતો.
અમેરિકન ઓપરેશન પહેલા માદુરોએ 31 ડિસેમ્બર, 2025ના પોતાના એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે વેનેઝુએલાની નીતિ પર સવાલ ઊઠાવ્યા હતા. વેનેઝુએલાના લોકો શાંતિપ્રિય છે અને સરકાર પણ ફ્રેન્ડલી છે. વેનેઝુએલા પર હુમલો કર્યા પહેલા ટ્રમ્પે પણ કહ્યું હતું કે નોટ વોર, યસ પીસ. આમ છતાં અમેરિકાએ દુનિયાના દેશોને યુદ્ધ કરતા રોકીને શાંતિને ટકાવી રાખવા માટે સરપ્રાઈઝ હુમલો કરીને સૌને ચોંકાવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ તો દાવો કર્યો છે કે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેની પત્ની સિલિયા ફ્લોરેસને અમેરિકન યુદ્ધજહાજ (USS IWo Jima) પર રાખવામાં આવ્યા છે, જ્યારે તેમને ન્યૂ યોર્ક લાવવામાં આવી રહ્યા છે. માદુરોને ડેલ્ટા ફોર્સ દ્વારા લાવવામાં આવી રહ્યા છે.
વેનેઝુએલામાં અમેરિકન સૈન્યએ હુમલો કરીને ભારત સરકારે પણ નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી છે. કારાકસમાં વિસ્ફોટ અને અસ્થિરતા વચ્ચે તણાવ વધી રહ્યો છે, તેથી ભારતીય નાગરિકોને વધુ સતર્કતા રાખવા માટે અપીલ કરી છે, જ્યારે મર્યાદિત અવરજવર કરવાનો અનુરોધ કર્યો છે.
