ગુજરાત સરકારનો મોટો નિર્ણય: પૂર્વ અગ્નિવીરોને સરકારી નોકરીઓમાં મળશે 20 ટકા અનામત!
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: વર્ગ-3ની સીધી ભરતીમાં અનામત સાથે શારીરિક કસોટીમાંથી પણ મુક્તિ મળશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂર્વ અગ્નિવીરોને રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં વર્ગ-3 સંવર્ગની સીધી ભરતીમાં 20 ટકા અનામત આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. એટલુ જ નહિ, આવી ભરતી માટેની શારીરિક ક્ષમતા કસોટીમાંથી પૂર્વ અગ્નિવીરોને મૂક્તિ આપવા સાથે નિયત ઉપલી વય મર્યાદામાં 3 વર્ષ સુધીની છૂટ આપવાનો નિર્ણય પણ મુખ્યમંત્રીએ કર્યો છે.
અગ્નિવીર સ્કીમની પ્રથમ બેચના સભ્યોને નિયત ઉપલી વય મર્યાદામાં પાંચ વર્ષ સુધીની મૂક્તિ આપવાના પણ મુખ્યમંત્રીએ દિશાનિર્દેશો આપ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂર્વ અગ્નિવીરો માટે કરેલા આ મહત્વપૂર્ણ નિર્ણયોનો લાભ હથિયારી પોલીસ સબ ઈન્સપેક્ટર અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, એસ.આર.પી.ના પ્લાટૂન કમાન્ડર તથા પોલીસ કોન્સ્ટેબલની ભરતી માટે મળવાપાત્ર થશે.
આ ઉપરાંત જેલ વિભાગ હસ્તકની જેલર ગૃપ-2 અને જેલ સીપાઈ તથા વન પર્યાવરણ વિભાગની વનરક્ષક વર્ગ-3 તેમ જ વન પાલ વર્ગ-3 સંવર્ગોની સીધી ભરતીમાં પણ પૂર્વ અગ્નિવીરોને આ લાભ અપાશે.
આર્થિક અને સામાજિક સુરક્ષા પૈકી સેવા નિધિ પેકેજ વત્તા સ્ટેટ સેલરીઃ આર્મીમાંથી મુક્ત થતી વખતે તેમને આશરે 12 લાખનું સેવા નિધિ પેકેજ ટેક્સી ફ્રી મળશે. આ ફંડ સુરક્ષિત રાખીને તેઓ ગુજરાત સરકારની વર્ગ ત્રીજાની ફિક્સ પે અને ત્યારબાદ ફુલ પે નોકરીનો નિયમિત પગાર મેળવી શકશે.
અખિલ ભારતીય સ્તરે ભરતી: વર્ષ 2026 ની આર્મી અગ્નિવીર ભરતી અંતર્ગત દેશભરમાં અંદાજે 25,000થી વધુ જગ્યાઓ માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં ગુજરાતના હજારો યુવાનો પણ દર વર્ષે ભાગ લે છે. ગુજરાતમાં ભરતી રેલીઓ: ગુજરાતમાં જામનગર, અમદાવાદ અને આણંદ જેવા મુખ્ય આર્મી રિક્રુટિંગ ઓફિસ (ARO) દ્વારા દર વર્ષે અગ્નિવીરોની ભરતી માટે ઓનલાઇન પરીક્ષા (CEE) અને શારીરિક કસોટીઓ (રેલીઓ) યોજાય છે.
20 ટકા અગ્નવીર ક્વોટા હેઠળની જગ્યાઓ
. હથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (ASI), હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, એસ.આર.પી. (SRP) પ્લાટૂન કમાન્ડર અને પોલીસ કોન્સ્ટેબલ
. જેલ વિભાગ હેઠળના જેલર ગ્રુપ-૨ અને જેલ ગાર્ડ (જેલ સિપાહી)
. ફોરેસ્ટ ગાર્ડ (વન રક્ષક) વર્ગ-૩ અને ફોરેસ્ટ કન્ઝર્વેટર (વન સંરક્ષક) વર્ગ-૩ કેડર
