June 30, 2026
ટોપ ન્યુઝ

માઉન્ટ એવરેસ્ટ પરના ‘ગ્રીન બૂટ્સ’ કોના? 30 વર્ષ પછી ભારત સરકાર કેમ લાવશે પરત!

Spread the love

news18 image credit
લગભગ 30 વર્ષથી માઉન્ટ એરવેસ્ટની ચોટી પર જનારા પર્વતારોહક ગ્રીન બુટ્સ નામથી જાણીતા એક મૃતદેહ પાસેથી પસાર થાય છે, પણ ત્યાંથી પસાર થનારા લોકોને જાણતા નથી એ કોણ છે. આ ગ્રીન બૂટ્સ પહેરેલા પર્વતારોહકનું શબનું પણ લોકોને આશ્ચર્ય રહે છે પણ એ ઓળખ બની ગયો છે. પણ હવે ભારત સરકારના અધિકારીઓ આ મૃતદેહને નીચે લાવવા માટે વિશેષ મિશન હાથ ધર્યું છે. જો આ સફળ રહે તો દાયકાઓથી રહેલા રહસ્ય પરથી પણ પડદો ઊઠી જશે.

ભારત-તિબેટ સીમા સુરક્ષા દળ (આઈટીબીપી)એ એવરેસ્ટ પરથી ગ્રીન બૂટ્સ લાવવા માટે સૌથી ઊંચાઈ પર કામ કરનારી એજન્સી પાસેથી બિડ પણ મગાવી છે. બિડ અનુસાર પસંદ કરનારી ટીમે ઓક્ટોબર સુધીમાં અવશેષોને દિલ્હી લાવવાના રહેશે. નેપાળ સ્થિત એવરેસ્ટ શેરપા અભિયાનના સંસ્થાપક ત્શિરિંગ જાંગબુ શેરપાએ જણાવ્યું હતું કે આ મિશન સામાન્ય પર્વતારોહણથી પણ બેવડું ખતરનાક છે.

ત્શિરિંગ જાંગબુ શેરપાએ દાવો કર્યો છે કે શિક્ષિત પર્વતારોહકની એક ટીમને શબને કાઢવા માટે એક અઠવાડિયાનો સમય લાગી શકે છે. તેઓ અનેક વખત એવરેસ્ટ પર ગયેલા છે અને 2024માં પાંચ શબને પહાડોમાંથી કાઢવાનું નેતૃત્વ પણ કરી ચૂક્યા છે. સૌથી મોટો પડકાર ખરાહ હવામાન હોય છે, તેથી વસંત ઋતુ પહેલા આ અભિયાનને હાથ ધરવાનું મુશ્કેલ રહે છે, પરંતુ જૂન-ઓક્ટોબરની બિડમાં મુશ્કેલીઓ રહે છે એટલું નક્કી.

એ શબે પહેરેલા ગ્રીન કલરના બૂટને કારણે ગ્રીન બુટ્સનું નામ આપવામાં આવ્યું છે. આ શબ દરિયાની સપાટી પરથી લગભગ 37,000 ફૂટની ઊંચાઈ પર આવેલું છે, જે પર્વતારોહકો માટે પણ ઓળખ ચિહ્ન બની ગયું છે. ત્શિરિંગ જાંગબુ શેરપાએ કહ્યું હતું કે પર્વતારોહકોની એક ટીમ પણ બેઝ કેમ્પને કોડ આપે છે કે તેઓ ગ્રીન બુટ્સ નજીક પહોંચી ગયા છે. આ શબ એવરેસ્ટના ડેથ ઝોનમાં 26,200 ફૂટની ઊંચાઈ પર આવેલું છે, જ્યાં ઓક્સિજનનું સ્તર ઓછું હોય છે.

કહેવાય છે કે વર્ષો સુધી ગ્રીન બુટ્સને ત્સેવાંગ પાલજોરના મનાય છે, જે આઈટીબીપીનો 28 વર્ષનો મેમ્બર હતો. 10 મેના શિખર પર પહોંચવાની કોશિશ કરી ત્યારે અચાનક આવેલા તોફાનનો ભોગ બન્યો હતો. આમ સંજોગોમાં પર્વતારોહકો આગળ વધવાનું અભિયાન જારી રાખ્યું હતું, પરંતુ કમનસીબે એક પણ પાછા આવી શક્યા નહીં. લાંબા સમય સુધી એવું માનવામાં આવતું હતું કે ગ્રીન બુટ્સ જ એકમાત્ર વ્યક્તિ હતી જેના અવશેષ મળ્યા હતા.

જોકે, આઈટીબીપીના ટેન્ડરના દસ્તાવેજો અનુસાર મૃતકની ઓળખ ભારતીય સૈનિક તરીકે કરવામાં આવી છે, જે ત્સેવાંગ પાલજોરના સાથી પૈકીનો એક હતો. ડીએનએ પરીક્ષણ અનુસાર અવશેષ દોરજે મોરુપના છે. આ સંશોધન પણ લાંબા સમયથી ચાલતું હતું, જે 1996ના દુખદ અભિયાન અંગે ફરી ચર્ચા શરુ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!