May 15, 2026
ટોપ ન્યુઝ

દેશના ક્યા રાજ્યમાં સૌથી વધુ પેટ્રોલનો થાય છે વપરાશ, જુઓ ટોચના 10 સ્ટેટ?

Spread the love


પેટ્રોલ વપરાશમાં ઉત્તર પ્રદેશ નંબર વન: જાણો ટોચના 10 રાજ્યોની યાદી અને ગુજરાતનો ક્રમ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પેટ્રોલ-ડીઝલનો જરુરિયાત પૂરતો વપરાશ કરવાની માગણી કર્યા પછી સૌને સવાલ થાય છે કે વાસ્તવમાં આપણે આપણી જરુરિયાત કરતા વધુ ઇંધણ વાપરીએ છીએ. પીએમ મોદીની સાથે સરકારના પ્રધાનોએ પણ પોતાના પ્રોટોકોલ કોન્વોયમાં ઘટાડો કર્યો છે, જ્યારે જાહેર પરિવહનનો વપરાશ પણ વધારવાનો અનુરોધ કર્યો છે.

પશ્ચિમ એશિયામાં વધતા તણાવ પછી પેટ્રોલ-ડીઝલ અને ગેસની અનેક દેશોમાં અછત ઊભી થઈ છે, પરંતુ ભારતમાં કોઈ અછત નથી. ભારતમાં સૌથી વધુ પેટ્રોલ-ડીઝલનો વપરાશ થાય છે, પણ તમને ખબર છે કે દેશના ક્યા રાજ્યમાં સૌથી વધુ વપરાય છે પેટ્રોલ-ડીઝલ. પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ (પીપીએસી) દ્વારા જારી કરવામાં આવેલા અહેવાલ અનુસાર દેશના ટોચના દસ પેટ્રોલ-ડીઝલ વાપરનારા રાજ્યની યાદી જાહેર કરી છે. પીપીએસીના આંકડા ફક્ત સૌથી વપરાશ જ નહીં, પરંતુ રાજ્યની આર્થિક ગતિવિધિનો પણ નિર્દેશ કરે છે.

દેશમાં સૌથી મોટું રાજ્ય ઉત્તર પ્રદેશ છે, જ્યાં પેટ્રોલ-ડીઝલનો સૌથી વધુ વપરાશ પણ છે. 2024-25માં યુપીમાં 4,832.8 હજાર મેટ્રિક ટન પેટ્રોલનો વપરાશ નોંધાવ્યો હતો, જેનાથી રાજ્યમાં ઔદ્યોગિક ગતિવિધિઓનો નિર્દેશ કરે છે. મહારાષ્ટ્રને પાછળ રાખીને યુપીમાં વપરાશ વધ્યો છે. યુપીમાં સૌથી વધુ વપરાશ બીજી અન્ય બાબતનો પણ સંકેત આપે છે કે અહીં વસ્તી પણ વધારે છે. રાજ્યમાં એક્સપ્રેસ વે અને રસ્તાઓનું નેટવર્કની સાથે ગામથી શહેર તરફ જવામાં રસ્તા વધુ સરળ બનાવ્યા છે, પરિણામે ઇંધણ વપરાશ માટે સૌથી મોટું સ્ટેટ બન્યું છે.

યુપી સિવાય બીજા ક્રમે મહારાષ્ટ્ર છે. ભલે નંબર ટૂ પોઝિશન પર મહારાષ્ટ્ર હોય, પરંતુ અહીં 4,370 હજાર મેટ્રિક ટન પેટ્રોલનો વપરાશ નોંધાયો છે. મુંબઈ-પુણે જેવા મહાનગરોમાં ખાનગી વાહનોનો પણ વપરાશ વધુ હોવાથી ડિમાન્ડ પણ વધુ રહે છે. ત્રીજા ક્રમે તમિલનાડુ (3,533.7 હજાર મેટ્રિક ટન), કર્ણાટક (3,050 હજાર મેટ્રિક ટન), ગુજરાત (2,710.2 હજાર મેટ્રિક ટન પેટ્રોલનો વપરાશ છે.

ગુજરાતમાં વધતા શહેરીકરણ અને ઔદ્યોગિક વિકાસને કારણે પેટ્રોલનો ઉપયોગ વધ્યો છે, જે દેશમાં પાંચમા ક્રમે છે. અન્ય રાજ્યમાં રાજસ્થાન, દિલ્હી, મધ્ય પ્રદેશ, હરિયાણા અને કેરળનો સમાવેશ થાય છે. કેરળમાં વસ્તી ઓછી હોવા છતાં દસમા ક્રમે છે, જ્યારે સૌથી ઓછું પેટ્રોલનું વેચાણ ગોવા, સિક્કિમ અને પૂર્વોત્તરના રાજ્યમાં મિઝોરમ અને નાગાલેન્ડનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!