February 18, 2026
ઈન્ટરનેશનલમનોરંજનરમત ગમત

પાકિસ્તાન સામે ભારતની શાનદાર જીતને બોલીવુડના કલાકારોએ વધાવી, બિગ બીએ કહ્યું કે…

Spread the love

મુંબઈઃ ટવેન્ટી-ટવેન્ટી વર્લ્ડ કપમાં ગઈકાલે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં વરસાદના વિઘ્ન પછી પણ મેચ રમાઈ હતી. પહેલા બેટિંગમાં આવેલી ભારતીય ટીમ 19 ઓવરમાં ઓલઆઉટ થઈને 119 રનનો સાવ સામાન્ય લોએસ્ટ સ્કોર કર્યો હતો. તમામ ધુરંધર બેટર સસ્તામાં પેવેલિયન ભેગા થયા હતા. વિરાટ કોહલી, રોહિત શર્મા વગેરે સસ્તામાં આઉટ થયા હતા, પરંતુ ઋષભ પંત અને અક્ષર પટેલ મહત્ત્વની ઈનિંગ રમ્યા હતા. 31 બોલમાં 42 રન કરીને ઋષભ પંતનું પ્રદર્શન રહ્યું હતું. પાકિસ્તાનના નસીમ શાહ અને હારિશ રઉફ ઘાતક બોલર સાબિત થયા હતા, જેમાં બંનેએ ત્રણ વિકેટ ઝડપી હતી. 120 રનનો ટાર્ગેટ અચીવ કરવા આવેલી ટીમ ઈન્ડિયાવતીથી જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યાએ શરુઆતથી વિકેટ ઝડપીને રેકોર્ડ બ્રેક જીત મેળવી હતી. પાકિસ્તાન પર દબાણ લાવવામાં સફળ રહેતા સાત વિકેટે 20 ઓવરમાં 113 રન કરતા ભારતે છ રને ભવ્ય જીત મેળવી હતી. આ મેચની જીતનો ભારતની સાથે તમામ અન્ય દેશના ચાહકોએ સેલિબ્રેશન કર્યું હતું. મુંબઈના જાણીતા કલાકારોએ અમિતાભ બચ્ચન, વરુણ ધવન, કાર્તિક આર્યન, અનુષ્કા શર્મા, સિદ્ધાર્થ મલ્હોત્રા પણ પાકિસ્તાન સામેની જીતને વધાવી હતી.
big b and anushka
બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચને ભારતની જીતને વધાવતા લખ્યું હતું હારના ડરના કારણે મેં પહેલા ટીવી બંધ કરી દીધું હતું, પરંતુ ઈન્ટરનેટના માધ્યમથી ભારતની જીતની જાણ થયા પછી એક્સાઈટેડ થઈ ગયો હતો. બચ્ચને લખ્યું કે અરે બાપ રે બાપ. પહેલા મેચ જોતી વખતે ટીવી બંધ કર્યું હતું અને લાગ્યુ હતું કે ભારત મેચ હારી જશે. પણ જીતી ગયા ત્યારે ઈન્ટરનેટ પર જોવા મળ્યું તો ભારત જીતી ગયું. ઈન્ડિયા, ઈન્ડિયા, ઈન્ડિયા.


દરમિયાન વરુણ ધવને પણ સેલિબ્રેશન કરતા લખ્યું હતું કે શું મેચ, ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન, ટીમ ઈન્ડિયા જયહિંદ. તો કાર્તિક આર્યને તો ટીમ ઈન્ડિયાની જીત બાદ ભવિષ્ય ભાખતા લખી નાખ્યુ કે ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બનશે. આ ઉપરાંત, પંજાબ કિંગ ઈલેવનની ઓનર પ્રીટિ ઝિંટાએ પણ જીતનું સેલિબ્રેશન કર્યું હતું. અનપેક્ષિત પ્રદર્શન. જસપ્રીત બુમરાહની બોલિંગની પણ પ્રીતિ ઝિંટાએ પ્રશંસા કરી નાખી હતી. આ ઉપરાંત, સોશિયલ મીડિયા પર પણ ભારતની જીતના મીમ્સના ઘોડાપૂર આવ્યા હતા. પાકિસ્તાન સામે ભારતીય ટીમે પણ જીતનો રેકોર્ડ નોંધાવ્યો હતો. સૌથી લોએસ્ટ સ્કોર કરીને પણ પાકિસ્તાનની ટીમ સામે જીતીને નવો ઈતિહાસ રચ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!