May 5, 2026
ટોપ ન્યુઝહેલ્થ

બાળકોમાં વધતા ડાયાબિટીસને લઈ સરકારે જારી કરી નેશનલ ગાઈડલાઈન્સ, જાણશો તો ફાયદામાં રહેશો

Spread the love

‘ગાઈડન્સ ડોક્યુમેન્ટ ઓન ડાયાબિટીસ મેલિટસ ઈન ચિલ્ડ્રન’ નામનો આ દસ્તાવેજ બાળકોમાં ડાયાબિટીસની ઓળખ, તપાસ અને સારવાર માટેની પદ્ધતિ નક્કી કરે છે. ચાલો જાણીએ કે આખરે શું છે સરકારની આ નવી ગાઈડલાઈન્સ અને આખરે બાળકોમાં કેમ ડાયાબિટીસના કિસ્સામાં વધારો જોવા મળી રહ્યો છે-
ભારતમાં બાળકોમાં વધી રહેલા ડાયાબિટીસના કેસોને ધ્યાનમાં રાખીને સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા પ્રથમ વખત રાષ્ટ્રીય સ્તરે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ‘ગાઈડન્સ ડોક્યુમેન્ટ ઓન ડાયાબિટીસ મેલિટસ ઈન ચિલ્ડ્રન’ નામનો આ દસ્તાવેજ બાળકોમાં ડાયાબિટીસની ઓળખ, તપાસ અને સારવાર માટેની પદ્ધતિ નક્કી કરે છે. ચાલો જાણીએ કે આખરે શું છે સરકારની આ નવી ગાઈડલાઈન્સ અને આખરે બાળકોમાં કેમ ડાયાબિટીસના કિસ્સામાં વધારો જોવા મળી રહ્યો છે-

ડાયાબિટીસના ઓળખ માટે ‘4T’ ફોર્મ્યુલા
બાળકોમાં ડાયાબિટીસની વહેલી ઓળખ માટે ‘4T’ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે, જે માતા-પિતા અને શિક્ષકો માટે અત્યંત મહત્વના સંકેતો છે. ચાલો જોઈએ શું છે આ 4T:
. Toilet (વારંવાર પેશાબ આવવો): બાળકને સામાન્ય કરતા વધુ વખત પેશાબ માટે જવું પડવું.
. Thirsty (વધારે તરસ લાગવી): સતત તરસ લાગવી અને વધુ પ્રમાણમાં પાણી પીવું.
. Tired (લગાતાર થાક લાગવો): બાળક વારંવાર થાક અનુભવે અને સુસ્તીમાં રહેવું.
. Thinner (અચાનક વજન ઓછું થવું): પૂરતો ખોરાક લેવા છતાં બાળકના વજનમાં અચાનક ઘટાડો થવો.

નવી ગાઈડલાઈનની આ છે ખાસિયતઃ
ફ્રી ટ્રીટમેન્ટ: આ યોજનાની સૌથી ખાસ વાત તો એ છે કે સરકારી હોસ્પિટલ સરકારી હોસ્પિટલોમાં બાળકોને જરૂરી તપાસ, ઇન્સ્યુલિન, ગ્લુકોમીટર અને ટેસ્ટ સ્ટ્રીપ સહિતની તમામ સુવિધાઓ મફત આપવામાં આવશે.
વ્યાપક સ્ક્રિનિંગ: જન્મથી લઈને 18 વર્ષ સુધીના બાળકોનું સ્કૂલ અને સમુદાય સ્તરે સ્ક્રિનિંગ કરવામાં આવશે.
સમાન વ્યવસ્થા: ગામડાં અને સ્કૂલ સ્તરથી લઈને જિલ્લા હોસ્પિટલ અને મેડિકલ કોલેજ સુધી સારવારની કડીને જોડવામાં આવી છે.
ટ્રેઈનિંગ: પરિવારના સભ્યોને ઇન્સ્યુલિન આપવા, શુગરની તપાસ કરવા અને ઈમરજન્સીમાં શું પગલાં લેવા તે અંગે ખાસ તાલીમ આપવામાં આવશે.

ડાયાબિટીસના જોખમો
જો બાળકોમાં ડાયાબિટીસની ઓળખ સમયસર ન થાય તો તે કિડની ફેલ થવી, આંખોની રોશની ગુમાવવી કે હૃદય સંબંધિત ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. સામાન્ય રીતે બાળકોમાં ટાઈપ-1 ડાયાબિટીસ વધુ જોવા મળે છે, જેને કારણે શરીર ઇન્સ્યુલિન બનાવવાનું બંધ કરી દે છે. જ્યારે ટાઈપ-2 ડાયાબિટીસ માટે ખરાબ જીવનશૈલી અને શારીરિક પ્રવૃત્તિનો અભાવ મુખ્ય કારણો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!