October 22, 2026
નેશનલ

મુસાફરો માટે ખુશખબર: મુંબઈ-બેંગ્લુરુ વચ્ચે શરૂ થશે દેશની પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેન, 8 કલાકની થશે બચત!

Spread the love

દક્ષિણ ભારતને મળશે પહેલી સ્લીપર વંદે ભારત એક્સપ્રેસ; 24 કલાકની સફર હવે માત્ર 16 કલાકમાં પૂરી થશે, જાણો ટાઇમિંગ, રૂટ અને શક્ય ભાડું

મુંબઈથી બેંગ્લુરુ વચ્ચે 1,200થી કિલોમીટર લાંબા અંતર માટે અગાઉ 24 કલાક લાગતા હતા, પરંતુ હવે આગામી દિવસોમાં 16 કલાકનો સમય લાગશે. મુંબઈથી બેંગ્લુરુ વચ્ચે પહોંચવામાં તમારા આઠ કલાકનો સમય લાગશે. સૌથી પહેલી વાર દક્ષિણ ભારત માટે વંદે ભારત સ્લીપર ટ્રેન દોડાવવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

સાઉથ વેસ્ટર્ન રેલવે નવેમ્બરમાં બેંગ્લુરુ-મુંબઈ વંદે ભારત સ્લીપર એક્સપ્રેસને ચલાવવાની તૈયારીમાં છે. કર્ણાટક અને મહારાષ્ટ્ર વચ્ચેના પ્રવાસીઓના વધતા ટ્રાફિકને જોતા રેલવે કનેક્ટિવિટી વધારવાની તૈયારી કરવામાં આવી રહી છે. લોંગ ડિસ્ટન્સનું અંતર ઘટાડવા માટે વંદે ભારત ટ્રેનની શરુઆત કરવામાં આવી છે. બેંગ્લુરુથી મુંબઈથી વચ્ચે પહેલી નવેમ્બરથી ચલાવવાની તૈયારી કરી છે. તહેવારોને ધ્યાનમાં રાખીને રેલવેએ તૈયારીઓ કરી છે. તહેવારોમાં પ્રવાસીઓની વધતી ડિમાન્ડને ધ્યાનમાં રાખીને રેલવે બોર્ડને પ્રસ્તાવ મૂક્યો છે, જેને મંજૂરી મળી જાય મહાનગરોની કનેક્ટિવિટીમાં વધારો થઈ શકે છે.

હાલના તબક્કે સ્પેશિયલ ટ્રેન તરીકે ચલાવવાની તૈયારી ચાલી રહી છે, જેને ટ્રાફિક મળ્યા પછી નિયમિત રીતે ચલાવવામાં આવશે. આ ટ્રેન દક્ષિણ ભારતની સૌથી પહેલી સ્લીપર ટ્રેન હશે, જેમાં 16 કોચ હશે. ઉપરાંત, 11 કોચ થર્ડ એસી, ચાર સેકન્ડ એસી અને એક એસી ફર્સ્ટ ક્લાસ કોચ હશે, જેમાં 823 બર્થ મળશે.

આ ટ્રેન સાંજે બેંગ્લુરુથી 7.50 વાગ્યે મુંબઈ માટે રવાના થશે, જ્યારે મુંબઈ બીજા દિવસે સવારે 11.55 વાગ્યે પહોંચશે. મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પર પહોંચશે, જ્યારે ટ્રેનના હોલ્ટ સ્ટેશન અનંતપુર, ગુંતકલ, રાયચુર, કાલબુર્ગી, સોલાપુર, પુણે અને કલ્યાણ સ્ટેશનનો સમાવેશ થાય છે. આ ટ્રેનનું ભાડું જાહેર કરવામાં આવ્યા નથી, પરંતુ એક અંદાજ પ્રમાણે બેંગ્લુરુથી મુંબઈ 2,600 અને 4,250 રુપિયા વચ્ચે રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!