June 30, 2025
ટેલીચક્કરનેશનલ

જો જો ‘જેઠાલાલ’ની મજાક કરી તો ગયા કામથી સમજજો, દિલ્હી હાઈ કોર્ટનો ચુકાદો જાણો?

Spread the love

ફિલ્મોના કોમેડિયન કલાકારોની ઊંઘ જો હરામ કરી હોય તો ટેલિવિઝનના જાણીતા કોમેડિયન કલાકારે. જી, હા તારક મહેતા કા ચશ્માના જાણીતા પાત્ર જેઠાલાલની વાત કરીએ છીએ. સોશિય મીડિયાના જમાનામાં હવે તારક મહેતા કા ચશ્માના જાણીતા પાત્ર જેઠાલાલની મજાક માટે તેની ક્લિપનો ઉપયોગ કરવાનું ચલણ વધી ગયું છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડક્શન હાઉસે દિલ્હી હાઈ કોર્ટમાં અરજી કરી હતી કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુટયુબ ચેનલ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ તેમ જ અમુક વેબાસઈટ પર શોના અમુક કન્ટેન્ટનો ગેરકાયદે ઉપયોગ કરવામાં આવે છે, તેથી આ શોના કન્ટેન્ટના ઉપયોગ કરવા મુદ્દે હાઈ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપતા પ્રતિબંધ મૂક્યો છે.
એટલે ટીવીની જાણીતી સિરિયલ તારક મહેતા કા ચશ્મા લગભગ 16 વર્ષથી ચાલુ છે, જ્યારે અત્યાર સુધીમાં ચાર હજારથી વધુ એપિસોડ પણ રિલીઝ થયા છે ત્યારે હજુ લોકો પણ જૂના શો જોવાનું ચૂકતા નથી. આ ટીવી સિરિયલના કલાકારોમાં જેઠાલાલ હોય કે ડાયરેક્ટર આસિત મોદી ચર્ચામાં રહે છે. પણ ખાસ કરીને સિરિયલના કન્ટેન્ટની તુલનામાં જેઠાલાલની વિશેષ મજાક કરવામાં આવે છે, જ્યારે એનું કન્ટેન્ટ લઈને એની રીલ પણ બનાવીને લોકો પોતાની લોકપ્રિયતા મેળવી લે છે, તેથી તેનાથી નારાજ થઈને પ્રોડક્શન કંપની દ્વારા તેની સામે કોર્ટમાં વાંધો ઉઠાવવામાં આવ્યો છે. દિલ્હી હાઈ કોર્ટમાં તેની વિરુદ્ધ અરજી કરવામાં આવી છે, તેથી કોર્ટે હવે તેના પર પ્રતિબંધ મૂક્યો છે. જો હવે એનો કોઈ ઉપયોગ કરવામાં આવ્યો તો જે તે વ્યક્તિને જેલમાં જવાની નોબત આવી શકે છે. દિલ્હી હાઈ કોર્ટે વિના પરવાનગી વિના કોઈ પણ કન્ટેન્ટનો ઉપયોગ કરવા કે કલાકારોના નામ સાથે કોઈ પણ પ્રકારનું કન્ટેન્ટ વાપરી શકશે નહીં.
અમુક સંસ્થાઓ અને વેબસાઈટ શોની સામગ્રીનો ઉપયોગ કરીને સીધો ફાયદો કરતા હોવાનો દાવો કરીને તારક મહેતાના પ્રોડક્શન હાઉસ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. સિરિયલના કન્ટેન્ટની મજાક ઉડાવવામાં આવે છે, જ્યારે અમુક વખતે અશ્લીલ પ્રકારનું કન્ટેન્ટ બનાવાય છે, તેથી એ અરજીને ધ્યાનમાં રાખીને તાજેતરમાં દિલ્હી હાઈ કોર્ટે જો શોના કન્ટેન્ટનો કોઈ પણ પ્રકારની મંજૂરી વિના તેનો ઉપયોગ કરવામાં આવ્યો તો આરોપીઓને નુકસાન ભોગવવું પડશે.
કોર્ટે વધુમાં જણાવ્યું છે કે આ સિરિયલના પાત્રો કે નામનો કોપી રાઈટ પણ ફક્ત પ્રોડક્શન હાઉસનો છે, તેથી વિના પરવાનગી કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરવા માટે પ્રતિબંધ મૂકવામાં આવે છે. સંબંધિત વેબસાઈટને પણ તારક મહેતા સિરિયલનું તમામ કન્ટેન્ટ 48 કલાકમાં ડિલીટ કરવાનું ફરમાન આપ્યું છે અને જો એમ નહીં કરવામાં આવે તો બ્લોક કરવામાં આવે એવો આઈટી મંત્રાલય અને ટેલિકોમ વિભાગને આદેશ આપ્યો છે.
અત્યાર સુધીની ટીવીની લોકપ્રિય સિરિયલ પૈકી તારક મહેતાએ ચાહકોમાં નામ કમાવ્યું છે, જે વિવાદો વચ્ચે પણ લોકપ્રિયતા જાળવી રાખી છે. અત્યાર સુધીમાં આ સિરિયલમાંથી ગોલી (કુશ શાહ), જેનિફર મિસ્ત્રી, શૈલેષ લોઢા, નેહા મહેતાની એક્ઝિટ પછી પણ શો વિવાદમાં રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!