Kajol 27 વર્ષ પછી સાઉથના સ્ટાર-ડાન્સર Prabhu Deva સાથે એક્શન ફિલ્મમાં જોવા મળશે?
બોલીવુડની ડીડીએલ ગર્લ કાજોલ તાજેતરમાં લાઈમલાઈટમાં છે. પતિ અજય દેવગણ કે દીકરી સાથે કાજોલ પણ સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. હવે કાજોલ (Kajol) એક નવા પ્રોજેક્ટમાં કામ કરવાના સમાચાર છે, જે એક્શન ફિલ્મમાં કાજોલ જાણીતા સ્ટાર સાથે કામ કરશે. કાજોલે આ સ્ટાર સાથે 27 વર્ષ પહેલા કામ કર્યું હતું. જો હવે તમને ઉત્સુકતા હોય તો ચાલો જણાવીએ.
સત્તાવાર રીતે ફિલ્મનું નામ ઠામના નક્કર અહેવાલ નથી, પરંતુ ઈન્ડસ્ટ્રીમાં કહેવાય છે કે કાજોલની આગામી ફિલ્મ એક્શનવાળી હશે, જ્યારે એમાં કામ એવા અભિનેતા સાથે કરે છે, જેમાં 27 વર્ષ પહેલા તેની સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ માટે જાણીતા ડાયરેક્ટર અને સ્ટાર અભિનેતા પ્રભુ દેવા (Prabhu Deva) સાથે કામ કરવાના અહેવાલ છે. કાજોલ અને પ્રભુ દેવા સાથે મળીને એક્શન-થ્રિલર ફિલ્મ સાઈન કરી છે, પરંતુ બાકીની વિગતો હજુ સિક્રેટ રાખવામાં આવી છે.
હાલમાં આ ફિલ્મ મુદ્દે લોકો મોં ખોલી રહ્યા નથી, જ્યારે સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી નથી. સાઉથના જાણીતા ડાયરેક્ટર અને કોરિયોગ્રાફર ડાન્સર તરીકે પણ પ્રભુ દેવાનું નામ જાણીતું છે. આ બંને સ્ટારકાસ્ટે અગાઉ મિનસારા કનવુમાં જોવા મળ્યા હતા. તમિલ ફિલ્મ લવ ટ્રાયન્ગલ પર હતી. 1997માં આ તમિલ ફિલ્મ રિલીઝ થઈ હતી. હવે એ જોવાનું કે કાજોલ અને પ્રભુ દેવાની જોડી એક્શન ફિલ્મમાં કમાલ કરે છે કે નહીં.
જો આ ફિલ્મની તમને વધુ ખબર નહીં હોય, પરંતુ આ જ ફિલ્મને હિન્દીમાં ડબ કરીને સપને બનાવવામાં આવી હતી.સપને ફિલ્મ યાદ હોય કે નહીં, પણ એનું જાણીતું ગીત આવરા ભવરે જો હોલે હોલે ગાયે તો યાદ હશે. સપને ફિલ્મની ખબર નહીં, પરંતુ મિનસારા કનવુ તો બોક્સ ઓફિસ પર સુપરહીટ રહી હતી. હવે આ જ જોડી ફરી એક વખત સાથે જોવા મળી શકે છે એ પણ લગભગ અઢી-ત્રણ દાયકા પછી સફળ રહેશે કે નહીં એ તો સમય કહેશે પણ આ બંને સ્ટાર અત્યારે ચર્ચામાં છે એ વાત નકારી શકાય નહીં.
