March 21, 2026
ગુજરાતટોપ ન્યુઝ

અમદાવાદમાં આઠમાના વિદ્યાર્થીની હત્યા પછી બબાલઃ કારણ શું?

Spread the love

અમદાવાદઃ શહેરના ખોખરા વિસ્તારની મંગળવારે દસમાના એક વિદ્યાર્થીએ આઠમાના વિદ્યાર્થીનું ચાકુ મારીને ગંભીર રીતે ઈજા પહોંચાડી હતી. વિદ્યાર્થીની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થવાને કારણે વિદ્યાર્થીના પરિવારજનોએ સ્કૂલની બહાર વિરોધ પ્રદર્શન કરીને તોડફોડ કરી હતી. પરિવારજનોએ વિરોધ પ્રદર્શન કર્યા પછી પોલીસની સાથે ઘર્ષણ થયું હતું, જ્યારે પ્રદર્શન પછી પોલીસે ચાકુ મારનારા વિદ્યાર્થીની ધરપકડ કરી હતી.

ઈજાગસ્ત વિદ્યાર્થીને હોસ્પિટલ પહોંચાડવામાં વિલંબ
બનાવ અંગે પોલીસે કહ્યું હતું કે શહેરની સેવેન્થડે એડવેન્ટિસ્ટ સ્કૂલમાં દસમાના વિદ્યાર્થીએ ચાકુ મારીને વિદ્યાર્થીને ઘાયલ કરી દીધો હતો. વિદ્યાર્થીનું બુધવારે મોત થયું હતું. વિદ્યાર્થીના મોત પછી પરિવારના સભ્યોની સાથે અન્ય સંગઠનોએ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. પરિવારના લોકોએ સ્કૂલમાં તોડફોડ કરી હતી, જ્યારે સૂત્રોચ્ચાર કરીને પોલીસને પણ ધક્કે ચઢાવી હતી. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને હોસ્પિટલ પહોંચાડવામાં વિલંબ કર્યો હોવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો.

મૃતક વિદ્યાર્થી સિંધી સમુદાયનો
વિદ્યાર્થીની હત્યા પછી જોઈન્ટ પોલીસ કમિશનર જયપાલસિંહ રાઠોડે કહ્યું હતું કે બે વિદ્યાર્થી વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં એકે બીજાને ચાકુ માર્યું હતું. પોલીસે મંગળવારે આ બનાવ મુદ્દે કેસ નોંધ્યો હતો અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સારવાર દરમિયાન ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનું મોત થયું હતું. તેથી મૃતક યુવકના પરિવાર, અન્ય વિદ્યાર્થીના વાલી અને સિંધી સમુદાયના લોકો એકત્ર થઈ ગયા, જ્યાં પોલીસ પણ હાજર થઈ છે. આ કેસમાં તપાસ હાથ ધરવામાં આવી છે. મૃતક વિદ્યાર્થી સિંધી સમુદાય અને મુખ્ય આરોપી મુસ્લિમ સમુદાયનો છે.

વિદ્યાર્થીઓના નિવેદનો નોંધવામાં આવ્યા
પોલીસે આ મામલે અનેક વિદ્યાર્થીના નિવેદનો નોંધ્યા છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્કૂલને નોટિસ જારી કરી છે. સ્કૂલ પર આરોપ છે કે આ બનાવને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સ્કૂલના સીસીટીવી ફૂટેજ સાથે વિસ્તૃત રિપોર્ટ જમા કરવાનો પણ આદેશ આપ્યો છે. અનેક લોકોએ સ્કૂલના પ્રિન્સિપાલ અને સ્ટાફની બેદરકારીનો આરોપ પણ મૂક્યો હતો અને ન્યાય આપવાની માગણી કરી હતી. સ્કૂલે તેના જવાબમાં એક અઠવાડિયાની રજા જાહેર કરી હતી, જે મૃતક વિદ્યાર્થીના સન્માનમાં જાહેર કરી હોવાનું જણાવ્યું હતું.

અંતિમયાત્રામાં હજારો જોડાયા
ડીસીપી ક્રાઈમ બ્રાન્ચના શરરદ સિંઘલે કહ્યું હતું કે મંગળવારે બે વિદ્યાર્થી સાથે લડાઈ થઈ હતી, જે વધુ હિંસક બની હતી, જેમાં એકનું મોત થઈ ગયું હતું. આ બનાવ પછી પરિસ્થિતિ ગંભીર બની હતી. હિંસક પ્રદર્શન અને તોડફોડ કર્યા પછી પોલીસે પરિસ્થિતિ અંકુશમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો. થોડા કલાકો પછી પરિસ્થિતિ અંકુશમાં લાવવામાં આવી હતી. બુધવારે સાંજે વિદ્યાર્થીની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. અંતિમયાત્રામાં હજારો લોકો હાજર રહ્યા હતા.

સ્કૂલ પ્રશાસનની બેદરકારીનો આરોપ
મૃતક વિદ્યાર્થીના પરિવારના સભ્યએ કહ્યું મારા પરિવારમાં બે દીકરી આ જ સ્કૂલમાં ભણે છે. આ ઘટના આજની પણ બે વર્ષથી બને છે. મેં બે વખત ફરિયાદ કરી છે. સ્કૂલ બસમાં ગાળાગાળી કરવામાં આવે છે. વિદ્યાર્થિનીઓ સાથે ગેરવર્તણૂક અને છેડતી કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ પાસેથી ચાકુ-મોબાઈલ ફોન મળે છે. થોડા દિવસ પૂર્વે સ્કૂલના કમ્પ્યુટર રુમમાં ગેરકાયદે સાઈડ્સ જોતા જોવા મળ્યા હતા. સ્કૂલ પ્રશાસન શું કરે છે. આ મુદ્દે સ્કૂલને કાર્યવાહી કરવા જણાવ્યું હતું, પરંતુ એના અંગે કાર્યવાહી કરી નહોતી. વિદ્યાર્થીના માતાપિતાને બોલાવીને લેખિતમાં માફી મંગાવી હતી અને જવા દીધા હતા.

સરકારે બનાવને કમનીસબ ગણાવ્યો
આ બનાવ અંગે ગુજરાતના મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કહ્યું હતું કે દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી, જે સભ્યસમાજ માટે જોખમી ગણાવી હતી. પીડિત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. આ બનાવ અંગે શિક્ષણ વિભાગ પણ તપાસ કરશે. વિદ્યાર્થીઓમાં વધતા ક્રાઈમ સભ્ય સમાજ માટે જોખમી છે, જે ટીકાપાત્ર છે. આરોપીની ધરપકડ કરવામાં આવી છે તથા લોકોને શાંતિ જાળવી રાખવાનો અનુરોધ કરવામાં આવે છે. બાળકોને ખાસ કરીને સોશિયલ મીડિયાથી દૂર રહેવાની અપીલ કરવામાં આવે છે, જે ગુનાહિત પ્રવૃત્તિ કરવા વધુ પ્રભાવિત કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!