May 13, 2026
નેશનલહોમ

મુલાયમ સિંહના પુત્ર પ્રતીક યાદવનું ૩૮ વર્ષે નિધન, જાણો કયા સેક્ટરમાં નામ કમાવ્યું હતું?

Spread the love


અખિલેશ યાદવના ભાઈ અને ફિટનેસ આઇકોન પ્રતીક યાદવે લખનઊમાં અંતિમ શ્વાસ લીધા; રાજકીય આલમમાં શોક

સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમ સિંહના નાના દીકરી પ્રતીક યાદવનું અચાનક નિધન થયું. 38 વર્ષની નાની ઉંમરમાં પ્રતીક યાદવે દુનિયાને અલવિદા કહેવાથી રાજકીય જગતને પણ ચોંકાવ્યું છે. સપા પ્રમુખ અખિલેશ યાદવના સોતેલા ભાઈ અને ભાજપનાં નેતા અપર્ણા યાદવના પતિ પ્રતીક યાદવનું સવારે છ વાગ્યે લખનઊની સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. વહેલી સવારના તબિયત લથડ્યા પછી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આ અહેવાલને લઈ સમાજવાદી પાર્ટીથી લઈને સમગ્ર ઉત્તર પ્રદેશના રાજકીય જગતમાં ગરમાવો આવ્યો છે.

વ્યક્તિગત રીતે વાત કરીએ તો પ્રતીક યાદવ મુલાયમ સિંહ યાદવ અને બીજી પત્ની સાધના ગુપ્તાના દીકરા છે. ભારતના જાણીતા રાજકીય પરિવારમાંથી પ્રતીક યાદવ હોવા છતાં રાજકારણથી દૂર હતા, પરંતુ રિયલ એસ્ટેટ અને ફિટનેસ વર્લ્ડમાં જાણીતા હતા. ઉપરાંત, અભ્યાસમાં પણ બ્રિટનની યુનિવર્સિટી ઓફ લીડ્સમાં ભણીને ભારત પરત ફર્યા હતા, ત્યાર બાદ ફિટનેસ સેક્ટરમાં પોતાની કારકિર્દી બનાવી હતી, જ્યારે એમબીએની પણ ડિગ્રી લીધી હતી. હેલ્થ અને બિઝનેસ સેક્ટરમાં પોતાના વ્યવસાયની શરુઆત કર્યા પછી રિયલ એસ્ટેટ સેક્ટરમાં પોતાનું નામ કમાવ્યું હતું.

સૌથી પહેલા લખનઊમાં ધ ફિટનેસ પ્લેનેટ નામથી જિમની શરુઆત કરી હતી. પોતે પણ ફિટનેસને લઈ ખૂબ સક્રિય રહેતા હતા. સોશિયલ મીડિયા પર પણ ફિટનેસ અને લાઈફસ્ટાઈલ સંબંધિત ફોટોગ્રાફ પણ શેર કરતા. એટલું જ નહીં, Iron Core Fit નામે પોતાનું જિમ પણ શરુ કર્યું હતું. ફિટનેસ સિવાય રિયલ એસ્ટેટમાં સેક્ટરમાં કમર્શિયલ અને રેસિડેન્શિયલ પ્રોજેક્ટ પણ પૂરા કર્યા હતા.

ફોર્બ્સના જણાવ્યાનુસાર પ્રતીક યાદવે ફિટનેસ અન હેલ્થ સેક્ટર પર ફોક્સ રાખ્યું હતું અને ફિટનેસ બ્રાન્ડ મારફત બોડી બિલ્ડિંગ, પાવરલિફ્ટિંગ અને ન્યુટ્રિશન સેક્ટરમાં પણ મોટી ઓળખ બનાવી હતી. 2012માં પણ બોડીબિલ્ડિંગ.કોમ નામે ઈન્ટરનેશનલ ટ્રાન્સફોર્મેશન ઓફ ધ મંથ એવોર્ડ મળ્યો હતો 2019માં આયરન હાઈડ એપેરેલ નામે ફિટનેસ ગારમેન્ટ્સ બ્રાન્ડની પણ શરુઆત કરી હતી. આર્યન કોમ ફીટ નામે હાઈ એન્ડ જિમની ઘણી બ્રાન્ચ શરુ કરી હતી, જેના મારફત મોટી કમાણી કરી હતી.

પ્રતીક યાદવની કૂલ કમાણી કેટલી હોવા અંગે એક અહેવાલ અન્વયે 5.5 કરોડથી લઈને સાત કરોડ હશે, જ્યારે આલિશાન કાર, ઘરનો પણ શોખ હતો. પ્રતીક યાદવ હંમેશાં લેમ્બોર્ગિનીમાં ફરવાનું પસંદ કરતા હતા. જાન્યુઆરી 2026માં પ્રતીક યાદવ પોતાની પત્ની અપર્ણા યાદવને લઈ વિવાદાસ્પદ પોસ્ટ કર્યા પછી બંને સંબંધો તૂટવાની પણ થઈ હતી અને એની વાત છેક છૂટાછેડા સુધી પહોંચી હતી, પરંતુ એના પછી ખૂદ પ્રતીક યાદવએ જ પૂર્ણવિરામ મૂક્યું હતું. પ્રતીક યાદવની પત્ની પણ ભાજપના નેતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!