February 20, 2026
ટોપ ન્યુઝ

સુપ્રીમ કોર્ટની ટકોર પછી ECએ પાંચ તબક્કાના કુલ મતદાનની ટકાવારી કરી જાહેર

Spread the love

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે શુક્રવારે સામાજિક સ્વૈચ્છિક સંસ્થાની અરજીને ફગાવી દીધી હતી, જેમાં ચૂંટણી પંચ (Election Commission of India)ને મતદાન-કેન્દ્ર વાર ટકાવારીના આંકડા પોતાની વેબસાઈટ પર અપલોડ કરવાનો અનુરોધ કર્યો હતો. આ અરજી તો સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે, પરંતુ પાંચ તબક્કામાં યોજવામાં આવેલી ચૂંટણીના મતદાનના આંકડા ચૂંટણી પંચે જાહેર કર્યા હતા.
ચૂંટણી પંચે વિવાદમાં પડ્યા પછી મતદાનના આંકડા જાહેર કર્યા હતા, પરંતુ હવે કુલ વોટમાંથી કેટલું મતદાન થયું છે એના પણ આંકડા જાહેર કર્યા છે. પહેલા તબક્કામાં 66.14 ટકા મતદાન થયું છે, જેમાં 16,63,86,344 મતદાર હતા. કુલ મતદારમાંથી 11,00,52,103 મતદાન (નાગરિકોએ) કર્યું હતું
બીજા તબક્કા દરમિયાન કુલ 15,86,45,484 મતદાર હતા, જેમાંથી આ વર્ષે મતદાન કરનારાની સંખ્યા 10,58,30,572 થયા છે. એકંદરે 66.71 ટકા મતદાન થયું છે.
ત્રીજા અને ચોથા તબક્કામાં અનુક્રમે 65.68 ટકા અને 69.16 ટકા થયું છે. આ બંને તબક્કામાં 17,24,04,676 વોટર હતા, જ્યારે ચોથા તબક્કામાં 17,70,75,629 વોટર હતા, જ્યારે આ વખતે અનુક્રમે 11,32,34,676 તથા 12,24,69,318 લોકોએ મતદાન કર્યું છે.
છેલ્લે પાંચમા તબક્કામાં 62.20 ટકા મતદાન થયું છે, જ્યારે 05,57,10,618 લોકોએ મતદાન કર્યું હતું. પાંચમા તબક્કામાં કુલ 08,95,67,973 વોટર હતા.
સામાજિક સંસ્થા સિવાય વિપક્ષી પાર્ટીએ પણ મતદાનની ટકાવારી જાહેર કરવા માટે વિવાદ ઊભો કર્યો હતો. સત્તાધારી પાર્ટીના ષડયંત્ર હોવાના આરોપો પણ મૂક્યા હતા. સુપ્રીમ કોર્ટે સ્વૈચ્છિક સંસ્થાની અરજીને ફગાવી હતી, જ્યારે કહ્યું હતું કે ચૂંટણી વખતે વ્યાવહારિક દૃષ્ટિકોણ અપનાવવો જોઈએ.અલબત્ત, પાંચ તબક્કામાં કુલ 76,40,80,337 મતદાર હતા.
ચૂંટણી પંચે પોતાનો રિપોર્ટ રજૂ કરતા દાવો કર્યો હતો વોટની સંખ્યામાં કોઈ ફેરફાર થયો નથી. ચૂંટણી પંચની કામગીરી-પ્રક્રિયાને બગાડવા માટે ખોટી વાતો કરવામાં આવી રહી છે. આ અગાઉ સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચને લોકસભા ચૂંટણીના દરેક તબક્કા મતદાન પછી 48 કલાકમાં મતદાનના ડેટા પોતાની વેબસાઈટ પર અપલોડ કરવાની માગણી કરવામાં આવી હતી. એસોસિયેશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) દ્વારા અરજી કરવામાં આવી હતી, જેમાં ચૂંટણી પંચે કોર્ટમાં જણાવ્યું હતું તમામ ડેટા વેબસાઈટ પર મૂકવાથી ચૂંટણી પ્રક્રિયામાં અવ્યવસ્થા ઊભી થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!