February 20, 2026
મનોરંજનરમત ગમત

Sachin Tendulkarએ દીકરી Sara Tendulkar માટે કહી આ વાત…

Spread the love

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની દીકરી સારા તેંડુલકર (Master Blaster Sachin Tendulkar’s Daughter Sara Tendulkar) અવારનવાર કોઈને કોઈ કારણે લાઈમલાઈટમાં આવતી હોય છે તો વળી ક્યારેક ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ (Indian Cricketer Shubhman Gill) સાથેના તેના સંબંધને કારણે હોય તો ક્યારેક પોતાના બોલ્ડ એન્ડ બ્યુટીફુલ ફોટોશૂટને કારણે હોય…
પરંતુ આ વખતે સારા તેંડુલકર ચર્ચામાં આવી છે તેનું કારણ એકદમ અલગ છે અને આ વખતે તો પપ્પા સચિન પણ દીકરીની આ સિદ્ધિથી ખુશ થઈ ગયા છે અને એકદમ સ્પેશિયલ વર્ડ્સમાં તેના વખાણ કર્યા છે. આવો જોઈએ આખરે શું છે એ કારણ…
વાત જાણે એમ છે કે હાલમાં જ સારા તેંડુલકરે ડિસ્ટિંક્શન સાથે મસ્ટર્સની ડિગ્રી હાંસિલ કરી છે. સારાએ યુનિવર્સિટી કોલેજ લંડનના મેડિસીન વિભાગથી ક્લિનિકલ અને પબ્લિક હેલ્થ ન્યુટ્રિશનમાં આ ડિગ્રી હાંસિલ કરી છે.
સચિને ખુદ આ ખુશી ફેન્સ સાથે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને શેર કરી છે અને સચિન એકદમ પ્રાઉડ પપ્પાની જેમ દીકરીની આ સિદ્ધિથી ફૂલ્યા નથી સમાઈ રહ્યા. સચિને પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે આ ખૂબ ખૂબ સુંદર દિવસ હતો. અમારી દીકરીએ યુસીએલના મેડિસિન ડિપાર્ટમેન્ટના ક્લિનિકલ અને પબ્લિક હેલ્થ ન્યુટ્રિશનમાં


ડિસ્ટિંકશનથી માસ્ટર પાસ કર્યું છે. એક માતાપિતા તરીકે દીકરીની આ સિદ્ધિ અમારા માટે ખૂબ ગર્વની બાબત છે.
પોતાની પોસ્ટમાં આગળ સચિને લખ્યું છે કે તે અહીંયા સુધી પહોંચવામાં જે મહેનત કરી છે એના અમે સાક્ષી છીએ. ભવિષ્યમાં તારા તમામ સપના તું સાકાર કરીશ…
સચિન તેંડુલકરની આ પોસ્ટ ખૂબ જ વાઈરલ થઈ રહી છે અને આ પોસ્ટની સાથે સચિને પત્ની અંજલિ તેંડુલકર અને સારા તેંડુલકરનો ફોટો અને દિક્ષાંત સમારોહનો વીડિયો પણ શેર કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સારાનું નામ અવારનવાર શુભમન ગિલ સાથે જોડાતું હોય છે અને બંને જણ એકબીજા સાથે સ્પોટ પણ થતાં હોય છે પરંતુ બંનેમાંથી કોઈ પણ આ સંબંધ વિશે ખૂલીને બોલવા તૈયાર નથી હોતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!