June 30, 2025
અજબ ગજબરિલેશનશિપ

એવું શું કર્યું કે લદ્દાખના ટેણિયાએ ઈન્ટરનેટ યૂઝર્સનું દિલ જીતી લીધું, જુઓ વાઈરલ રીલ

Spread the love

સોશિયલ મીડિયા પર છેલ્લા બે દિવસથી એક લદ્દાખના બાળક સાથે મહિલાનો વીડિયો જોરદાર વાઈરલ થઈ રહ્યો છે. માંડ પાંચેક વર્ષના બાળક સાથે એક મહિલા વાતચીત કરવાની સાથે રમત પણ કરે છે, પરંતુ એ વીડિયોમાં જોવા મળતા બાળકની નિખાલસતા અને નટખટ અંદાજે સોશિયલ મીડિયા પરના યૂઝરનું દિલ જીતી લીધું છે.
ડિજિટલ ક્રિયેટર્સ શફીરા એસ નામની યૂઝરે લદ્દાખની ગલીમાં એકલા રમતા બાળકની એક ક્લિપ શેર કરી હતી. બંને વચ્ચેના માંડ એકાદ મિનિટના સંવાદમાં છોકરાની આંખોમાં ખુશી આનંદનો અલગ જ અંદાજ જોવા મળ્યો હતો. ગણતરીની મિનિટો યૂઝરે બાળક સાથે પસાર કરી તો તેના દિલ-દિમાગમાં વસી જાય છે અને વિદાય થતી વખતે તેનો મૂડ બદલાઈ જાય છે. હસતો રમતો બાળક અચાનક દુખી દુખી થઈ જાય છે. યૂઝરથી દૂર જઈને પોતાના ચહેરાને પણ છુપાવી દે છે. એ વખતે યૂઝર પણ બાળકના ચહેરાના હાવભાવ-વર્તનથી દુખી થઈ જાય છે.
અને બીજા દિવસે તેના માટે નાસ્તો અને કપડા લઈ જાચ છે અને એ વાતની પણ ખબર હોય છે આજે ફરી પાછી જઈશ તો દુખી થઈ જશે પણ જ્યારે એ બાળકને ચોકલેટ અને કપડા આપે છે ત્યારે તેના પર આનંદનું મોજું ફરી વળે છે.


આ ક્લિપ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા છે તેને ગણતરીના કલાકોમાં લાખો લોકોએ લાઈક આપી હતી. હજારો લોકોએ તેના પ્રતિક્રિયા આપી હતી. જાણીતી સેલિબ્રિટીઝ રિધિમા પંડિત અને કવિતા કૌશિકે પણ તેના પર અભિપ્રાય આપ્યા હતા. રિધિમાએ લખ્યું હતું કે બાળકને પ્રેમ આપવા બદલ આભાર. તો બીજા એક યૂઝરે લખ્યું હતું કે વારંવાર આ રીલ જોવાનું મન થાય છે અને જોવાનું પણ મૂલ્યવાન છે. ત્રીજા યૂઝરે જણાવ્યું હતું કે ઈન્ટરનેટ પર ઘણી વસ્તુઓ જોતા હોય છે, પણ આજે આ રીલ જોવાથી ઘણો આનંદ થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!