October 5, 2026
લાઈફ સ્ટાઈલહેલ્થ

જમ્યા પછી તરત નહાવા જવાની આદત છે? આ સ્ટોરી વાંચી લેશો તો આજે જ બંધ કરી દેશો

Spread the love

આપણે આપણી રોજબરોજની લાઈફસ્ટાઈલમાં ફૂડ હેબિટ્સ સહિત અનેક એવી ભૂલો કરતાં હોઈએ છીએ કે જેની અસર સીધેસીધી આપણી હેલ્થ પર જોવા મળે છે. ઘણી વખત આપણે સમયના અભાવે કે આળસમાં જમ્યા પછી તરત જ સ્નાન કે શાવર લેવા માટે ચાલ્યા જઈએ છીએ. હવે તમને જાણીને નવાઈ લાગશે કે આપણી આ નાનકડી બેદરકારી જ આપણા માટે જોખમી સાબિત થઈ શકે છે.

આયુર્વેદ તેમ જ આધુનિક તબીબી વિજ્ઞાન બંને આ આદતને સ્વાસ્થ્ય માટે અત્યંત નુકસાનકારક માને છે. જમ્યા પછી તરત નહાવાથી પાચનક્રિયા ધીમી પડી જાય છે, જેના કારણે ગેસ, એસિડિટી, અપચો અને લાંબા ગાળે પેટની ગંભીર બીમારીઓ થઈ શકે છે. આવો જાણીએ કે જમ્યા પછી તરત સ્નાન કરવાથી શરીરમાં શું ફેરફાર થાય છે અને નહાવા માટેનો આદર્શ સમય કયો છે.

જમ્યા પછી તરત સ્નાન કરવાથી શું થાય છે?
હવે તમને થશે કે જમ્યા પછી સ્નાન કરવાથી શું થાય છે એની તો આવું કરવાથી હેલ્થને ઘણા નુકસાન થઈ શકે છે. આ નુકસાન વિશે આજે આપણે અહીં વિસ્તારથી વાત કરીશું.

બ્લડ સર્ક્યુલેશન ડાઇવર્ટ થવું
જ્યારે આપણે ખોરાક લઈએ છીએ, ત્યારે શરીરની પાચનપ્રક્રિયાને સક્રિય રાખવા માટે પેટ અને આંતરડા તરફ લોહીનો પ્રવાહ (Blood Flow) વધે છે. પરંતુ જમ્યા બાદ તરત સ્નાન કરવાથી શરીરનું બાહ્ય તાપમાન ઘટી જાય છે. શરીર તાપમાન સંતુલિત કરવા માટે લોહીનો પ્રવાહ પેટ તરફથી હટાવીને ત્વચા તરફ મોકલે છે. પરિણામે પાચનતંત્રને પૂરતું લોહી મળતું નથી અને પાચનક્રિયા મંદ પડે છે.

જઠરાગ્નિ મંદ પડવી
આયુર્વેદ અનુસાર, ભોજન પછી પેટમાં ‘જઠરાગ્નિ’ (Digestive Fire) પ્રજ્વલિત થાય છે, જે અન્નને પચાવવાનું કામ કરે છે. સ્નાન કરવાથી શરીર ઠંડું પડે છે અને જઠરાગ્નિ શાંત થઈ જાય છે, જેના લીધે ખોરાક યોગ્ય રીતે પચવાને બદલે સડવા લાગે છે અને શરીરમાં ટોક્સિન્સ (આમ) પેદા થાય છે.
એસિડિટી અને ખેંચાણનું જોખમ:
જમ્યા પછી તરત સ્નાન કરવાથી પેટ ફૂલવું (Bloating), ભારેપણું, એસિડ રિફ્લક્સ અને પેટમાં તીવ્ર દુખાવો કે ક્રેમ્પ્સ આવી શકે છે.

શું છે સ્નાન કરવા માટેનો શ્રેષ્ઠ સમય
સ્નાન ક્યારે કરવું જોઈએ એની તો ડોક્ટર્સ અને મેડિકલ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર ભોજન લીધા બાદ ઓછામાં ઓછો 30થી 45 મિનિટ (શક્ય હોય તો એક કલાક)નો સમય આપવો જોઈએ જેથી પાચનનો પ્રાથમિક તબક્કો પૂર્ણ થઈ શકે. વાત કરીએ આ સમસ્યાનો શું છે શ્રેષ્ઠ વિકલ્પ એની તો હંમેશા જમતાં પહેલાં સ્નાન કરવું જોઈએ. સ્વાસ્થ્ય માટે સૌથી ઉત્તમ આદત એ છે કે જમવા બેસતાં પહેલાં સ્નાન કરી લેવું. તેનાથી શરીર તાજગી અનુભવે છે, ભૂખ ખુલે છે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!