May 6, 2026
નેશનલ

બંગાળમાં હિંસાની હોળીઃ ભાજપના દિગ્ગજ નેતાના પીએની હત્યા, 24 કલાકમાં પાંચ હત્યા

Spread the love


શુભેન્દુ અધિકારીના પીએ સહિત અનેક ભાજપ કાર્યકર્તાઓની હત્યાથી ખળભળાટ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળ સહિત કેન્દ્ર શાસિત પ્રદેશ મળીને કૂલ પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણીના પરિણામો પછી દેશના પશ્ચિમ ભારતમાં શાંતિના બદલે અશાંતિનું નિર્માણ થયું છે. પશ્ચિમનું સૌથી મોટું રાજ્ય પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો પછી હિંસામાં દિવસે દિવસે વધારો થયો છે, જેમાં પરિણામોના 24 કલાકમાં પાંચ જણની હત્યા થઈ છે.

ભાજપના દિગ્ગજ નેતા શુભેન્દુ અધિકારીના પીએની મોડી રાતના હત્યા કરી નાખવામાં આવી હતી. ઘટનાસ્થળે તાબડતોબ ફાયરિંગ કરવાથી ઘટનાસ્થળે ગંભીર ઈજા પહોંચી હતી, જ્યાં હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. ચૂંટણી પ્રચારમાં શુભેન્દુ અધિકારી સાથે ચંદ્રનાથ રથે મહત્ત્વની કામગીરી અદા કરી હતી. હુમલાખોરોએ તેનો પીછો કરતા ગાડી રોકીને તાબડતોબ ફાયરિંગ કર્યું હતું. સાક્ષીઓએ કહ્યું કે હુમલાખોરો બાઈક પર આવ્યા હતા, જેમણે ત્રણથી ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતું.

આ બનાવ પછી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ ફેલાઈ ગયો હતો, જ્યારે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પર ગંભીર સવાલ કરવામાં આવી રહ્યા છે. ચૂંટણીના પરિણામો પછી પશ્ચિમ બંગાળમાં હિંસામાં વધારો થયો છે, જેમાં મંગળવારે રાજારહાટ-ન્યૂટાઉન વિધાનસભાના વિસ્તારમાં તૃણમુલ કોંગ્રેસ પાર્ટી (ટીએમસી)પર ભાજપના કાર્યકર્તાની હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. હારથી નાસીપાસ થયેલી ટીએમસીના સમર્થકો ભાજપના કાર્યકર્તાની હત્યા કરી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

આ ન્યૂટાઉનના બલિગુડી વિસ્તામાં કરી હતી. મધુમંડલ નામના ભાજપના એક કાર્યકર્તાએ સોમવાર જીત પછી પોતાના ઘરથી અમુક અંતરે ભાજપના ઝંડા લગાવ્યા હતા. એ વખતે ઝંડા લગાવવાના વિવાદને લઈ ટીએમસીના કાર્યકર્તાની સામે વિવાદ થયો હતો. બંને વચ્ચે વિવાદ થયા પછી મધુ મંડલને ઘેરી લેવામાં આવ્યો હતો અને એના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તેને ગંભીર ઈજા પહોંચ્યા પછી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ટીએમસી સત્તામાંથી ગયા પછી હિંસાના કિસ્સામાં વધારો થયો છે. બંગાળ પોલીસે અત્યાર સુધીમાં હિંસા, આગજની, તોડફોડ, મારપીટના લગભગ 200થી વધુ કેસ નોંધ્યા છે, જ્યારે તોફાનો કરવાના કિસ્સામાં 400થી વધુ લોકોની ધરપકડ પણ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!