રાહુલ ગાંધી જેને ’21મી સદીનો નશો’ કહે છે, એ જ રીલ્સના રંગે હવે સાંસદો પણ રંગાયા, કોણ છે?
રીલ્સને ’21મી સદીનો નશો’ ગણાવતા નેતાઓ પણ ઘેલા થયા! જાણો સંસદ પરિસરમાં કેમ જામ્યો છે વીડિયો બનાવવાનો ક્રેઝ

જેન-ઝી આંદોલન પછી ભારતના શિક્ષણ પ્રધાને રાજીનામું આપ્યું, જે કદાચ પહેલી વાર નહીં, પરંતુ અગાઉ બન્યું નહોતું. મૂળ નીટ પેપર લીક પછી દેશમાં આંદોલન ફાટી નીકળ્યું, સરકારે પહેલા આ આંદોલનને ભાવ આપ્યો નહોતો, પરંતુ ધીમે ધીમે મોટું સ્વરુપ પકડ્યું આખરે સરકારે આંદોલન કરનાર સામે નમતું જોખ્યું. એના પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આંદોલન કરનારાને મેસેજ આપ્યો હતો. એના પછી પીએમ, વિપક્ષના નેતા રાહુલ ગાંધીથી લઈને તમામ સાંસદો પણ હવે સોશિયલ મીડિયા પાછળ પડી ગયા છે. એના પછી રાહુલ ગાંધીએ તો આરોપ મૂક્યો હતો યુવાનોને રીલ્સ બતાવવા અને બનાવવામાં વ્યસ્ત રાખી રહ્યા છે. તેમણે 21મી સદીનો નશા ગણાવ્યો છે. ભલે રાહુલ ગાંધી કે પછી અન્ય કોઈ નેતા કહે, પરંતુ વાસ્તવિકતા એ છે કે હવે દેશના જાણીતા નેતાઓ પણ રીલ્સની રંગીલી દુનિયામાં વ્યસ્ત અને મસ્ત છે.
સંસદ પરિસરમાં સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવવા અને વીડિયો બનાવવાને કારણે અનેક સાંસદો જનતા અને મીડિયાની વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બની રહ્યા છે. આ જ સંસદની મર્યાદા અને વ્યક્તિગત અભિવ્યક્તિને લઈ વિવાદો પણ થયા છે. ખાસ વાત એ છે કે સંસદના પરિસરમાં ફક્ત વિપક્ષના સાંસદો નહીં, પરંતુ વિપક્ષના સાંસદોનો પણ સમાવેશ થાય છે. કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ શશી થરુર, શિવસેનાનાં સાંસદ પ્રિયંકા ચતુર્વેદી, સંજય રાઉત સહિત અનેકના નામ લેવાય છે. અમુક સાંસદોએ તો જાણે પોતાની ચેનલ ચલાવી રહ્યા હોય તેમ રેગ્યુલર બાઈટ પણ સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.
દૂર તક છાયે થે બાદલ ઔર કહી સાયા ના થા, ઈસ તરહ બરસાત કા મૌસમ કભી આયા ના થા
રાહુલ ગાંધીએ રીલ્સને 21મી સદીનું દૂષણ અથવા નશો કહ્યું છે, પરંતુ પોતે પણ જાણે અજાણે રીલ્સ બનાવીને કોંગ્રેસનો પ્રચાર કરે છે. મોન્સૂન સત્રમાં અનેક સાંસદોએ સંસદ પરિસરમાં રહીને રીલ્સ બનાવ્યા હતા અને પોસ્ટ પણ કર્યાં હતા. પશ્ચિમ બંગાળના જાણીતા અને બેબાક સાંસદ સયાની ઘોષે પણ સંસદ પરિસરમાં રહીને એક રીલ બનાવી હતી. મોન્સૂન થીમવાળી એક રીલ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. રીલ્માં તેમણે લખ્યું હતું કે દૂર તક છાયે થે બાદલ ઔર કહી સાયા ના થા, ઈસ તરહ બરસાત કા મૌસમ કભી આયા ના થા. લંચ બ્રેક પછી સંસદ પરિસરમાં વરસાદની મજા લેતો વીડિયો ક્યારેય કોઈએ જોયો નહીં હોય, પરંતુ આ સહજતા પણ સાંસદોએ જેન-ઝી કલ્ચરમાં કેળવી લીધી છે.
રાઘવ ચઢ્ઢાથી લઈને ઈમરાન પ્રતાપગઢી પણ છે શોખીન
સયાની ઘોષ સિવાય ટીએમસીનાં સાંસદ મહુઆ મોઈત્રા પણ સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે. ગયા અઠવાડિયામાં સંસદીય કાર્યવાહી સ્થગિત કર્યા પછી સંસદ પરિસરમાં રીલ્સ બનાવી હતી. એ જ રીતે આમ આદમી પાર્ટી (આપ)માંથી ભાજપમાં જોડાયેલા રાઘવ ચઢ્ઢા પણ સોશિયલ મીડિયા પર રહે છે એક્ટિવ. રાઘવ ચઢ્ઢાએ પણ પોતાના સહયોગીની મદદથી રીલ્સ તૈયાર કરી હતી, જે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ હતી. એ જ રીતે રાહુલ ગાંધીની પાર્ટીના સાંસદ ઈમરાન પ્રતાપગઢી પણ ઈન્સ્ટાગ્રામ પર પોતાની રીલ્સ શેર કરે છે. ઈમરાન પ્રતાપગઢીએ સંસદ પરિસરની રીલ્સ શેર કરે છે. સંસદના મોન્સૂન સત્રમાં સંસદ પરિસરમાં તૈયાર કરેલી રીલ શેર કરી હતી.
