June 23, 2026
વાસ્તુ ટિપ્સ

ખર્ચાઓ વધે છે, નિયંત્રણમાં નથી? આ 5 વાસ્તુ ઉપાયોથી ઘરમાં વધશે ધન અને બચત!

Spread the love


મહેનત કરવા છતાં નથી ટકતા પૈસા? વાસ્તુ દોષ દૂર કરવા અને આર્થિક તંગીથી મુક્તિ મેળવવા કરો આ અચૂક આ આસાન ઉપાયો

અનેક વખત વ્યકિત ગમે તેટલા પ્રયાસ કરે છે, પરંતુ ખર્ચ પર નિયંત્રણ મેળવી શકતો નથી. ક્યાં પૈસાનો ખર્ચ થાય છે એની પણ ખબર પડતી નથી. એક સાંધે ત્યારે તેર તૂટવાના ઘાટનું નિર્માણ થતું હોય છે ત્યારે આ સંજોગોમાંથી કઈ રીતે મુક્તિ મળી શકે એના અંગે વાસ્તુ શાસ્ત્રમાં અનેક ઉપાયો સૂચવવામાં આવ્યા છે, જેનાથી કદાચ તમને લાભ મળી શકે છે, કઈ રીતે તો ચાલો જાણીએ.

મહત્ત્વની વાત કરીએ તો અનેક વખત સખત મહેનત કર્યા પછી પણ વ્યક્તિને જોઈએ એવી સફળતા મળતી નથી એના માટે કદાચ ધન-પૈસાની બચત થઈ શક્તિ નથી. વાસ્તુ અનુસાર ધનનો વેડફાટ અથવા ખર્ચ થઈ જવાનું બચત નહીં થવા પાછળ વાસ્તુનો દોષ જવાબદાર હોઈ શકે છે. ખરાબ વાસ્તુના દોષને કારણે ઘરમાં આર્થિક પરેશાની, આરોગ્ય સંબંધિત બીમારી અને સંબંધોમાં અવરોધ ઊભો થઈ શકે છે, તેથી નીચે સૂચવેલા ઉપાય કદાચ તમને ફાયદો કરાવી શકે છે

વાસ્તુ અનુસાર તમારા ઘરની દિશા પણ મહત્ત્વની છે. ઘરના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં સૂવાથી બિનજરુરી ખર્ચનો વધારો થાય છે અને નકારાત્મક ઊર્જા વધે છે. વાસ્તુ અનુસાર પૂર્વની દિશામા માથું રાખીને પશ્ચિમ દિશામાં પગ રાખવાનું ઉત્તમ માનવામાં આવે છે. બચત વધારવા માટે વ્યક્તિએ ખાસ કરીને ખર્ચ પર નિયંત્રણ મેળવવામાં ફાયદો થાય છે.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર મંગળવાર, ગુરુવાર અને શનિવારના દિવસે પીપળાના ઝાડ પર બુંદીના લાડુ ધરાવી શકો છો. મંગળવારે હનુમાનજી અને ગુરુવાર ભગવાન વિષ્ણુને પીળા રંગના વસ્ત્રોની સાથે મીઠાઈનું દાન કરી શકો છો. શનિવારે શનિ દર્શન કરવાનું પણ ફાયદાકારક રહી શકે છે. પીપળના વૃક્ષ પર સરસવના તેલથી દીવો કરો તો લાભ થઈ શકે.

છેલ્લે મત્ત્વની વાત તો વાસ્તુ શાસ્ત્ર અનુસાર શુક્રવારે ગાયને દેસી ઘી અને શ્રી સુક્તમ મંત્રોથી હવન કરી શકો. એવી માન્યતા છે કે તેનાથી ધનનો પ્રવાહ વધે છે અને નકારાત્મક ઊર્જા ઘરથી દૂર થાય છે. ઉપરાંત, ઘરના મુખ્ય દરવાજામાં ક્લિયર ક્વાર્ટ્સના વેન્ડસ લગાવવાથી ફાયદો થાય છે. ઘરના ઈશાન ખૂણામાં એક્વેરિયમ લગાવવાથી લાભ થાય છે. આ દિશામાં દેવી-દેવતાઓની જગ્યા માનવામાં આવે છે. આ દિશામાં પાણી સંબંધિત ચીજવસ્તુઓનું રાખવાથી ભાગ્યનો લાભ મળે છે ધનલાભ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!