September 17, 2026
ટોપ ન્યુઝ

પાકિસ્તાની યુદ્ધજહાજે ભારતીય જહાજને ટક્કર મારવા જતા ખુદનું નાક કપાયું, જુઓ અંદરની કહાની!

Spread the love

અરબ સાગરના ઉત્તરમાં પાકિસ્તાની જહાજ પીએનએસ હુસૈનએ ભારતીય કોલકાતા ક્લાસ ડિસ્ટ્રોયરને ટક્કર મારવાના અહેવાલને લઈ બંને દેશ વચ્ચે ફરી ઘર્ષણનો માહોલ જોવા મળ્યો હતો. પુરપાટ સ્પીડ અને નાપાક હિલચાલને કારણે પાકિસ્તાનને જ મોટો ફટકો પડ્યો છે. ભારતીય યુદ્ધજહાજને ટક્કર મારવાને કારણે પાકિસ્તાનને જહાજને નુકસાન થયું હોવાના અહેવલા છે. આ ટક્કર પછી ભારત સરકારે પણ તેનો જવાબ આપતા 1991 સમજૂતીના આર્ટિકલ દસનું ઉલ્લંઘન કર્યું હોવાનું પણ જણાવ્યું હતું.

ભારતીય જહાજની આગળ જવાની કોશિશમાં ટકરાયું
અરબ સાગરમાં પંદરમી સપ્ટેમ્બરના સાંજે આંતરરાષ્ટ્રીય જળસીમામાં એક આશ્ચર્યજનક ઘટના ઘટી હતી. ભારતીય નૌકાદળની દેખરેખ હેઠળનું યુદ્ધજહાજ મિશન પર હતું ત્યારે પાકિસ્તાની નૌકાદળનું જહાજ પીએનએસ હુનૈન (એફ273) ઝડપથી ધસી આવ્યું હતું, ત્યારે પીએનએસ હુનૈન સ્ટારબોર્ડ સાઈડથી ભારતીય જહાજની આગળ જવાની કોશિશમાં ટકરાયું હતું.

ઓમાનના દરિયાકિનારાથી 220 કિમી પૂર્વમાં ઘટના ઘટી
આ ટક્કરને કારણે હવે પાકિસ્તાની જહાજનો આગળના હિસ્સામાં મોટા ડેન્ટને નુકસાન થયું છે, જ્યારે તિરાડ પણ પડી ગઈ છે. આ અકસ્માત પછી પીએનએસ હુનૈનને મેઈન્ટેનન્સ માટે પોર્ટ પરત લઈ જવાની નોબત આવી છે, જ્યારે ભારતીય જહાજને કોઈ નુકસાન થયું નથી. ભારતીય કમાન્ડરે સંયમપૂર્વક મોટી હોનારત ટાળી છે. આ બનાવ ઓમાનના દરિયાકિનારાથી લગભગ 220 કિલોમીટર પૂર્વમાં ઘટી હતી.

પાકિસ્તાનની આ હરકત અસ્વીકાર્ય અને બિનજવાબદાર
આ અકસ્માતને કારણે બંને દેશ વચ્ચે દરિયાઈ સીમા તણાવપૂર્ણ માહોલનું નિર્માણ થયું છે. ભારતીય વિદેશ મંત્રાલયે પાકિસ્તાની ચાર્જ ધ અફેર્સને સમન્સ પાઠવીને સજ્જડ વિરોધ નોંધાવ્યો છે. ભારતે જણાવ્યું છે કે પાકિસ્તાનની આ હરકત અસ્વીકાર્ય અને બિનજવાબદાર છે. જહાજ લોગ્સથી પણ જાણવા મળ્યું છે કે આ કોઈ મેકિનિકલ ફેઈલ્યોર નહોતું. પીએનએસ હુનૈને જાણી જોઈને ઝડપથી નજીક આવ્યું હતું, જ્યારે ચેતવણીઓની પણ અવગણના કરવામાં આવી હતી.

દરિયાઈ કોમ્યુનિકેશન લાઈનમાં ચેતવણી આપી હતી
આ ઘટના કઈ રીતે બની એના અંગે અધિકારીએ કહ્યું હતું કે ભારતીય યુદ્ધજહાજ રેગ્યુલર સર્વેલન્સ પર હતું ત્યારે પાકિસ્તાની જહાજ પીએનએસ હુનૈન પોતાની સી સ્પાર્ક એકસરસાઈઝ કરતું હતું ત્યારે ભારતીય જહાજને ટક્કર મારી હતી. ઈન્ટરનેશનલ દરિયાઈ કોમ્યુનિકેશન લાઈન 16 પર કોઈ ચેતવણી પણ આપી નહોતી, પરંતુ એના અંગે પાકિસ્તાને કોઈ પ્રતિક્રિયા આપી નહોતી અને એના પછી પાકિસ્તાની હુનૈને સ્પીડ વધારી હતી.

2011માં એડનની ખાડીમાં પણ આવી કરી હતી હરકત
સ્ટોરબોર્ડ સાઈડથી નજીક આવ્યું હતું ભારતીય જહાજના બો (આગળના હિસ્સા) નજીકથી ક્રોસ કરવાની કોશિશ કરી હતી એ વખતે બંને જહાજ વચ્ચે ટક્કર થઈ હતી. ભારતીય જહાજના કેપ્ટનની સૂઝબૂઝને કારણે મોટી દુર્ઘટના ટાળી હતી, જેમાં પાકિસ્તાની જહાજને નુકસાન થયું હતું. આ ઘટના બંને દેશ વચ્ચે દરિયાઈ ઘર્ષણની સ્થિતિમાં સામેલ થયું છે. આ અગાઉ 2011માં એડનની ખાડીમાં પણ આ પ્રકારની ઘટના ઘટી હતી. આ વખતે પણ તણાવનું નિર્માણ થયું હતું, પરંતુ ભારતે સંયમ જાળવીને નિયંત્રણ રાખ્યું હતું.

સુરક્ષિત અંતર માટે ત્રણ નોટિકલ માઈલના બફરનો નિયમ
ભારતએ આ ઘટનાને 1991 સમજૂતીના આર્ટિકલ 10નું સીધું ઉલ્લંઘન કર્યું હોવાનું જણાવ્યું છે. એપ્રિલ 1991માં ભારત અને પાકિસ્તાનની વચ્ચે લશ્કરી અભ્યાસ, ષડયંત્ર અને સૈનિકોની ગતિવિધિઓને પહેલા સૂચના આપવાની સમજૂતી કરી હતી અને એનો ઉદ્દેશ ગેરસમજથી ઊભા થનારા સંકટોને રોકવાનો હતો, જેથી વિશ્વાસનું નિર્માણ થાય. આર્ટિકલ દસમાં સ્પષ્ટ લખ્યું છે કે આંતરરાષ્ટ્રીય જળસીમામાં સંચાલિત સમયમાં બીજા દેશના નૌકાદળના જહાજ અને સબમરીન એકબીજાથી ત્રણ નોટિકલ (5.56 કિલોમીટર)થી નજીક આવવી જોઈએ નહીં, જેનાથી અકસ્માતો ટળી શકે છે. ત્રણ નોટિકલ માઈલ એકબીજાની સુરક્ષાનું બફર છે અને એનાથી એકબીજાની ઓળખ અને રેડિયો સંપર્ક કરવા અને કોર્સ બદલવાનો પણ સમય પણ મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!