February 17, 2026
મનોરંજન

ફાઈનલઃ વાણી કપૂર જોવા મળશે બદતમીજ ગિલમાં…

Spread the love

 

ફિલ્મ ઈન્ડ્સ્ટ્રીમાંથી મળતા અહેવાલો પ્રમાણે જાણીતી અભિનેત્રી વાણી કપૂરને નવો એક પ્રોજેક્ટ મળી ગયો છે. બદતમીજ ગિલ ફિલ્મમાં વાણી કપૂર કામ કરવાની છે. આ ફિલ્મનું નિર્દેશનનું કામકાજ નવજોત ગુલાટી કરે છે, જ્યારે શૂટિંગ પણ આ મહિનામાં શરુ થશે.

કોણ છે આ વાણી કપૂર તો તમારી જાણ ખાતર જણાવીએ કે આ એ જ અભિનેત્રી છે જેને શુદ્ધ દેસી રોમાન્સમાં જોવા મળી હતી. 2013માં આવેલી શુદ્ધ દેસી રોમાન્સથી પોતાની કારકિર્દીની શરુઆત કરી હતી, જ્યારે પોતાના બિન્દાસ્ત અંદાજ અને એક્ટિંગને લઈ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નામ જમાવ્યું છે વાણીએ.

પોતાના બિંદાસ્ત અંદાજને લઈને જાણીતી વાણી કપૂરને કોમેડી ફિલ્મ બદતમીજ ગિલ મળી છે, જ્યારે એનું શૂટિંગ આ મહિનામાં શરુ કરવામાં આવશે. આ ફિલ્મમાં વાણી લીડ રોલમાં જોવા મળે તો નવાઈ રહેશે નહીં. ફિલ્મના સેટ રાયબરેલીથી લંડનના જોવા મળશે, જ્યારે સાથી અભિનેતા તરીકે આયુષ્માન ખુરાનાનો ભાઈ અપાશક્તિ ખુરાના પણ છે, જે વાણીનો ભાઈ છે. પરેશ રાવલ વાણીના પિતાની ઓફર કરવામાં આવી છે.

વાણીના વર્કફ્રન્ટની વાત કરીએ તો વાણી કપૂર છેલ્લે શરશેરામાં જોવા મળી હતી. વાણી કપૂર સાથે ફિલ્મમાં રણબીર કપૂર લીડ રોલમાં જોવા મળ્યો હતો. ફિલ્મમાં વિલન તરીકેની ભૂમિકા સંજય દત્તે કરી હતી. આમ છતાં ફિલ્મ બોક્સ ઓફિસ પર જોઈએ એટલું ક્લેક્શન કરી શકી નહોતી.

હવે બદતમીજ ગિલ સિવાયના પ્રોજેક્ટની વાત કરીએ તો વાણી કપૂર પાસે નેટફિલક્સની એક ક્રાઈમ થ્રિલર સિરીઝ પણ છે. ફિલ્મો સિવાય સોશિયલ મીડિયા પર પણ વાણી કપૂર હંમેશ છવાયેલી રહે છે, જ્યારે તેની ફેન એન્ડ ફોલોઅર્સ પણ મોટી સંખ્યામાં જોવા મળે છે.

સોશિયલ મીડિયામાં ખાસ તો ઈન્સ્ટાગ્રામની વાત કરીએ તો આઠ મિલિયનથી વધુ ફોલોઅર્સની સંખ્યા છે, જ્યારે ફેસબુક પર તો 10 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે, પરંતુ ટવિટર એટલે હાલની એક્સ પ્લેટફોર્મ પર 1.4 મિલિયન જેટલા ફોલોઅર્સ છે, જે બાબત તેના ચાહકોની સંખ્યા મોટી હોવાનો પુરાવો આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!