May 7, 2026
ટોપ ન્યુઝ

ઓપરેશન સિંદૂર: 72 કલાકમાં પાકિસ્તાન કેમ ઘૂંટણિયે પડ્યું હતું?

Spread the love

પાકિસ્તાનના એર ડિફેન્સનો સફાયો અને સ્વદેશી ટેક્નોલોજીનો દબદબો: જાણો કેવી રીતે ભારતે ૪ દિવસમાં પાકિસ્તાનને ઘૂંટણિયે પાડ્યું

ઓપરેશન સિંદૂરના એક વર્ષ નિમિત્તે ભારત સરકારે પોતાના મંત્રીઓને તેના સોશિયલ મીડિયાના સ્ટેટ ઓપરેશન સિંદૂર રાખવાની ભલામણ કરી છે, જ્યારે પીએમ મોદીએ પણ પોતાના ડીપીમાં પણ ઓપરેશન સિંદૂર રાખ્યું છે. સાતમી મેના સવાર સુધીમાં ભારતે હવાઈ ક્ષેત્રે મોટી સિદ્ધિ હાસલ કરી હતી, જ્યારે પાકિસ્તાન પોતાના હવાઈ ઓપરેશન જારી રાખવામાં નબળુ પુરવાર થયું હતું.
આ હુમલો કોઈ નાની લડાઈનું પરિણામ નહોતું, પરંતુ અનેક દિવસો સુધી સાવધાનીપૂર્વક કરેલી યોજના અને દુશ્મનની એર ડિફેન્સ સિસ્ટમનો સફાયો કરવાનું પરિણામ હતું. મે 2025માં ભારત સરકારે છઠ્ઠી મેના મોડી રાતના પાકિસ્તાન અને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પીઓકે) સ્થિત આતંકવાદી ઠેકાણા પર હુમલો કર્યો હતો.

જ્યારે એના જવાબમાં પાકિસ્તાને ભારતના અનેક શહેરો અને લશ્કરી ઠેકાણા પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે ભારતે પણ પાકિસ્તાનના લશ્કરી ઠેકાણા પર મજબૂત હુમલા કર્યા હતા. ચાર દિવસના સંઘર્ષ વચ્ચે 10મી મેના પાકિસ્તાન ઘૂંટણિયે પડીને યુદ્ધવિરામની ડિમાન્ડ કરી હતી. પાકિસ્તાનને પડેલા ફટકામાં પાકિસ્તાની એરબેઝ, એર ડિફેન્સ સિસ્ટમ સહિત અનેક લશ્કરી યુનિટ્સને નિશાન બનાવ્યા હતા.

અમેરિકન સેનાના પૂર્વ મેજર જોન સ્પેન્સરે કહ્યું હતું કે આઠ મેના ભારતે પાકિસ્તાનના લશ્કરી ઠેકાણા પર હુમલા કર્યા હતા, જ્યારે નવમી મેના પણ હુમલા કર્યા હતા. લોઈટરિંગ મુનિશન પ્રકારના હુમલો કર્યા હતા, જેનો ઉદ્દેશ રડાર અને મિસાઈલ સિસ્ટમ પણ દબાણમાં આવી હતી. સ્પેન્સરે જણાવ્યું છે કે આ હવાઈ હુમલા મહત્ત્વપૂર્ણ હતા કારણ કે લડાકુ વિમાન આમનેસામને આવ્યા હતા, જ્યારે દુશ્મનની સંરક્ષણ પ્રણાલી ધ્વંસ્ત થઈ ગઈ હોત.

ભારતની એસ400 મિસાઈલ સિસ્ટમ એક હાઈ વેલ્યુ એરબોર્ન પ્લેટફોર્મના લગભગ300 કિલોમીટર દૂરથી નિશાન સાધવામાં આવ્યું હતું, જેને કારણે પાકિસ્તાન એરફોર્સનું ઓપરેશન ક્ષેત્ર મર્યાદિત થઈ કયું હતું અને સાવધાની રાખવાની નોબત આવી હતી, જેમાં પાકિસ્તાને ભારતના ભારતીય વિમાનોને તોડી પાડવામાં સફળતા મળી હતી, પણ પહેલો હુમલો ભારતનો ખતરનાક રહ્યો હતો. પાકિસ્તાને એના પછી સેંકડો ડ્રોન હુમલો કર્યો એના પછી સીએમ400 એકેજી મિસાઈલ, ફતેહ અને હત્ફ રોકેટ છોડ્યા હતા, પરંતુ ભારતની એર ડિફેન્સ સિસ્ટમે રોકી લીધા હતા. ભારતે પોતાની સ્વદેશી આઈએસસીસીસીએસ (ઈન્ટિગ્રેટેડ એર કમાન્ડ, કંટ્રોલ એન્ડ કોમ્યુનિકેશન સિસ્ટમ)નો ઉપયોગ કર્યો હતો, જેને પાકિસ્તાનના હુમલાને નિષ્ફળ બનાવ્યા હતા.

જોન સ્પેન્સરે લખ્યું કે આ આધુનિક યુદ્ધમાં ફક્ત લડાકુ વિમાનો એકબીજા સામે લડ્યા નહોતા. એમાં એન્ટિ એરક્રાફ્ટ ગન, ઈલેક્ટ્રોનિક વોરફેર, કમાન્ડ નેટવર્ક અને ઈન્ટિગ્રેટેડ સિસ્ટમે મહત્ત્વની ભૂમિકા નિભાવે છે. બીજી બાજુ પાકિસ્તાન ચીનના હથિયારો પર નિર્ભર હતું, જેમાં શરુઆતમાં સફળતા મળી હતી, પણ ભારતે જ્યારે પાકિસ્તાનની મહત્વપૂર્ણ નોડ્સને નષ્ટ કરી ત્યારે પાકિસ્તાન લડવા માટે સક્ષમ રહ્યું નહોતું. ઓપરેશન સિંદૂર એક સટિક યોજના હતી, જે સ્વદેશી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને નાની નાની બાબતોનું ધ્યાન રાખીને કરેલા હુમલાને કારણે ભારતને સફળતા મળી હતી. આ સંઘર્ષે સ્પષ્ટ કર્યું હતું કે ભવિષ્યમાં યુદ્ધ સિસ્ટમની મજબૂતી અને નિરંતર દબાણ ઊભું કરવામાં નિર્ણાયક સાબિત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!