સાવધાનઃ અમદાવાદમાં ડિજિટલ અરેસ્ટના નામે વૃદ્ધ સાથે 1.26 કરોડની છેતરપિંડી, ચારની ધરપકડ કરાઈ
અમદાવાદઃ ગુજરાતના અમદાવાદમાં સાયબર ક્રાઈમનો એક ચોંકાવનારો કેસનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં એક વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરીને 1.26 કરોડ રુપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. પોલીસે આ કેસમાં ચાર લોકોની ધરપકડ કરી છે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (સીજેઆઈ)ના નામે ગઠિયાઓએ ડીપી લગાવીને છેતરપિંડી કરી હતી.
મની લોન્ડરિંગના નામે વૃદ્ધને આપી ધમકી
10મી ઓક્ટોબરના એક વૃદ્ધે સાયબર ક્રાઈમ સેલમાં છેતરપિંડીની ફરિયાદ કરી હતી. વૃદ્ધે સેલને જણાવ્યા મુજબ તેમને એક વીડિયો કોલ આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે તમારા ખાતાનો મની લોન્ડરિંગ એકાઉન્ટમાં ઉપયોગ કરવામાં આવ્યો છે, ત્યાર બાદ ગઠિયાઓએ પોતાને પોલીસ અધિકારી, સીબીઆઈ અધિકારી અને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે રજૂઆત કરી હતી. આ ગઠિયાઓએ વૃદ્ધને તેમના એકાઉન્ટમાંથી બે કરોડ રુપિયાનું ટ્રાન્ઝેક્શન થયું હોવાની ધમકી આપી ડરાવ્યા હતા.
વીડિયો કોલ કરીને રાખી દેખરેખ

વૃદ્ધે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે મની લોન્ડરિંગ કેસમાં તમને પાંચ વર્ષની સજા થશે અને પછી ધમકી આપવા લાગ્યો હતો. એક શખસે કહ્યું હતું કે તમે વૃદ્ધ છો અને તમે લેખિતમાં અરજી કરશો તો તમારો કેસ પ્રાયોરિટમાં ચલાવવા માટે સુપ્રીમ કોર્ટના જસ્ટિસને નિવેદન આપવામાં આવશે અને તમારી ધરપકડ કરવાાં આવશે, પરંતુ એના માટે ઘરની તપાસ વીડિયો કોલ કરીને દેખરેખ રાખી હતી.
48 કલાક પછી પૈસા નહીં આવતા ફરિયાદ કરી
એના પછી વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરીને ઠગોએ તેમના પર સતત નજર રાખી હતી અને બેંક એકાઉન્ટ અને એફડીની જાણકારી મેળવી હતી. ગઠિયાઓએ વૃદ્ધને ધમકાવીને બેંકમાં રાખવામાં આવેલી રકમ અને એફડીને તોડીને તપાસ કરવા માટે મોકલવા જણાવ્યું હતું. એકાઉન્ટ વેરિફિકેશનના 48 કલાક પછી રકમ પરત કરવામાં આવશે. ચોંકાવનારી વાત એ હતી કે ગઠિયાઓએ સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયાનું બનાવટી સર્ટિફિકેટ બનાવીને રકમ પ્રાપ્ત કરી, પણ 48 કલાક પછી રકમ પાછી નહીં આપ્યા પછી વૃદ્ધે ફરિયાદ કરી હતી. આ કેસમાં ગુજરાતી પોલીસે તપાસ કરતા ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
ડિજિટલ અરેસ્ટના નામે છેતરપિંડીના કેસ વધ્યા
અમદાવાદ સાયબર ક્રાઈમ સેલના એસપી હાર્દિક માંકડિયાએ જણાવ્યું કે આઈપીએસ અધિકારીની ઓળખ આપીને વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કર્યા. ડિજિટલ અરેસ્ટના નામે છેતરપિંડીના કેસ વધ્યા છે. અમદાવાદમાં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાનો ફોટો ડીપીમાં રાખીને વીડિયો કોલ કરવામાં આવ્યો હતો. વૃદ્ધની ફરિચાદ અનુસાર તપાસ કરવામાં આવી અને કયા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવી છે એની વિગતો પ્રાપ્ત કરવામાં આવી હતી. અમે અલગ અલગ એકાઉન્ટની વિગતોમાં જાણવા મળ્યું કે અમુક એકાઉન્ટ્સમાં સેકન્ડ લેયરમાં ગુજરાતમાં હતા. અમદાવાદમાં ત્રણ એકાઉન્ટ હતા, જેમાં વૃદ્ધે 10-10 લાખ રુપિયા ટ્રાન્સફર કર્યા હતા. તપાસ માટે ચાર આરોપીની ધરપકડ કરી છે.
ઈન્ટરનેશનલ કોલથી રહો સાવધાન
પોલીસ અધિકારીએ કહ્યું હતું કે ઈન્ટરનેશનલ કોલથી સાવધાની રાખવી જરુરી. આ વૃદ્ધને વોટ્સએપ કોલ કંબોડિયાથી આવ્યો હતો. આ લોકો પહેલા ડમી એકાઉન્ટમાં પૈસા જમા કરાવી લેતા હતા, ત્યારબાદ સેકન્ડ લેયરમાં આ રુપિયાને ક્રિપ્ટોમાં કન્વર્ટ કરાવી લેતા હતા. હકીકતમાં અજાણ્યા કોલથી દૂર રહેવું જોઈએ તેમ જ પાર્સલના કોલથી પણ ખાસ કરીને તેની અવગણના કરવી જોઈએ.
