કિંગ ખાનની લાડલી સુહાના ખાનનું થયું બ્રેક-અપ અને સોશિયલ મીડિયા પર કર્યું રિવીલ
બોલીવુડના કિંગ ખાન શાહરુખ ખાન અને કોલકાતાની ટીમ અત્યારે ખાસ તો ચર્ચામાં છે. કોલકાતાની ટીમને જીતાડવાની વાત હોય કે પ્લેગ્રાઉન્ડમાં પ્રેક્ટિસમાં પણ ફેમિલી સાથે જોવા મળે છે. પણ તાજેતરમાં દીકરી સુહાના ખાને સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને લોકોને ચોંકાવી નાખ્યા છે. સુહાના ખાને બ્રેકઅપનું કેપ્શન આપીને વીડિયો શેર કર્યો છે, જ્યારે તેના પર લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે.
વાસ્તવમાં વાત શું છે એવું શું થયું એને જાણવા માટે આપણે જાણીએ પોસ્ટની રિયાલિટી. જોયા અખ્તરની ફિલ્મ ધ આર્ચીમાં ડેબ્યૂ કરનારી કિંગ ખાનની લાડલી દીકરી સુહાના ખાને તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પર એક બેકઅપનો વીડિયો શેર કર્યો છે, જેના કેપ્શનને વાંચીને લોકોના પગ નીચેથી જમીન ખસી જાય છે, જ્યારે તેના અંગે શ્વેતા બચ્ચન સુધ્ધાએ પ્રતિક્રિયા આપી છે.
શાહરુખની દીકરી સુહાના ખાન તો હાલમાં ધ કિંગ ફિલ્મને લઈ ચર્ચામાં છે, જેમાં સુહાના ખાન પોતાના પિતા શાહરુખ ખાનની સાથે બિગ સ્ક્રીન પર જોવા મળશે. વાત કરીએ સૌથી પહેલી તેની ફિલ્મ આર્ચીઝમાં જોવા મળી હતી, જ્યારે અનેક એડમાં જોવા મળી હતી.
તાજેતરમાં એક એડમાં કામ કર્યા પછી ઈન્સ્ટાગ્રામના હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં રિવીલ કર્યું છે કે તેનું બ્રેકઅપ થઈ ગયું છે. સુહાનાનો વીડિયો પણ જોરદાર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે, જ્યારે તેને વાંચીને લોકો ચોંકી ગયા હતા, જ્યારે અમિતાભ બચ્ચનની લાડલી શ્વેતા બચ્ચને રિએક્શન આપ્યું હતું, જે વાઈરલ થઈ રહ્યું છે.
વીડિયો જોયા પછી ખબર પડી છે કે સુહાનાનું બ્રેકઅપ જૂના સાબુ સાથે થયું છે અને હવે તેની લાઈફમાં નવા સાબુ લક્સની એન્ટ્રી થઈ છે, જેના અંગે વાત કરે છે. બીજી બાજુ શ્વેતા બચ્ચને સુહાનાના વીડિયો પર રિએક્શન આપતા રેડ કલરનું બો અને વ્હાઈટ હાર્ટ શેર કર્યું હતું. એના સિવાય અનેક યૂઝરે તેની તારીફ કરતી પ્રતિક્રિયા આપી હતી.
સુહાનાની બીજી એક ગોસિપ કહીએ તો સુહાના અને અગસ્ત્યની ડેટિંગની અફવાને કારણે બંને હંમેશાં ચર્ચામાં રહે છે, જેમાં બંનેએ ડિસેમ્બરમાં જોયા અખત્યરની ધ આર્ચીમાં પોતાની ફિલ્મી કારકિર્દીમાં એન્ટ્રી કરી હતી.