17 વર્ષની કુમકુમ મોહોતે રચ્યો ઇતિહાસ: 3,000 રૂપિયાથી શરૂ થયેલી સફરે એશિયન ગેમ્સમાં અપાવ્યો ‘ગોલ્ડ’ મેડલ!
-
Sunday Special: દાદીમાના આશીર્વાદ અને માત્ર ૩,૦૦૦ રૂપિયાથી શરૂ થયેલા સંઘર્ષ બાદ ૧૭ વર્ષની કુમકુમ મોહોતે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને ઓલિમ્પિક ટિકિટ મેળવી
એશિયન ગેમ્સ 2026માં ભારતીય મહિલા તીરંદાજ કુમકુમ મોહોદે જે કમાલ કરી એનાથી નવો ઇતિહાસ બનાવ્યો છે અને ઓલિમ્પિકમાં પોતાની ટિકિટ પણ મેળવી છે. તીરંદાજીમાં હરણફાળ ભરીને ગોલ્ડ મેડલ ભારતને અપાવ્યો હતો. 17 વર્ષની કુમકુમરે મહિલાઓના રિકર્વ ઈન્ડિવિડિયુઅલ ઈવેન્ટમાં ભારતનું નામ રોશન કર્યુ હતું. એશિયન ગેમ્સમાં રિકર્વ ઈન્ડિવિડિયુઅલ ઈવેન્ટ ફાઈલન રમવા અને જીતનારી પહેલી ભારતીય મહિલા તીરંદાજ છે. કુમકુમની સફળતાની સ્ક્રિપ્ટ તો તેની દાદીમાએ ફક્ત 3,000 રુપિયાથી લખી હતી.
એશિયન ગેમ્સ 2026માં આર્ચરી કુમકુમ મોહોતે પોતાની શાનદાર સફરનો અંત બે ગોલ્ડ અને એક સિલ્વર મેડલ જીતીને કર્યો છે. મહિલાઓની ઈન્ડિવિડિુયુઅલ રિકર્વમાં ગોલ્ડ જીતવાની કમાલ કુમકુમે કરી હતી. એના સિવાય મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં તેને સિલ્વર જીત્યો હતો.
17 વર્ષની ઉંમરમાં એશિયન ગેમ્સમાં ધમાકો કરનારી કુમકુમ મોહોતની તીરંદાજ બનવાની સફરની શરુઆત આઠ વર્ષની નાની ઉંમરે થઈ હતી એ પણ ત્રણ રુપિયાથી અને આ જ પૈસાથી લાકડીનું ધનુષ ખરીદ્યુ હતું.
કુમકુમ મોહોત પિતાની મિઠાઈની દુકાનમાં કામ કરતી હતી અને કમાણીમાંથી મોહોત પરિવારનું ગુજરાન કરતા. કુમકુમને તિરંદાજ બનાવવામાં માતા રુપાલીનું પણ યોગદાન મહત્ત્વનું હતું, જેમાં દીકરીને રમતમાં ડગલેને પગલે પ્રોત્સાહન આપવામાં પાછું વળીને જોયું નહોતું.
2025માં બેંગકોકમાં યોજવામાં આવેલા એશિયા કપમાંથી ઈન્ટરનેશનલ તિરંદાજીમાં કદમ રાખનારી કુમકુમે સખત મહેનત કરીને પોતાની જાતને મજબૂત બનાવી દીધી હતી. એશિયન ગેમ્સ 2026માં પણ નવો ઈતિહાસ સર્જ્યો.
સૌથી પહેલા તેને મહિલા ઈન્ડિવિડિયુઅલ રિકર્વ ઈવેન્ટની જગ્યા બનાવીને લોસ એન્જલસમાં યોજાનારી 2028 ઓલિમ્પિકની ટિકિટ હાંસલ કરી છે, જેમાં ફાઈનલમાં દક્ષિણ કોરિયાની તીરંદાજને શૂટ ઓફમાં હરાવીને ગોલ્ડ મેડલ જીતી. કુમકુમ મોહોતે એશિયન ગેમ્સમાં મહિલાઓના રિકર્વમાં વ્યક્તિગત ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનારી એક માત્ર ભારતીય છે.
