તાંબાની બોટલમાં પાણી પીતા પહેલાં આટલી ભૂલો કરતા નહીં
કોપર વોટરના ફાયદા મેળવવા ઈચ્છો છો? તો ન્યુટ્રિશનિસ્ટની આ ચેતવણી ખાસ વાંચો, નહીં તો સ્વાસ્થ્ય બગડશે
કોપર બોટલમાં રાખેલું પાણી પીવાનું આરોગ્ય માટે ફાયદાકારક છે, તેથી આજકાલ લોકો પોતાની જીવનશૈલીમાં પણ તાંબાની બોટલમાં પીવાનું રાખે છે. અમુક લોકો રોજ કોપરની બોટલમાં પાણી પીવાનું રાખે છે, જે લોકો રાતના કોપરના ગ્લાસમાં પાણી રાખીને પીવાનું પસંદ કરે છે. એવું પણ કહેવાય છે કે તાબાના ગ્લાસમાં પાણી પીવાથી પાચન શક્તિ બરાબર કરવાની સાથે ઈમ્યુનિટી પણ વધારે છે તથા શરીરને ડિટોક્સ કરવામાં પણ મદદ મળે છે, પરંતુ તમને ખબર છે કે કોપર બોટલમાં પાણી અયોગ્ય રાખવાથી મુશ્કેલ થઈ શકે છે.
એક તો લાંબા સમય સુધી પાણી સ્ટોર કરવાની સાથે પાણીની બોટલ સાફ કરવાનું પણ જરુરી રહે છે. એટલું જ નહીં, જરુરિયાત કરતા કોપર વોટર પાણી શરીરમાં કોપરની માત્રા પણ વધી શકે છે, જેને કારણે આરોગ્ય સંબંધિત સમસ્યા પણ ઊભી થાય છે. આ સંજોગોમાં પણ કોપરની બોટલમાં પાણી રાખવા મુદ્દે અમુક બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ, જ્યારે અમુક ભૂલો પણ કરવી નહીં.
ન્યુટ્રિશિયન કહે છે કે અમુક લોકો કોપર બોટલની સફાઈ કરવા માટે લીંબુનો રસ પણ મિલાવે છે, જે મોટી ભૂલ છે. આ સંજોગોમાં લિંબુમાં રહેલ એસિડ કોપરથી રિએક્ટ કરે છે, જેનાથી ઓમિટિંગ પણ થઈ શકે છે.
કોપર બોટલમાં રાખેલા પાણીને પણ અમુક મર્યાદિત તાપમાનમાં સ્ટોર કરવું જોઈએ, વધુ ગર પાણી અથવા વધુ ઠંડા પાણી પણ બોટલમાં રાખવું જોઈએ નહીં. કારણ કે તાપમાનમાં રાખેલા બદલાવને તાંબાના ગુણને પ્રભાવિત કરે છે. નિષ્ણાતો કહે છે કે અમુક લોકો આખો દિવસ તાંબાની બોટલમાં પાણી રાખે છે, જે આરોગ્ય માટે નુકસાનકારક સાબિત થાય છે. અમુક વખતે કોપર બોટલમાં રાખેલું પાણી નુકસાનકારક છે, જેમાં નોશિયા, ઊલટી અને પેટમાં ઈન્ફેક્શન પણ થઈ શકે છે.
હવે તમારી જાણ ખાતર જણાવી દઈએ કે જો તમારે કોપરની બોટલમાં પાણી પીવું હોય તો રાતના સમયગાળામાં પાણી રાખીને પીવું જોઈએ. એના પછી રોજના 250થી 500 મિલિલીટર પાણી પીવું જોઈએ, જે દરેકના શરીર માટે પર્યાપ્ત છે.
