May 15, 2026
ટોપ ન્યુઝહોમ

NEET Re-Exam: 22 લાખ વિદ્યાર્થી ફરી પરીક્ષા આપશે, જાણો ડેટ

Spread the love

નવી દિલ્હીઃ નીટ (નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ NEET)ની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના સમાચાર આવ્યા છે. 21 જૂનના ફરી નીટની પરીક્ષા ફરી લેવામાં આવશે. એનટીએ (નેશનલ ટેસ્ટિંગ એજન્સી ની પરીક્ષાની તારીખ જાહેર કરતા એનટીએએ ભારત સરકારની સ્વીકૃતિથી ફરી પરીક્ષા 21 જૂન, 2026ના જાહેર કરી છે, જ્યારે ફક્ત એનટીએની સત્તાવાાર માધ્યમોનો વિશ્વાસ કરવાનો અનુરોધ કર્યો છે.
એનટીએએ ભારત સરકારની સ્વીકૃતિથી નીટ (યુજી) 2026ની ફરી પરીક્ષા 21 જૂન, 2026 રવિવારે આયોજિત કરવાનો નિર્ણય લીધો છે, જ્યારે પરીક્ષાર્થીઓ અને તેમના માતાપિતાને ફક્ત એનટીએના માધ્યમોનો વિશ્વાસ કરવાની અપીલ કરી છે.

ગયા અઠવાડિયા દરમિયાન પેપર લીક થયા પછી પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો હતો. આ પરીક્ષામાં લગભગ 22 લાખ વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કર્યું છે. પેપર લીક થયા પછી પરીક્ષામાં લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર ગંભીર સવાલો ઊભા થયા હતા. કોંગ્રેસ સહિતના વિપક્ષોએ વહીવટી પ્રશાસનની કામગીરી પર સવાલ ઊભા કર્યા હતા. જોકે, પેપરલીક થયા પછી સીબીઆઈ દ્વારા તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. આ અગાઉ ત્રીજી મેના પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.

પરીક્ષા રદ કરવામાં આવ્યા પછી દેશભરમાં મેડિકલ કોર્સ માટે નવી પરીક્ષાનું શેડ્યૂલ, એડમિટ કાર્ડ અને એડમિશન ટાઈમલાઈનને લઈ ઉમેદવારો અને માતાપિતામાં અનિશ્ચિતતા ઊભી થઈ હતી. હવે નવી તારીખની જાહેરાત પછી એનટીએએ પણ તમામ અફવા પર પૂર્ણવિરામ લગાવી દીધું છે. એનટીએના જણાવ્યાનુસાર નીટ માટે નવા રજિસ્ટ્રેશન માટે જરુરિયાત નથી. મે 2026માં રજિસ્ટ્રેશન ડેટા, કેન્ડિડેટ અને એક્ઝામિનેશન સેન્ટરને પણ ફરી પરીક્ષા માટે એક્સટેન્શન આપ્યું છે, જેના માટે ફરી રજિસ્ટ્રેશન કરવાનું નથી, જ્યારે ફી લેવામાં આવશે નહીં. ઉપરાંત, પહેલા આપેલી ફી પણ પરત કરવામાં આવશે, જ્યારે એટીએના ઈન્ટરનલ રિસોર્સ મારફત ફરી પરીક્ષા લેવામાં આવશે.

નવી તારીખ જાહેર કર્યા પછી કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે પેપર લીક કરનારા હવે માફિયાઓને સફળ થવા દેવામાં આવશે નહીં, આવા લોકો વિરુદ્ધ સરકાર ઝીરો ટોલરન્સ (સહન ન કરવાની) નીતિ અપનાવી રહી છે. શિક્ષણ મંત્રીએ સ્વીકાર્યું કે નીટ (NEET) નું પેપર લીક થયું હતું. તેમણે સ્વીકાર્યું કે રાધાકૃષ્ણન આયોગના અહેવાલને સંપૂર્ણપણે લાગુ કરવા છતાં કમાન્ડ ચેઇનમાં ક્ષતિ રહી ગઈ હતી. તેમણે વધુમાં જણાવ્યું કે કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI) આ મામલાના મૂળ સુધી જશે. ગેરરીતિનો પ્રયાસ કરનારાઓને સજા આપવામાં આવશે. ફરીથી પરીક્ષા આપવામાં વિદ્યાર્થીઓ પર કોઈ આર્થિક બોજ ન પડે તેનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે સુધારા માટે ઘણા સૂચનો મળ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!