September 28, 2026
અજબ ગજબ

બોલો લંચ બ્રેકમાં આ રીતે મહિલા બની ગઈ કરોડપતિ! આપ્યું આવું રિએક્શન…

Spread the love

સામાન્ય રીતે કોઈ વ્યક્તિને કરોડો રૂપિયાની લોટરી લાગે તો તે ઉજવણીમાં મગ્ન થઈ જાય છે અથવા નોકરી છોડવાના પ્લાન બનાવવા લાગે છે. પરંતુ અમેરિકાના વર્જિનિયામાંથી એક અતિ રોચક અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક સામાન્ય મહિલાએ લંચ બ્રેક દરમિયાન ખરીદેલી લોટરીની ટિકિટથી રાતોરાત તેનું ભાગ્ય બદલાઈ ગયું હતું. આવો જોઈએ કે કઈ રીતે એક ટાઈમપાસ માટે ખરીદેલી ટિકિટે મહિલાને એક ક્ષણમાં કરોડપતિ બનાવી દીધી હતી…

ઓફિસના નિયમિત લંચ બ્રેક દરમિયાન માત્ર સમય પસાર કરવા ખરીદેલી એક ટિકિટે આ મહિલાને સીધી રૂપિયા 16 કરોડ એટલે કે આશરે 2 મિલિયન ડોલરની જેકપોટ પ્રાઈઝ અપાવી દીધી હતી. સૌથી રસપ્રદ બાબત એ રહી કે આટલી મોટી રકમ જીત્યાની થોડી જ મિનિટોમાં મહિલા કોઈ પણ જાતના દેખાડા વિના શાંતિથી ઓફિસ પરત ફરી અને પોતાનું નિયમિત કામ શરૂ કરી દીધું હતું.

લંચ બ્રેકમાં બદલાઈ ગયું ભાગ્ય
વર્જિનિયા સ્થિત આ મહિલા પોતાની ઓફિસના લંચ બ્રેક દરમિયાન નજીકના સ્ટોર પર ગઈ હતી. ત્યાં તેણે સમય પસાર કરવા માટે લોટરી સ્ક્રેચ-ઓફ ટિકિટ ખરીદી હતી. મહિલાએ જ્યારે ટિકિટ સ્ક્રેચ કરી ત્યારે તેના પર જેકપોટ પ્રાઈઝ લાગ્યાનું સામે આવ્યું. શરૂઆતમાં તેને વિશ્વાસ જ નહોતો બેઠો, પરંતુ વિનિંગ અમાઉન્ટ કન્ફર્મ થતાં જ તે સ્તબ્ધ થઈ ગઈ હતી.

કરોડો જીત્યા છતાં ઓફિસ પરત ફરી
રૂપિયા 16 કરોડ જેવી તોતિંગ રકમ હાથમાં આવ્યા પછી સામાન્ય રીતે લોકો તાત્કાલિક રાજીનામું આપવાનો વિચાર કરે છે, પરંતુ આ મહિલાએ કોઈ હોબાળો કર્યા વગર સીધી પોતાની ડેસ્ક પર પહોંચીને બાકી રહેલું કામ પૂરું કર્યું હતું. મહિલાએ જણાવ્યું કે અચાનક આટલા પૈસા મળવાથી તે ખુશ ચોક્કસ છે, પરંતુ તેનું દૈનિક જીવન અને જવાબદારીઓ તરત બદલાઈ જતી નથી.

લોટરીની રકમનું શું કરશે?
લોટરી અધિકારીઓ પાસેથી ઈનામ સ્વીકારતી વખતે મહિલાએ એવી સ્પષ્ટતા કરી હતી કે તે આ રકમનો ઉપયોગ કોઈ ઉડાઉ ખર્ચમાં કરવાને બદલે પોતાના પરિવારના ભવિષ્યને સુરક્ષિત કરવા, લોન ચૂકવવા અને સુરક્ષિત રોકાણ માટે કરશે. આ ઘટના સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહી છે અને લોકો મહિલાના સંયમ તથા કામ પ્રત્યેના સમર્પણના ભરપૂર વખાણ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!