શું હજુ પણ ચાલે છે 500ની જૂની નોટ? YouTube જોઈને કરોડોની નોટો છાપતી ગેંગ ઝડપાઈ!
ભાડાના મકાનમાં ચાલતો હતો ખેલ: 6.78 કરોડની બનાવટી નોટો સાથે ચાર શખ્સો પોલીસના શંકાસ્પદ સળિયા પાછળ, પોલીસ બનીને લોકોને આપતા હતા ધમકી
હૈદરાબાદઃ દેશમાં સાયબર ફ્રોડ જેટલી હદે વધી રહ્યા છે એટલા જ ઝડપથી લોકો બનાવટી લોકોની જાળમાં ફસાઈ રહ્યા છે. હૈદરાબાદમાં તાજેતરમાં પોલીસે 6.78 કરોડની બનાવટી ચલણી નોટ બનાવનારા ગઠિયાની ધરપકડ કરી હતી. વાત અહીંથી અટકી નહોતી, પરંતુ આ ચાર આરોપીએ યુ-ટ્યુબ જોઈને નકલી નોટ છાપવાનું ચાલુ કર્યું હતું, ત્યાર પછી પોલીસ બનીને લોકોને ઠગતા હોવાનું જાણવા મળ્યું હતું.
હૈદરાબાદમાં નકલી ચલણી નોટ બનાવનારી એક ગેંગની ધરપકડ કરી છે. જેમની પાસેથી 6.78 કરોડ રુપિયાની બનાવટી નોટ જપ્ત કરવામાં ાવી હતી, જેમાં ચાર લોકો ઝડપાયા છે. મુખ્ય આરોપીએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તેમણે યુ-ટ્યુબ પરથી બનાવટી નોટ બનાવી હતી. એક ભાડાના મકાનમાં નકલી ચલણી નોટ બનાવતા હતા, જેમાં પોલીસે ચાર લોકોની ધરપકડ કરી છે, જેની ઓળખ મદુપોજુ કર્ણાકર, ચિનોલ્લા માણિક્ય રેડ્ડી, ચેરુકુપલ્લી રત્નાકર રેડ્ડી અને કરણ અજયકુમાર છે.કારમાંથી મળ્યા આઠ લાખ રુપિયાની ચલણી નોટ મળી આવી હતી. હૈદરાબાદની અબ્દુલ્લાપુરમેટ પોલીસ અને શાદનગરની સ્પેશિયલ ઓપરેશન ટીમએ નેશનલ હાઈવે 65 પર રામોજી ફિલ્મ સિટી નજીક એક કાર રોકી હતી, જેમાં ચાર લોકો હતા. તપાસ દરમિયાન તેમની પાસેથી 500 રુપિયાની ચલણી નોટ મળી હતી, જેની કિંમત આઠ લાખ રુપિયા હતી.
પોલીસે ચારેયની ધરપકડ કરી હતી પછી જાણવા મળ્યું હતું કે તેમણે હૈદરાબાદના કુંટલુર વિસ્તારમાં ઘર ભાડે રાખીને મકાનમાં બનાવટી નોટ છાપવાનું શરુ કર્યું હતું, જ્યાં તપાસ કરતા પોલીસને 500 રુપિયાની 6.70 કરોડની નોટસ મળી હતી. પોલીસે મકાનમાંથી 500 રુપિયાની બનાવટી નોટના 134 બંડલ મળ્યા હતા. જેની કિંમત 6.78 કરોડ હતી. પોલીસએ ત્યાંથી કલર પ્રિન્ટર, લેપટોપ, સ્કેનર અને લેમિનેશન મશીન અને અન્ય નોટ કાપવાની સામગ્રી જપ્ત કરી હતી. આરોપીઓની પૂછપરછમાં યુ-ટ્યુબ અને સોશિયલ મીડિયા પરથી નકલી નોટ બનાવવાનું શીખ્યા હતા. પહેલા 500 રુપિયાની સ્કેનર મશીનથી સ્કેન કરતા હતા પછી ફોટોશોપ અને સોફ્ટવેરની મદદથી નોટ બનાવતા હતા એના પછી પ્રિન્ટરથી નકલી નોટ છાપતા હતા.
આરોપીઓની યોજના હતી કે એક લાખ રુપિયાની અસલી નોટ લેવાની હતી, જેમાં અસલી નોટના બદલે ત્રણથી ચાલ લાખ નોટ આપશે, પરંતુ ગ્રાહકો મળ્યા નથી. આ ગેંગના લોકો પહેલા ગ્રાહકો પાસેથી અસલી નોટ બતાવીને વિશ્વાસ જીતતા હતા એના પછી પોતાને પોલીસવાળા હોવાનું કહેતા હતા અને એના પછી બનાવટી આઈડી, વોકીટોકી, નકલી પિસ્તોલ અને બનાવટી નંબરપ્લેટવાળી ગાડીનો ઉપયોગ કરતા હતા. ત્યાર પછી પોલીસની કાર્યવાહીનો ડર બતાવતા અને પછી અસલી પૈસા લઈને ભાગી જતા હતા. આ કિસ્સામાં બે જણે અન્ય કિસ્સામાં બેથી ત્રણ લાખ રુપિયાની છેતરિંપડી કરી હતી.
