10 વર્ષમાં મુસ્લિમોની વસ્તી ત્રણગણી વધીઃ હિન્દુઓ અને ઈસાઈઓ પાછળ છૂટી ગયા?
2010થી 2020 વચ્ચે વૈશ્વિક ધર્મવિસ્તરણમાં ફેરફાર, ઈસ્લામ ધર્મ ઝડપથી વિસ્તરતો ધર્મ બન્યો
દુનિયાભરમાં વર્ષ 2010થી 2020 વચ્ચે દસ વર્ષમાં કયા ધર્મની વસ્તીમાં વધારો થયો છે, જે અંગેના સર્વેમાં ચોંકાવનારા આંકડા મળ્યા છે. દુનિયામાં ખ્રિસ્તીઓ અને હિન્દુઓની તુલનામાં મુસ્લિમોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. દુનિાયમાં હિંદુઓ અને ઈસાઈઓની તુલનામાં ઈસ્લામ ધર્મની વસ્તીમાં વધારો થઈ રહ્યો છે, જ્યારે હિંદુઓની વસ્તી 10 કરોડ વધી છે. મુસ્લિમોની વસ્તીમાં 34 કરોડનો વધારો થયો છે.
પ્યુ રિસર્ચ સેન્ટરે દુનિયાના દેશોની વસ્તી અને સર્વે રિપોર્ટમાં દાવો કર્યો છે કે દુનિયામાં ઈસાઈઓની સંખ્યા 2.18 અબજથી વધીને 2.30 અબજ થઈ છે, પરંતુ કૂલ વસ્તીની સંખ્યામાં 30.6 ટકાથી ઘટીને 28.8 ટકા રહ્યો છે. રિપોર્ટમાં જણાવ્યું છે કે વર્ષ 2020 સુધીમાં ઈસાઈઓની વસ્તી દુનિયાના 120 દેશમાં વધારે હતી, પરંતુ ધીમે ધીમે આ દેશમાં હવે મુસ્લિમોની સંખ્યામાં વધારો થયો છે. ઈસાઈ અને યહુદીઓએ લગ્ન અને બાળકો પેદા કરવા અંગે વિચારધારા બદલી છે.
હિંદુઓની વસ્તી સરેરાશ દરેક પરિવારમાં બે બાળકની
રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર હિંદુઓની વસ્તી સરેરાશ દરેક પરિવારમાં બે બાળકની છે, પરંતુ 2010થી 2020 વચ્ચે વૈશ્વિક સ્તરે હિંદુઓની વસ્તીમાં વધારો થયો નથી. 2010માં 1.10 અબજ હતી, જે 2020માં વધીને 1.20 અબજે પહોંચી છે. વર્ષ 2050 સુધીમાં દેશમાં હિંદુઓની સંખ્યા 130 કરોડ થઈ હોત, જ્યારે કૂલ વસ્તીના 166 કરોડ સુધી પહોંચી શકે છે.
ઈસ્લામોની વસ્તીમાં જોરદાર વધારો થઈ રહ્યો છે, જે અન્ય ધર્મની તુલનામાં વધારો થઈ રહ્યો છે. ખ્રિસ્તીઓ પછી સૌથી બીજા નંબરનો સૌથી મોટો ધર્મ ધરાવનારા લોકોની સંખ્યા પણ છે. 2010થી 2020 સુધીમાં મુસ્લિમોની વસ્તી દુનિયામાં 34.7 કરોડથી વધીને બે અબજને પાર થઈ છે, જ્યારે ઈસાઈઓની સંખ્યા 12.2 કરોડથી વધીને 2.30 અબજે પહોંચી છે. બૌદ્ધ ધર્મને અનુસરનારાની સંખ્યા 1.9 કરોડથી ઘટીને 32.4 કરોડ થઈ છે.
દુનિયામાં 90 કરોડની વસ્તીમાં વધારો
દુનિયાની કૂલ વસ્તી 2010માં સાત અબજ હતી, જે 2020માં વધીને 7.9 અબજ થઈ છે, જેમાં 90 કરોડનો વધારો થયો છે. દસ વર્ષમાં કૂલ વસ્તીમાં 90 કરોડ એટલે એક અબજ નજીક પહોંચી છે. 2010માં ઈસ્લામી વસ્તી વિશ્વમાં 23.9 ટકાનું પ્રમાણ હતું, જે 10 વર્ષ પછી વધીને 25.6 ટકા થયું છે. આમ છતાં 28.8 ટકા સાથે ખ્રિસ્તીઓ પહેલા ક્રમે છે.
ઈસ્લામી વસ્તીમાં વધારા માટે નાની ઉંમરમાં લગ્ન, ધાર્મિક માન્યતા અનુસાર બાળકોને જન્મ આપવાનું પ્રમાણ. મુસ્લિમ મહિલાઓ સરેરાશ ત્રણ-ચાર બાળકને જન્મ આપે છે, જ્યારે બિન મુસ્લિમ મહિલાઓ સરેરાશ બે બાળકને જન્મ આપે છે. સૌથી વધારે મુસ્લિમો એશિયામાં છે, જેમાં 120 કરોડની વસ્તી છે. ભારત, ઈન્ડોનેશિયા, મલેશિયા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, તુર્કીમાં સૌથી વધુ મુસ્લિમોની સંખ્યા ધરાવે છે, જ્યારે સમગ્ર દુનિયામાં 53 દેશમાં મુસ્લિમોની સંખ્યા વધારે છે.