હાર્દિક પંડ્યાને છૂટાછેડા આપવાની અટકળો વચ્ચે નતાશાએ તોડ્યું મૌન
આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઈઝીએ હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો ત્યારથી લઈને ટવેન્ટી-20 વર્લ્ડકપ જીત્યાના સમયગાળામાં હાર્દિક પંડ્યાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ સૌથી મોટી ઉથલપાથલ આવી છે. પ્રોફેશનલ લાઈફમાં શાનદાર પ્રદર્શન કરીને ટીકાકારોની બોલતી બંધ કરી છે, પરંતુ વ્યક્તિગત જિંદગીમાં સર્જાયેલા અપસેટને હવે પત્ની નતાશા અને હાર્દિક જ રોકી શકે છે. પતિ-પત્ની વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હોવાની વાતો પણ સોશિયલ મીડિયા પર જાણવા મળી છે, જ્યારે આ બાબતમાં નતાશા સ્ટાનકોવિકે તાજેતરમાં મૌન તોડ્યું છે.
છેલ્લા કેટલાક સમયથી હાર્દિક પંડ્યાને છૂટાછેડા આપવાની અટકળોને લઈ નતાશા પણ ચર્ચામાં રહી છે. બંને પણ મોટા ભાગની જગ્યાએ એકલા જોવા મળ્યા છે. એટલે સુધી કે ટવેન્ટી-20 વર્લ્ડ કપ જીત્યા પછી ઘરે હાર્દિક પંડ્યા દીકરા સાથે સેલિબ્રેશન કરતો જોવા મળ્યો હતો, તેથી લોકોએ એઝયુમ કરવાનું ચાલુ કરી દીધું હતું કે હાર્દિક અને નતાશાની વચ્ચે સંબંધો તો બરાબર રહ્યા નથી. હવે આ મુદ્દે ખુદ નતાશાએ સોશિયલ મીડિયા પર નિવેદન આપી દીધું છે. નતાશા સ્ટાનકોવિકે મૌન તોડતા ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં પોતાના મનની વાત કહી છે.
નતાશાએ ઈન્સ્ટાગ્રામની સ્ટોરીમાં એક વીડિયો શેર કરતા બોલે છે કે કોઈ પણ વાત જાણ્યા વિના લોકો અચાનક કઈ રીતે જજ કરે છે. જ્યારે કોઈ અલગ વ્યવહાર કરે તો ના તો એના અંગે કોઈ કારણ પૂછે કે પછી તેના અંગે કોઈ સહાનુભૂતિ બતાવે પણ બસ સીધા જજ કરવા લાગે છે. આપણે એ વાત જાણવાની કોઈ તસદી લેતા પણ નથી કે તેનું કારણ શું છે.
નતાશાએ આગળ કહ્યું હતું કે હું આ બધા લોકોને ખાસ અપીલ કરીશ કે થોડી ધીરજ રાખો. થોડી સહાનુભૂતિ રાખો. નતાશાના આ વીડિયો પર પણ લોકો જોરદાર રિએક્શન આપી રહ્યા છે. અનેક યૂઝરે તેને લાઈક આપી છે, જ્યારે આ જ સ્ટોરીના વીડિયોને મીડિયા ગ્રુપ પર શેર કર્યા પછી લોકોએ તેના અંગે પ્રતિક્રિયાઓ આપી છે. અમુક લોકો તેના પર ટીખળ કરવાનું પણ ચૂક્યા નથી તો અમુક લોકોએ પબ્લિસિટી સ્ટંટ કહીને ટ્રોલ પણ કર્યા હતા.
થોડા દિવસ પહેલા હાર્દિક પંડ્યાના નજીકના સૂત્રોએ દાવો કર્યો હતો કે બંને વચ્ચેના સંબંધોમાં હવે સુધારો થાય એવું લાગતું નથી અને બંને છૂટા પડી શકે છે. એના પહેલા હાર્દિક પંડ્યાના ભાઈ કુણાલ પંડ્યાની પોસ્ટ પર નતાશાએ લાઈક આપીને લોકોની બોલતી બંધ કરી હતી.
