ભૂલી જાઓ જાપાનીઝ ટેક્નોલોજી! ભારત લાવવા જઈ રહ્યું છે પોતાની ‘મેડ ઇન ઇન્ડિયા’ સુપરફાસ્ટ બુલેટ ટ્રેન, જાણો ક્યારે દોડશે પાટા પર?
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વચ્ચે ભારત સરકારની મોટી જાહેરાત; હવે 350 કિમીની ઝડપે દોડશે સ્વદેશી B35 અને B28 હાઈ-સ્પીડ ટ્રેનો!
નવી દિલ્હીઃ ઓગસ્ટ 2027માં દેશમાં અમદાવાદથી મુંબઈ વચ્ચે પહેલી બુલેટ ટ્રેન દોડાવવાનું સરકારનું સપનું છે. બે તબક્કામાં પહેલા ગુજરાત પછી મહારાષ્ટ્ર એમ બંને રાજ્યમાં બુલેટ ટ્રેન દોડાવવાનું સપનું સાકાર કરવામાં આવશે. કૂલ ખર્ચની સંખ્યા પણ વધીને ડબલ થઈ ગઈ છે. એક લાખ કરોડને બદલે હવે બુલેટ ટ્રેનનો ખર્ચ આસમાને પહોંચી ગયો છે, જે લગભગ બે લાખ કરોડને પાર થઈ ગયો છે. બુલેટ ટ્રેન દોડાવવા માટે ભારતીય ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની સાથે મેઈડ ઈન ઈન્ડિયા બુલેટ ટ્રેન દોડાવવામાં આવે તો પણ નવાઈ નહીં.
સ્વદેશી બુલેટ ટ્રેન ઈ10 સિરીઝને ટક્કર આપશે
ગુજરાતના બિલિમોરા સુરત રુટમાં બીટૂબી સિરીઝવાળી હાઈ સ્પીડ ટ્રેન દોડાવવામાં આવશે. બુલેટ ટ્રેન દોડાવવા માટે હવે ભારત સરકારે પોતાના દ્વારા નિર્માણ કરેલી હાઈ સ્પીડની ટ્રેન દોડાવવા કમર કસી દીધી છે. ભારત પોતાની સ્વદેશી બુલેટ ટ્રેન દોડાવવાની તૈયારી શરુ કરી છે. રેલવે મંત્રાલયના કેબિનેટ પ્રસ્તાવ અનુસાર ભારતમાં 2030 સુધીમાં હાઈ સ્પીડ ટ્રેન બનાવવાની તૈયારી કરી રહ્યું છે. બી35 ટ્રેનની સ્પીડ કલાકના 350 કિલોમીટરની હશે, જે જાપાનની ઈ10 સિરીઝની બુલેટ ટ્રેનને ટક્કર આપશે.
ટ્રેન કન્ટ્રોલિંગ સિસ્ટમ પણ ડેવલપ કરવાની યોજના
એટલે જાપાનની ઈ5 સિરીઝવાળી ટ્રેનનું નિર્માણ કાર્ય હવે બંધ કરવા જઈ રહ્યું છે અને એની જગ્યાએ જાપાન ઈ10 ટ્રેનનું ઉત્પાદન કરવાની તૈયારી કરી રહ્યું છે. વર્ષ 2030માં આ ટ્રેનનું મેન્યુફેકચરિંગ શરુ કરવાની યોજના છે. 2034 સુધીમાં ઈ10 ટ્રેન ટ્રેક પર દોડાવવાની યોજના છે. જાપાનમાં હાઈ સ્પીડ ટ્રેનના પ્રોડક્શન બદલવાની યોજના વચ્ચે ભારતે પણ સ્વદેશી હાઈ સ્પીડ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી ચૂક્યું છે, જ્યારે એનું કામ પણ ચાલુ કર્યું છે. દેશમાં બી28 હાઈ સ્પીડ ટ્રેનનું મેન્યુફેકચરિંગ શરુ કર્યું છે. ભારત ફક્ત ટ્રેન જ બનાવી રહ્યું નથી, પરંતુ ટ્રેનની કન્ટ્રોલિંગ સિસ્ટમ પણ પોતાની મેળે ડેવલપ કરી રહ્યું છે.
ઓપરેશનલ સ્પીડ પણ કલાકના 249 કિલોમીટરની હશે
હવે સ્પીડની વાત કરીએ તો અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન બી28 દોડાવવામાં આવશે. આ ટ્રેનની સ્પીડ કલાકના 280 કિલોમીટરની ઝડપ હશે, જ્યારે ઓપરેશનલ સ્પીડ પણ કલાકના 249 કિલોમીટરની હશે. બીઈએમએલએ 32 બી28 ટ્રેન બનાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. એટલે ભારતમાં બનેલી હાઈ સ્પીડ ટ્રેન ભારતમાં પહેલા દોડાવી શકાય છે. હવે એ વાત પણ જણાવી દઈએ કે વર્ષ 2015માં ભારતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામકાજના શ્રીગણેશ થયા હતા. પ્રોજેક્ટનો ખર્ચ બેવડો થઈ ગયો છે, જ્યારે ડેડલાઈન પણ વધી રહી છે, જેમાં ખાસ કરીને જમીન સંપાદનથી લઈને ટર્બાઈન મશીન અને ટ્રેન લાવવા મુદ્દે વિલંબ થવાને કારણે ઓપરેશન શક્ય બન્યું નહોતું, પરંતુ આગામી એક વર્ષમાં બુલેટ ટ્રેનમાં મુસાફરી શક્ય બની શકે છે.
