May 13, 2026
ટોપ ન્યુઝહોમ

યુપીમાં કુદરતનો કહેર: વાવાઝોડા અને વરસાદથી ૬૦થી વધુનાં મોત

Spread the love


ભદોહી અને ફતેહપુર સહિત ૩૮ જિલ્લાઓમાં એલર્ટ, ભારે નુકસાનની ભીતિ

ભદોહી/ફતેહપુરઃ દેશના અનેક રાજ્યમાં આકરા ઉનાળાએ લોકોની ઊંઘ હરામ કરી દીધી છે, જેમાં અનેક રાજ્યો હીટવેવ અને ગરમીથી પ્રભાવિત છે, ત્યારે યુપીમાં એક જ દિવસમાં અલગ અલગ રાજ્યમાં બિનમોસમી વરસાદ, વાવાઝોડાના કહેરને કારણે અનેક લોકોનાં મોત થયા છે. ઉત્તર પ્રદેશ ભદોહી, ફેતહપુર અને સોનભદ્ર જિલ્લામાં ભારે વરસાદને કારણે બુધવારે 60થી વધુ લોકોનાં મોત થયા છે. રાજ્યના ભદોહી જિલ્લામાં સૌથી વધુ લોકોનાં મોત થયા છે, ત્યાર બાદ ફતેહપુર અને સોનભદ્રનો સમાવેશ થાય છે.

યુપીમાં ભીષણ વાવાઝોડા, વરસાદને કારણે મોટું નુકસાન થયું હતું. અલગ અલગ જિલ્લામાં વૃક્ષો ધરાશયી થવાની ઘટના, દીવાલ તૂટી પડવા, વીજળી પડવા અને ઘર-દુકાન પરના છાપરા ઉડી જવાની વિવિધ દુર્ઘટનામાં 31 લોકોનાં મોત થયા છે, જ્યારે સેંકડો લોકોને ઈજા પહોંચી છે. મૃતકોની સંખ્યામાં વધારો થયો છે. હવામાન વિભાગના અધિકારીઓએ 38 જિલ્લામાં લોકોને સતર્ક રહેવાની ચેતવણી આપી છે.

હવામાન વિભાગના અહેવાલ અનુસાર પશ્ચિમ ઉત્તર પ્રદેશ ઉપર બનેલા ચક્રવાતી સિસ્ટમ અને દક્ષિણ રાજસ્થાનથી હવાના પ્રભાવથી રાજ્યના અમુક જિલ્લામાં કલાકના 80થી 100 કિલોમીટરની ઝડપથી પવન-ચક્રવાત ફૂંકાઈ શકે છે. બદલાયેલા હવામાનને કારણે બુધવારે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશયી થયા હતા, જ્યારે રસ્તા પર એક વૃક્ષ કાર પર ધરાશાયી થયું હતું.
પ્રયાગરાજ, જૌનપુર, પ્રતાપગઢ અને બાંદામાં કલાકના 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો, જ્યારે બરેલી અને બદાયુમાં અનેક જગ્યાએ સાઈન બોર્ડ અને યુનિપોલ તૂટી પડ્યા હતા.

સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લામાં યુપીમાં ભદોહીમાં સૌથી મોટી જાનહાનિ થઈ છે, ત્યાર પછી પ્રયાગરાજ, ફતેહપુર, ઉન્નાવ, બદાયુ, બરેલી, સીતાપુર, રાયબરેલીનો સમાવેશ થાય છે. એના સિવાય હરદોઈ, ઝાંસી, કાનપુર દેહાત, સંભલ, પ્રતાપગઢ સહિત અન્ય જિલ્લામાં લોકોએ જીવ ગુમાવ્યા છે. મૃતકની સંખ્યા 60 પાર કરી ગઈ છે.

રાજ્યમાં કમોસમી વરસાદને કારણે વીજ વ્યવસ્થા પર અસર થઈ છે. અનેક જિલ્લામાં વીજ પુરવઠો ખોરવાયો છે, જ્યારે રસ્તાઓ પર પણ અવરજવર થઈ છે. ભારે તોફાન-વાવાઝોડાને કારણે કાર-મકાનને પણ નુકસાન થયું છે. હવામાન વિભાગના અહેવાલ અનુસાર લખનઉ, ઉન્નાવ, સીતાપુર, પ્રયાગરાજ, જૌનપુર, પ્રતાપગઢ, બાંદા સહિત 38 જિલ્લામાં આગામી કલાકોમાં વીજળી પડવા અને કલાકના 60 કિલોમીટર ઝડપથી પવન ફૂંકાઈ શકે છે. ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત જિલ્લાના અધિકારીઓને રાહત અને બચાવ કામગીરી ઝડપથી હાથ ધરવાનો આદેશ આપ્યો છે. ઉપરાંત, મૃતકના પરિવારજનોને તાત્કાલિક સહાય પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!