ગૌમૂત્રને અમેરિકામાં પણ પેટન્ટ મળી છેઃ પ્રિયંકા ગાંધીના કટાક્ષનો ભાજપના સાંસદ સુધાંશુ ત્રિવેદીએ આપ્યો જવાબ
નવી દિલ્હીઃ કોંગ્રેસનાં સાંસદ પ્રિયંકા ગાંધીએ એનટીએમાં સુધારા માટે ગઠિત ટાસ્ક ફોર્સના સભ્ય પ્રો. વી. કામકોટીને ગૌમૂત્ર એક્સપર્ટ કહેવા પર રાજકારણ ગરમાયું છે, જેને લઈ ગંભીર વિવાદ ઊભો થયો છે. આ મુદ્દે કોંગ્રેસ અને ભાજપ આમનેસામને આવી ગયું છે ત્યારે આ મુદ્દે ભાજપના સાંસદ સુધાંશુ ત્રિવેદીએ કોંગ્રેસની ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે ભારતીય પરંપરાગત જ્ઞાન વિજ્ઞાનને પશ્ચિમમાં વૈજ્ઞાનિક રીતે માન્યતા મળી રહી છે, જ્યારે કોંગ્રેસ એનો તિરસ્કાર કરી રહ્યું છે.
સુધાંશુ ત્રિવેદીએ સંસદમાં કહ્યું કે જે લોકોને ગૌમૂત્ર પર વિરોધ છે તેમણે એક વાત સમજી લેવી જોઈએ કે એન્ટિબેક્ટોરિયલ અને એન્ટિફંગલ ઔષધીય ગુણો માટે અમેરિકામાં પેટન્ટ મળી છે. તેમણે દાવો કર્યો કે અમેરિકન પેટન્ટ સંખ્યા 6410059 ઔષધીય ઉપયોગથી જોડાયેલ છે, જ્યારે ગૌમૂત્ર બાયો-એન્હાસરના રુપે ઉપયોગના સંબંધમાં વૈજ્ઞાનિક પેટન્ટ છે.
રાજ્યસભામાં બોલતા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું છે કે જેમને ગૌમૂત્રની સમસ્યા છે તેમણે જણાવી દઉ કે ગૌમૂત્ર એન્ટિબેક્ટેરિયલ એન્ટિફંગલ મેડિસિનલ વેલ્યુ માટે યુએસમાં પેટન્ટ મેળવી છે. પણ શું કરીએ જેના મગજમાં મેકોલે, માર્કસ ગોબર ભરેલું છે તેમને કઈ રીતે ખબર પડશે. જો આત્મવિશ્વાસ હોત તો જેમ પ્રધાનમંત્રીએ જેમ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક સાયન્સ બનાવી છે, જે પચાસ વર્ષ પહેલા બની હોત.
સાંસદે કહ્યું કે ભારતે દાયકોઆ પહેલા પોતાની પરંપરા આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ અને વૈજ્ઞાનિક પરંપરાને મહત્ત્વ આપવામાં આવ્યું હોત તો હળદર, લીમડા અને તુલસી વગેરે ઉત્પાદનો માટે પેટન્ટ માટે વૈશ્વિકસ્તરે સંઘર્ષ કરવો પડ્યો ના હોત. એઆઈઆઈએ (ઓલ ઈન્ડિયા આયુર્વેદિક ઈન્સ્ટિ્ટયૂટ)નો ઉલ્લેખ કરીને કહ્યું કે દેશ દુનિયામાં પોતાની પરંપરાગત આયુર્વેદિક ચિકિત્સા પ્રણાલીને ઓળખ આપી છે.
ભાજપના સાંસદે કોંગ્રેસ પર પશ્ચિમી અનુકરણ કરવાનો આરોપ મૂકતા કહ્યું હતું કે મગજમાં મેકોલે અને માર્કસનું ગોબર ભરેલું છે, તેમને ભારતીય જ્ઞાન અને પરંપરા ખબર નથી. તેમણે કહ્યું કે ભારતીય વૈજ્ઞાનિક વારસો અને આયુર્વેદ પર ગૌરવ અનુભવવાને બદલે તેમની મજાક ઉડાવવામાં આવે છે.
પ્રિયંકા ગાંધીની ટિપ્પણી પછી સુધાંશુ ત્રિવેદીએ આકરો જવાબ આપ્યો હતો, જ્યારે એના અગાઉ 200થી વધુ યુનિવર્સિટીના પ્રોફેસરે પણ પ્રિયંકા ગાંધીના નિવેદનને વખોડી નાખ્યું હતું.
