મોંઘવારીનો મોટો ફટકો: દેશમાં રોજિંદી ચીજવસ્તુઓના વેચાણમાં મોટો ઘટાડો, FMCG સેક્ટર ચિંતામાં!
ઓછો વરસાદ અને ઘટતી આવકને કારણે એપ્રિલથી જૂન દરમિયાન દૈનિક વપરાશની ચીજવસ્તુઓના વેચાણમાં ભારે ઘટાડો નોંધાયો
વધતી મોંઘવારીનો આમ જનતાના ખિસ્સા પર મોટો ફટકો પડ્યો છે. રોજિંદી ચીજવસ્તુઓના વપરાશમાં ઘટાડો થઈ રહ્યો છે. મોંઘવારી, ઓછો વરસાદ, ઘટતી આવકને કારણે એપ્રિલથી જૂન મહિનામાં વેચાણમાં ઘટાડો નોંધાયો છે, જ્યારે તેની સૌથી મોટી અસર ગ્રામીણ વિસ્તારો પર પડી છે.
ભારતના એફએમસીજી માર્કેટ પર સૌથી મોટું સંકટ તોળાઈ રહ્યું છે. રોજિંદા સામાનના વેચાણમાં મંદ માહોલ જોવા મળી રહ્યો છે જેને કારણે કંપનીઓની ઊંઘ હરામ થઈ ગઈ છે. માર્કેટનો રિપોર્ટ ચોંકાવનારો અને ડરાવનારો છે. એપ્રિલથી જૂન મહિનાના એફએમસીજી સેક્ટરમાં ત્રણ મોટા ઝટકા લાગ્યા છે. પહેલા ખર્ચમાં વધારો થયો છે, પરંતુ માલ સામાનની હેરફેરમાં ઘટાડો થયો છે, જ્યારે ત્રીજી વાત સૌથી આઘાતજનક છે. દેશના ગ્રામીણ વિસ્તારોની આવકમાં પણ ઘટાડો થયો છે, જેમાં ખાસ કરીને મંદીનો છે. પરિણામ સૌથી મોટું એફએમસીજી સેક્ટરના વેચાણમાં ઘટાડો થયો છે.
ભવિષ્યમાં ઘટાડાના એંધાણ
સમીક્ષાના બીજા ત્રિમાસિકગાળામાં કૂલ વેચાણ વર્ષના આધારે બે ટકાનો ઘટાડો નોંધાયો છે. મૂલ્યના હિસાબથી એવરેજ ગ્રોથ 0.8 ટકા સુધી મર્યાદિત રહી હતી. માર્કેટની કિંમત 2.8 ટકા છે, જે આંકડા સ્પષ્ટ દર્શાવે છે કે મોંઘવારીને કારણે લોકો સમજી-વિચારીને જીવન જરુરી ચીજવસ્તુઓની ખરીદી કરી રહ્યા છે કે ખરીદવાનું જ ટાળી રહ્યા છે. માર્કેટમાં વિન્ડો શોપિંગ વધી શકે પણ એવરેજ બાઈંગ ઘટી રહ્યું હોવાથી કંપનીઓને ફટકો પડ્યો છે, જે ભવિષ્યમાં વધુ અસર ઘેરી બની શકે.
પેકેજિંગ ખર્ચામાં થયો વધારો
મંદીનો સૌથી મોટો ફટકો ગ્રામીણ ભારત પર પડ્યો છે. ગામમાં એફએમસીજીના વેચાણમાં પાંચ ટકાનો ઘટાડો થયો છે. ગામડાના એફએમસીજી સેક્ટરના વેચાણમાં પાંચ ટકા સુધીનો ઘટાડો થયો છે, જ્યારે શહેરોના વેચાણમાં 0.1 ટકાએ સ્થિર રહ્યો છે. બીજી બાજુ જૂન મહિનામાં મોંઘવારીનો જથ્થાબંધ આંક 9.9 ટકાએ પહોંચ્યો હતો, જ્યારે હોલસેલ મોંઘવારીનો દર 4.4 ટકા હતો. એની સાથે ક્રૂડ ઓઈલના ભાવ પણ બેરલદીઠ 100 ડોલર પાર જવાની શંકાએ પેકેજિંગ ઈન્ડસ્ટ્રી પર પણ અસર પડી હતી જેને કારણે પેકેજિંગ ખર્ચમાં પણ વધારો થયો હતો.
સાત રાજ્યનો કૂલ 86 ટકા હિસ્સો
ગામડામાં મંદીનું સાચું કારણ ખેતીવાડી સંબંધિત છે. જૂનમાં વરસાદ 40 ટકાનો ઘટાડો થયો હતો, જેને લઈ પાકની વાવણીમાં વિલંબ થયો હતો. એના સિવાય ગ્રામીણ બેરોજગારી 5.1 ટકાએ પહોંચ્યો હતો, જ્યારે લેબર ફોર્સ પાર્ટિસિપેશનમાં 0.6 ટકાનો ઘટાડો થયો છે. એની સીધી અસર લોકોના ખિસ્સા પર પડી છે. દેશના સાત રાજ્ય યુપી, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, પંજાબ, મહારાષ્ટ્રમાં વધુ વેચાણ ઘટ્યું છે. કૂલ ઘટાડામાં સાત રાજ્યનો 86 ટકા હિસ્સો છે.
ઈકોમર્સની ભાગીદારી 10 ટકા વધી
મંદીની વચ્ચે ગ્રાહકોની ખરીદીની પેટર્ન પણ બદલાઈ રહી છે. દેશમાં પારંપારિક રીતે 82 ટકા સામાન કરિયાણાની દુકાનમાંથી વેચાણ થાય છે, પરંતુ છેલ્લા ત્રણ મહિનામાં છ ટકાનો ઘટાડો થયો છે. મોર્ડન ટ્રેન્ડ યાને સુપરમાર્કેટમાં 17 ટકાનો ગ્રોથ નોંધાયો છે. ઓનલાઈન ખરીદી બજારમાં પણ ઝડપથી વેચાણ વધી રહ્યું છે. ઈકોમર્સ સેક્ટરમાં 34 ટકા વૃદ્ધિ નોંધાઈ છે. મહાનગરોમાં કૂલ ઈકોમર્સ માર્કેટમાં પણ ક્વિક કોમર્સની ભાગીદારીમાં 74 ટકાથી વધીને 85 ટકા થયો છે.
