અમેરિકાની મોટી હાર? ટ્રમ્પે ઈરાનની શરતો સામે ઝૂકવું પડ્યું; જાણો 14 મુદ્દાનો કરાર
110 દિવસનું યુદ્ધ, ₹122 લાખ કરોડનો ધુમાડો અને 7000થી વધુ મોત બાદ વર્સાય પેલેસમાં ઐતિહાસિક સમજૂતી-કરાર પર હસ્તાક્ષર

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનની સાથે ઐતિહાસિક સમજૂતી-કરાર પર હસ્તાક્ષર કરી દીધા છે, પરંતુ નિષ્ણાતો એમાં અમેરિકાની કૂટનીતિક સૌથી મોટી હાર માની રહ્યા છે. 110 દિવસના યુદ્ધમાં સાત હજારથી વધુ લોકોના મૃત્યુ અને 122 લાખ કરોડ રુપિયાના ધુમાડા પછી ડોનાલ્ડ ટ્રમ્પને ઈરાનની શરતો માનવી પડી છે.
અમેરિકન રાષ્ટ્રપતિ અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાનએ ફ્રાન્સના વર્સાય પેલેસમાં 14 મુદ્દાના સમજૂતી કરારમાં હસ્તાક્ષર કર્યાં છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમ્યુનલ મેક્રોન પણ એ વખતે ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે રસપ્રદ વાત એ છે કે પહેલા વિશ્વ યુદ્ધના પણ એ જ જગ્યાએ હસ્તાક્ષર કર્યા પછી યુદ્ધ ખતમ થયું હતું.
પહેલા વિશ્વયુદ્ધના કરાર પણ ફ્રાન્સમાં થયા હતા
આ અગાઉ સમજૂતી-કરાર 19મી જૂનના થવાના હતા, જેમાં અમેરિકા અને ઈરાનનું ડેલિગેશન એકસાથે હસ્તાક્ષર કરવાની અપેક્ષા રાખવામાં આવી રહી હતી, પરંતુ એમ થયું નથી. ટ્રમ્પે જ એમઓયુ પર ફ્રાન્સમાં સાઈન કર્યા અને ઈરાનના રાષ્ટ્રપતિ પેજેશ્કિયાનએ પણ ઈરાનની સાથે આ સમજૂતી કરારમાં હસ્તાક્ષર કર્યાં છે, જ્યારે મધ્યસ્થી તરીકે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ શાહબાઝ શરીફ પણ સમજૂતીમાં હસ્તાક્ષર કર્યા છે.
યુદ્ધમાં થયેલું આર્થિક નુકસાન
આ યુદ્ધમાં અમેરિકાને રોજનો એક અબજ ડોલરનો ખર્ચ કરવામાં આવતા હતા. યુદ્ધમાં 39 અમેરિકન વિમાન અને ડ્રોન પણ તબાહ થયા છે, જેનો અંદાજિત ખર્ચ બે અબજ ડોલરથી વધુ હતો. અમેરિકન હથિયારના ભંડારમાં પણ 30 ટકા ખર્ચ થયો હતો. અમેરિકામાં મોંઘવારીમાં વધારો થયો છે, જ્યારે અમેરિકન સ્ટોક માર્કેટમાં 7.8 ટકાનો ઘટાડો થયો છે. અમેરિકન ડોનાલ્ડ ટ્રમ્પે પણ સ્વીકાર્યું હતું કે જો આ યુદ્ધ વધુ ચાલ્યું તો ચાર અઠવાડિયામાં દુનિયાનો તેલ ભંડાર ખતમ થઈ જશે અને દુનિયામાં અરાજકતા ફેલાશે. નિષ્ણાતોનું માનવું છે કે વિયેટનામ, અફઘાનિસ્તાન અને ઈરાક પછી અમેરિકાની આ ચોથી સૌથી મોટી કૂટનીતિક અને રણનીતિક હાર છે.
સમજૂતીના મહત્ત્વના મુદ્દા
. 30 દિવસમાં હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજની અવરજવર સામાન્ય થશે
. 30 દિવસમાં અમેરિકન નૌકાદળની નાકાબંધી હટશે
. ઈરાન ક્યારેય પરમાણુ હથિયારો બનાવશે નહીં
. અમેરિકા ઈરાન માટે 300 અબજ ડોલરનું ફંડ ઊભું કરશે
. અમેરિકા ઈરાનના તેલ અને પેટ્રોકેમિકલ સેવામાં છૂટ આપશે
. ઈરાનની ફ્રીઝ કરેલી સંપત્તિઓ પણ અમેરિકા મોકળી કરશે
. 60 દિવસમાં બંને દેશ અંતિમ સમજૂતીમાં ફાઈનલ કરશે
. 60 દિવસની સમજૂતી પછી યુએનએસસીમાં મંજૂરી મળશે
. ટ્રમ્પના દાવા અને હકીકતમાં જમીન-આસમાનનો તફાવત છે
