June 30, 2025
રમત ગમત

ક્રિકેટ અને રાજકારણના નવા અધ્યાયનો આરંભઃ રિંકુ સિંહ અને સાંસદ પ્રિયા સરોજની લવસ્ટોરી જાણો?

Spread the love

ભારતમાં ક્રિકેટનું જેટલું મહત્ત્વ છે એટલું જ ફિલ્મી દુનિયાનું અને એટલું જ રાજકારણનું છે. સફળ ક્રિકેટર કે કલાકાર રાજકારણથી દૂર રહી શકતો નથી એવું ભારતમાં જ નહીં, વિદેશમાં પણ જોવા મળે છે. ભૂતકાળમાં નવાબ મન્સુરઅલી પટોડી ખાનથી લઈને હવે રિંકુ સિંહનું નામ એ લિસ્ટમાં આવી ગયું છે. મન્સુર અલી પટોડીએ તો શર્મિલા ટાગોર સાથે લગ્ન કર્યા હતા. આજે પણ નવાબ પટોડી પરિવારથી લઈને સચિન તેંડુલકર, વિરાટ કોહલી પછી હવે રિંકુ સિંહ ચર્ચામાં રહ્યો છે કારણ પણ પ્રિયા સરોજને કારણે. આઈપીએલ વખતે કોલકતાનો ક્રિકેટર રિંકુ સિંહ ચર્ચામાં હતો, જે રવિવારે સાંસદ સાથે સગાઈ કરીને લાઈમલાઈટમાં આવ્યો છે. સૌને એક સવાલ થાય કે કોણ છે સાંસદ અને કઈ રીતે શરુ થઈ લવસ્ટોરી.

સ્ટાર લોકોના મેળાવડામાં સગાઈનું આયોજન
તમારી જાણ ખાતર જણાવી દઈએ ભારતીય ક્રિકેટર રિંકુ સિંહ અને સમાજવાદી પાર્ટી (સપા)નાં સાંસદ પ્રિયા સરોજ સાથે રિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. રિંકુ એવો ક્રિકેટર છે જેને ટૂંકા સમયમાં સ્ટારશિપ મેળવી છે. રિંગ સેરેમનીમાં 300થી વધુ વીઆઈપી મહેમાન હાજર રહ્યા હતા. ક્રિકેટ અને રાજકારણના દિગ્ગજમાં અખિલેશ યાદવ, સાંસદ ડિમ્પલ યાદવ, જયા બચ્ચન ઉપસ્થિત રહે એવી વાત હતી. લખનઊની ફાઈવ સ્ટાર હોટેલમાં રિંકુ સિંહ અને સપા સાંસદ પ્રિયા સરોજની સગાઈ થઈ હતી.

બેટિંગમાં આક્રમક મિજાજ ધરાવે છે રિંકુ સિંહ
રિંકુ સિંહની ટૂંકી ઓળખ આપીએ તો રિંકુ ગરીબ પરિવારમાંથી ઉછર્યો છે, જ્યારે પ્રિયા સરોજ હાય ફાય ફેમિલી અને કોન્વેન્ટમાં ભણીછે. આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (કેકેઆર) વતીથી રમ્યો છે, જ્યારે ગુજરાત સામેની મેચમાં યશ દયાલની બોલિંગમાં છ બોલમાંથી પાંચ બોલમાં પાંચ સિક્સર મારીને નવી ઓળખ બનાવી હતી. ટવેન્ટી-20માં રમીને પણ પોતાની આગવી ઓળખ બનાવી છે, જે ક્રિકેટની પીચ પર શાંત પણ બેટિંગની રમતમાં આક્રમક થઈને રમે છે, પરંતુ પ્રિયા સરોજ સાથે કઈ રીતે લપેટાયો એની વાત કરીએ.

નાની ઉંમરમાં સાંસદ બનવાનો રેકોર્ડ ધરાવે છે
રિંકુ અને પ્રિયા વચ્ચે અફેરને બે વર્ષ થવા છે, જેમાં 2023માં બંનેની મુલાકાત એક કોમન ફ્રેન્ડ મારફત થઈ હતી. ધીમે ધીમે રિંકુની પ્રિયા સાથે દોસ્તી થઈ હતી, ત્યાર પછી બંનેની દોસ્તી પ્રેમમાં પરિણમી હતી. પ્રિયાએ તેના ક્રિકેટર પિતા તોફાની સરોજને વાત જણાવી હતી. પ્રિયા સરોજ યુપીના મછલીશહરની સપા સાંસદ છે. 2024માં લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને હરાવીને સાંસદ બની હતી. પ્રિયા સરોજે નાની ઉંમરમાં સાંસદ બનીને રેકોર્ડ બનાવ્યો છે.

રાજકારણમાં તો આવવાનું ક્યારેય વિચાર્યું નહોતું
પ્રિયા સરોજ હંમેશા માટે રાજકારણમાં આવશે એવું તો વિચાર્યું નહોતું. એક ઈન્ટરવ્યૂમાં પ્રિયા સરોજે સ્વીકાર્યું હતું કે પિતા માટે ચૂંટણીમાં પ્રચાર કર્યો હતો, પરંતુ હમેશ માટે રાજકારણમાં આવશે એવું તો કલ્પનામાં વિચાર્યું નહોતું. કોરોના મહામારી વખતે જ્યુડિશિયરીની પરીક્ષા આપી હતી, જ્યારે ઓનલાઈન ક્લાસ પણ ચાલુ હતું. જોકે, એ સમયગાળા દરમિયાન લોકસભાની ટિકિટ મળી હતી.

પિતા માટે ચૂંટણીમાં પ્રચાર કર્યો અને છવાઈ ગઈ
પ્રિયા સરોજના એજ્યુકેશનની વાત કરીએ તો દિલ્હીમાં આર્ટસમાંથી બીએ કર્યું હતું, ત્યારબાદ નોયેડાની એમિટી યુનિવર્સિટીમાંથી લોમાં ડિગ્રી લીધા પછી સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરી હતી, પરંતુ થોડા સમય પછી નેતા બની ગઈ હતી. પ્રિયા સરોજ પહેલી વાર ત્યારે ચર્ચામાં આવી હતી, જ્યારે તેના પિતા માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો. જોનપુરના મછલીશહરની લોકસભાની સીટના સમાજવાદી પાર્ટીની પ્રિયા સરોજ અને રિંકુ સિંહના લગ્ન 18 નવેમ્બર 2025માં યોજવામાં આવશે. આ લગ્નમાં ક્રિકેટની દુનિયાના દિગ્ગજ ક્રિકેટર, ફિલ્મી જગતની હસ્તીઓ અને ઉદ્યોગપતિઓ પણ ઉપસ્થિત રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!