Weekly Horoscope: મેષથી મીન સુધીની તમામ રાશિઓનું જાણો આ અઠવાડિયાનું આખું રાશિફળ?
મેષઃ અઠવાડિયાની શરૂઆત આત્મવિશ્વાસથી ભરેલી રહેશે. સોમવારે ઓફિસમાં તમે આગળ વધીને કમાન સંભાળવા માંગશો અને લોકો પણ તમારી વાત સાંભળશે. બુધવારથી ધ્યાન નાણાં અને પ્રેક્ટિકલ જવાબદારીઓ તરફ વળશે. શુક્રવાર અને શનિવાર મીટિંગ, પ્રેઝન્ટેશન અને જરૂરી વાતચીત માટે સારા છે. કોઈ ડીલમાં તમારું પલ્લું ભારે રહી શકે છે, તેમ છતાં કોઈ એગ્રીમેન્ટ ફાઇનલ કરતા પહેલા તેની શરતો ફરીથી વાંચી લો.
વૃષભ: શરૂઆતના દિવસો ઓફિસમાં થોડા શાંત રહી શકે છે. આ સ્થિતિમાં વણજોઈતી મીટિંગોથી દૂર રહો અને પેન્ડિંગ કામ ચૂપચાપ પતાવી લો, જેનાથી વધુ કામ થઈ શકશે. બુધવાર પછી તમારો કોન્ફિડન્સ વધશે. શુક્રવાર અને શનિવારે કામની વાતચીત અને નવા સંપર્કો બનાવવાની સારી તકો મળશે. ઓફિસનો કોઈ જૂનો મુદ્દો ફરી સામે આવી શકે છે, તેને ધૈર્યથી ઉકેલો.
મિથુન: અઠવાડિયાની શરૂઆતમાં જ કોઈ કામનો પ્રોફેશનલ સંપર્ક બની શકે છે. સહકર્મીઓ, મિત્રો કે પરિચિતો લોકો મદદ માટે આગળ આવશે. બુધવારની આસપાસ થોડી સુસ્તી અનુભવાઈ શકે છે. તે દિવસોમાં દરેક કામ માટે હા કહેવાને બદલે અધૂરા કામ પૂરા કરો. શુક્રવાર-શનિવારે આત્મવિશ્વાસ પાછો આવશે, પ્રેઝન્ટેશન અને જરૂરી વાતચીત માટે આ દિવસો સારા છે. નાણાકીય બાબતોમાં ઠંડા દિમાગથી કામ લો. બચત અને ઘરના ખર્ચાને લઈને તમારી વિચારસરણી સંતુલિત રહેશે, પરંતુ અચાનક કંઈક ખરીદી લેવાનું મન પણ વારંવાર થશે.
કર્ક: અઠવાડિયાની શરૂઆતમાં કરિયરના કામ ઝડપથી આગળ વધી શકે છે. ઓફિસમાં તમે બધાની નજરમાં રહેશો અને મોટી જવાબદારી લેવા તૈયાર દેખાશો. બુધવાર સુધી સહકર્મીઓ અને પ્રોફેશનલ સંપર્કો કામ આવવા લાગશે, ખાસ કરીને જો કોઈ પ્રોજેક્ટમાં મદદ જોઈતી હોય. જો કે આ અઠવાડિયે અધીરાઈ ભારે પડી શકે છે. કોઈ તમારા કામ પર સવાલ ઉઠાવે, તો તરત જવાબ ન આપો. વિચારીને આપેલો જવાબ તમારો પ્રોફેશનલ સંબંધ બચાવી શકે છે. બુધવાર અને ગુરુવારે નાણાકીય બાબતોમાં હલચલ રહેશે. કોઈ પેમેન્ટ આવી શકે છે, ફાયદો થઈ શકે છે અથવા કોઈના દ્વારા આર્થિક મદદ મળી શકે છે.
સિંહ: આ અઠવાડિયે બધાને ઇમ્પ્રેસ કરવાની કોશિશ કરતાં, સતત મહેનત તમને આગળ લઈ જશે. બુધવાર-ગુરુવારે ઓફિસમાં તમારી ઓળખ વધી શકે છે. કામની પ્રશંસા થઈ શકે છે અથવા સિનિયર્સની સામે કોઈ મહત્ત્વનું કામ સંભાળવાની તક મળી શકે છે. શુક્રવારથી ટીમવર્ક અને નેટવર્કિંગ ફાયદો કરાવશે. ઇમેઇલ, પ્રપોઝલ અને એગ્રીમેન્ટ મોકલતા પહેલા તેને એકવાર ફરી જરૂર ચેક કરો. નાણાકીય બાબતોમાં સંયમ રાખવો પડશે. કમાણી, બચત અને પરિવારના ખર્ચા ધ્યાનમાં રહેશે, પણ ખર્ચા પણ વધી શકે છે.
કન્યા: અઠવાડિયાનો પહેલો ભાગ કરિયરના આગલા પગલાની યોજના (પ્લાનિંગ) માટે સારો છે. બુધવારથી કોઈ સિનિયર, મેન્ટર (માર્ગદર્શક) અથવા અનુભવી સહકર્મીની સલાહ ખાસ કરીને કામ આવશે. શુક્રવારથી ઓફિસમાં તમારી ઉપસ્થિતિ વધુ ધ્યાનાકર્ષક રહેશે. તમને તમારું કામ રજૂ કરવા, કોઈ નવી જવાબદારી લેવા અથવા કોઈ ખાસ વ્યક્તિને મળવા માટે કહેવામાં આવી શકે છે. વ્યાવસાયિક ઓળખાણથી પણ મદદ મળશે. પૈસા આ અઠવાડિયે મોટો મુદ્દો રહેશે. બચત, ઘરના ખર્ચ અને ભવિષ્યની સુરક્ષાને લઈને તમે વધુ ગંભીર થઈ શકો છો.
તુલા: આ અઠવાડિયે વાતચીત અને સંપર્કો તમારા કરિયરને વધુ સારું બનાવી શકે છે. કોઈ સહકર્મી કે ક્લાયન્ટ સાથે થયેલી ચર્ચા કોઈ અટકેલું કામ ઉકેલી શકે છે. જેમ-જેમ અઠવાડિયું આગળ વધશે, તેમ-તેમ પ્લાનિંગ, કંઈક નવું શીખવું અને પ્રોફેશનલ પાર્ટનરશિપ વધુ મહત્ત્વપૂર્ણ બનશે. પ્રગતિના યોગ છે, પરંતુ પરિણામ આવવામાં વાર લાગે તો ચીડ પણ થઈ શકે છે. સિનિયરો અને સહકર્મીઓ સાથે વાત કરતી વખતે નરમાશ રાખો, ખાસ કરીને જ્યારે બધા દબાણમાં હોય. સંયુક્ત નાણાં (શેર્ડ મની) પર ધ્યાન આપવું જરૂરી છે. બુધવાર-ગુરુવારે લોન, ટેક્સ, ઇન્શ્યોરન્સ અથવા કોઈની સાથે મળીને રોકાણ કરેલા નાણાં સાથે જોડાયેલા મા,મલા સામે આવી શકે છે.
વૃશ્ચિક: અઠવાડિયાની શરૂઆતમાં અધૂરાં કામો તમારું ધ્યાન માંગશે. સોમવાર પેન્ડિંગ ટાસ્ક, ફોલો-અપ અને ઓફિસની જવાબદારીઓ નિભાવવા માટે સારો દિવસ છે. બુધવારથી ક્લાયન્ટ સાથે વાતચીત અને સાથે મળીને કરવાનાં કામો મહત્ત્વપૂર્ણ થઈ જશે. રવિવાર સુધી કોઈ અનુભવી વ્યક્તિ પાસેથી કામની સલાહ મળી શકે છે, અથવા તમારા લાંબા ગાળાના કરિયર પ્લાનને જોવાનો નવો દ્રષ્ટિકોણ મળી શકે છે. શુક્રવાર-શનિવારે નાણાકીય બાબતોમાં વધુ સાવચેતીની જરૂર છે. લોન, ઇન્શ્યોરન્સ, સંયુક્ત નાણાં અથવા કોઈ અટકેલું પેમેન્ટ સામે આવી શકે છે.
ધન: અઠવાડિયાની શરૂઆતમાં કરિયરની જવાબદારીઓ થોડી ભારે લાગી શકે છે. ઓફિસનું કામ સતત નજરમાં રહેશે, પરંતુ સોમવારે તમારી ક્રિએટિવિટી (સર્જનાત્મકતા) અને પ્રેઝન્ટેશન સ્કિલ કામ આવશે. બુધવારથી રોજિંદા પ્રેક્ટિકલ કામો હાવી થઈ જશે. શુક્રવારથી ક્લાયન્ટ મીટિંગ અને પાર્ટનરશિપ વધુ મહત્ત્વપૂર્ણ બનશે. ઓફિસની દોડધામને વણજોઈતી ખેંચતાણમાં ન બદલવા દો. નાણાં બાબતે તમારી અપેક્ષાઓ થોડી બદલવી પડી શકે છે. વીકેન્ડ પર કોઈ આવનારા પેમેન્ટ, ફાયદો અથવા મિત્રો અને પ્રોફેશનલ સંપર્કો સાથે જોડાયેલી કોઈ વ્યવસ્થા પર ફરીથી વિચાર કરવો પડી શકે છે.
મકર: અઠવાડિયાની શરૂઆતમાં તમે ઘર અને કામ વચ્ચે ખેંચાયેલા અનુભવી શકો છો. પરિવારની કોઈ જવાબદારી ઓફિસના શિડ્યુલમાં દખલ કરી શકે છે. બુધવારથી નવા વિચારો વિચારવા માટે વધુ સમય મળશે. શુક્રવારથી ફરી પ્રેક્ટિકલ જવાબદારીઓ પાછી આવી જશે. વીકેન્ડ પર નવું કમિટમેન્ટ લેવાની ઉતાવળ કરવાના બદલે તમારા વર્તમાન કરિયર પ્લાન પર એક નજર નાખવી વધુ સારું રહેશે. નાણાકીય બાબતોમાં અનુશાસન જરૂરી છે. થકવી નાખનારા દિવસ પછી જાતે જ ઈનામ આપવાના ચક્કરમાં અચાનક કે નકામો ખર્ચ થઈ શકે છે.
કુંભ: વાતચીત અને નેટવર્કિંગ તમારા કરિયરને સારી શરૂઆત અપાવશે. સોમવારે મીટિંગ, લખવા-વાંચવાના કામો અને પ્રોફેશનલ ચર્ચાઓમાં સફળતા મળી શકે છે. બુધવાર સુધી પરિવારની જરૂરિયાતો કામ સાથે અથડાઈ શકે છે, આ સ્થિતિમાં શિડ્યુલ થોડું બદલવું પડી શકે છે. શુક્રવારથી નવા અને ક્રિએટિવ વિચારો આવશે. સ્પર્ધામાં તમે આગળ રહેશો, બસ એટલું જ કામ લો જેટલું ખરેખર પૂરું કરી શકો. નાણા બાબતે અનુશાસન ખૂબ જ જરૂરી છે. તમારી જૂની ખર્ચ કરવાની આદતોને ઈમાનદારીથી જુઓ.
મીન: આ અઠવાડિયે કરિયરમાં આગળ વધવું એ પોતાના વખાણ જાતે કરવાથી નહીં, પરંતુ સારી તૈયારી અને યોગ્ય લોકો સાથેની વાતચીતથી થશે. બુધવારથી મીટિંગ, લખવાના કામો અને નેટવર્કિંગમાં ફાયદો મળશે. શુક્રવારથી પરિવારની જવાબદારીઓ કામ સાથે અથડાઈ શકે છે. પ્રોફેશનલ પાર્ટનરશિપ અને સોદાબાજીમાં તમારું પલડું ભારે રહેશે. બસ એટલું જ વચન આપે જેટલું પાળી શકો. અઠવાડિયાની શરૂઆતથી જ નાણાં તમારા ધ્યાનમાં રહેશે. સોમવાર કમાણી, બચત અને ઘરના ખર્ચનો હિસાબ જોવા માટે સારો દિવસ છે. વીકેન્ડ પર લોન, રોકાણ, ટેક્સ અને સંયુક્ત નાણાં બાબતે સાવચેતી રાખો.
