October 2, 2026
ટોપ ન્યુઝ

PM મોદીએ ગુજરાતી કેપ્ટન સ્મિત મચ્છર સાથે કરી ફોન પર વાત, કહ્યું-‘હનુમાન ચાલીસાએ આપી અદ્ભુત શક્તિ’

Spread the love

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્લાઈદુબઈ ઘટનામાં ઘાયલ ભારતીય પાઈલટ કેપ્ટન સ્મિત મચ્છર સાથે ફોન પર વાત કરી. કેપ્ટન સ્મિતે વડા પ્રધાનને પોતાનો અનુભવ કહ્યો હતો અને હિંમત ક્યાંથી મળવા અંગે વાત જણાવી હતી. પીએમ મોદીએ તેમની બહાદુરીની સરાહના પણ કરી હતી, ત્યાર પછી તેમની ઝડપથી સાજા કરવાની પણ શુભેચ્છા વ્યક્ત કરી હતી.  કેપ્ટન સ્મિત મચ્છરે તેલ અવીવ જનારી ફ્લાઈદુબઈ FZ1073 ફ્લાઈટ લઈ જઈ રહ્યો હતો ત્યારે કોપાઈલટે વિમાન ક્રેશ કરાવવાની કોશિશ કરી હતી, ત્યારે ક્રૂઝિંગ ઉંચાઈથી અચાનક હજારો ફીટ નીચે આવી ગયું હતું અને કોકપિટમાં જ બે પાઈલટની વચ્ચે હિંસક મારામારી થઈ હતી

આ હુમલામાં કેપ્ટન સ્મિત ગંભીર રીતે ઘાયલ થયો હતો, પરંતુ હિંમત હાર્યો નહોતો. લોહીથી લથપથ હોવા છતાં કોકપિટનો દરવાજો ખોલવામાં સફળ રહ્યો હતો, ત્યાર પછી આગળ બેઠેલા પ્રવાસીઓ અને ક્રૂના સભ્યોએ કોકપિટમાં જઈને હુમલાખોર પાઈલટને કાબૂમાં લીધો હતો. ફ્લાઈટમાં 174 પ્રવાસી હતા, જ્યારે તેમાં 27 બાળકનો સમાવેશ થાય છે. સ્મિત મચ્છરે બહાદૂરી દાખવીને ફ્લાઈટનું સુરક્ષિત લેન્ડિંગ કરીને 174 પ્રવાસીનો જીવ બચાવ્યો હતો.

ફ્લાઈટમાં બે ઓફ ડ્યૂટી ફ્લાઈદુબઈ પાઈલટ પણ કોકપિટમાં પહોંચ્યા હતા અને વિમાનને કંટ્રોલમાં કર્યું હતું. એના પછી વિમાનને સઉદી અરેબિયાના તબુક એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. ઘટના પછી પીએમ મોદી, ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામીન નેતાન્યાહુ, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ એની પ્રશંસા કરી હતી.

પીએમ મોદીએ કેપ્ટન સ્મિતને પણ જીવની પરવાહ કર્યા વિના બહાદૂરી બતાવી અને સંભવિત 9/11 જેવા આતંકવાદી હુમલાને ખાળવાનો પ્રયાસને બિરદાવ્યો હતો. પીએમ મોદી સાથે વાતચીત વખતે સ્મિત ભાવુક થયો હતો, જ્યારે એમ પણ કહ્યું હતું કે હું દીકરા સાથે હનુમાન ચાલીસાનો પાઠ કરી લઉં છું. આટલી બધી હિંમત કઈ રીતે પ્રાપ્ત કરી એના સવાલના જવાબમાં કહ્યું હતું કે હનુમાન ચાલીસાથી શક્તિ મળી હતી. ગુજરાત સરકારે પણ સ્મિતની અસાધારણ કામગીરીને લઈને ગુજરાત ગરિમા પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરી હતી.

ભારતીય રાજદૂત દીપક મિત્તલે પણ હોસ્પિટલમાં પહોંચીને મુલાકાત કરી હતી. કેપ્ટનની મુલાકાત કર્યા પછી તેમણે સોશિયલ મીડિયા પર માહિતી આપતા લખ્યું હતું કે દીપક મિત્તલે કેપ્ટન સ્મિત મચ્છર અને તેમના પરિવારની મુલાકાત લીધી હતી. કેપ્ટનની તબિયત સારી છે અને ઝડપથી સાજા થઈ રહ્યા છે. દૂતાવાસ નિરંતર તેમની તબિયત સારી રહે એના માટે અપડેટ લઈ રહ્યા છે તથા અધિકારીઓ પણ પરિવારના સંપર્કમાં હોવાનું જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!