ડોલર ઈન્ડસ્ટ્રીઝના સ્થાપકનું નિધન: કઈ રીતે ઊભું કર્યું હતું 1,700 કરોડનું સામ્રાજ્ય?
1,700 કરોડનું બિઝનેસ સામ્રાજ્ય છોડી ગયા દીનદયાલ ગુપ્તા, જાણો કેવી રહી ભવાની ટેક્સટાઈલ્સથી ‘ડોલર’ સુધીની પ્રેરણાદાયી સફર
સલમાન ખાનથી લઈને અક્ષય કુમાર અને સૈફ અલી ખાન અને યામી ગૌતમથી લઈને ચિત્રાગંદા સિંહ સુધીની દિગ્ગજ કલાકારો જેના બ્રાન્ડ એમ્બેસેડર રહ્યા. પુરુષો અને મહિલાઓના અંડરવિયર, કેમિસોલ જેવી હોજિયરી પ્રોડક્ટનો પ્રચાર કર્યો એ ડોલર ઈન્ડસ્ટ્રીઝના ફાઉન્ડર દીનદયાલ ગુપ્તાનું શનિવારે નિધન થયું. 88 વર્ષના દીનદયાલ ગુપ્તા લાંબા સમયથી ઉંમર સંબંધિત બીમારીથી પીડાતા હતા. પરિવારમાં પત્ની, ચાર દીકરા-વહૂઓ અને પૌત્રને મૂકી ગયા છે.
દીનદયાલ ગુપ્તાનો ઈતિહાસ બહુ ગોલ્ડન અને પડકારજનક રહ્યો હતો. 54 વર્ષ પહેલા તેમણે ડોલર ઈન્ડસ્ટ્રીઝનો પાયો નાખ્યો હતો, જ્યારે એ સમયે ભવાની ઈન્ડસ્ટ્રીઝથી કંપની ઓળખાતી હતી, પરંતુ આજે એ કંપનીનું નામ તો બદલાવવાની સાથે 1,700 કરોડનું સામ્રાજ્ય ધરાવે છે. હોજિયરી અને ઈનરવિયર સેક્ટરની દિગ્ગજ કંપની બનાવવા માટે દીનદયાલ ગુપ્તાએ સખત મહેનત કરી હતી. શૂન્યમાંથી સર્જન કરનારા દીનદયાલ ગુપ્તાની જીવનગાથા પ્રેરણાદાયક રહી હતી અને આજે તેમના પરિવાર ડોલર ઈન્ડસ્ટ્રીઝનું કદ 1,700 કરોડ રુપિયાથી વધુનું છે.
દીનદયાલ ગુપ્તાના જીવનની વ્યક્તિગત વાત કરીએ તો હરિયાણાના ભિવાની જિલ્લામાં તેમનો જન્મ થયો હતો. પૈતૃક ગામ માનહેરુ છે, જ્યારે તેમનો જન્મ એક સામાન્ય પરિવારમાં થયો હતો. ગામમાં તો જાજી પ્રગતિ હતી, તેથી કોલકાતા 1962માં પહોંચ્યા હતા. જ્યાં શહેરની હોજિયરી ઈન્ડસ્ટ્રીમાં કામ કરવા લાગ્યા, જ્યાં એક દાયકા સુધીનો અનુભવ મેળવ્યો હતો. 1986માં જ્યારે તેના દીકરા વિનય કુમાર અઢાર વર્ષના હતા ત્યારે પોતાના વ્યવસાયમાં સામેલ કર્યા હતા, ત્યારે કંપનીની વાર્ષિક આવક 30 લાખ રુપિયા હતી ત્યારે રુપા અને લક્સ જેવી દિગ્ગજ કંપનીને સ્પર્ધા આપવાનું ચાલુ કર્યું હતું.
કંપનીનો અસલી ટર્નિંગ પોઈન્ટ 1991માં દિવાળી ડિનર વખતે આવ્યો. દીનદયાલ પોતાના મોટા દીકરા વિનોદ ગુપ્તા (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા અને 1987માં ફર્મમાં ઓડિટ કરી રહ્યા હતા) ત્યારે પોતાની કોર્પોરેટ કંપની છોડીને પારિવારિક બિઝનેસમાં જોડાઈને એક્સપાન્ડ કરવાનું વિચાર્યું અને એમ જ કર્યું. કંપનીનું કામકાજ કમ્પ્યુટરાઈઝિંગ કર્યું અને રિટેલર્સ માટે ક્રેડિટ સુવિધા અને માર્જિનમાં વધારો કર્યો હતો તથા આક્રમક માર્કેટિંગ શરુ કર્યું હતું, જેનાથી વેચાણમાં વધારો થયો હતો.
ડોલર નામ કઈ રીતે મળ્યું
વર્ષ 1998માં કંપનીનું નામ ભવાની ટેક્સટાઈલ્સથી બદલીને ડોલર ઈન્ડસ્ટ્રીઝ કર્યું હતું, જે એક માસ્ટરસ્ટ્રોક સાબિત થયું હતું. ડોલર દુનિયાની સૌથી મોટી ચલણી મુદ્રા છે, જે તાત્કાલિક યાદ આવવાની સાથે પ્રીમિયમ અનુભવ પણ આપે છે. વિનોદ ગુપ્તાએ નેટવર્ક મોટું બનાવવા માટે મનાલી, ગોવા અને કાઠમંડુ જેવી જગ્યાએ એક્સક્લુઝિવ મીટનું આયોજન પણ કરવામાં આવ્યું.
સફળતાનું રહસ્ય શું છે?
દીનદયાલ ગુપ્તાએ સફળતાનું રહસ્ય જણાવતા કહ્યું હતું કે તેમની સખત મહેનત, સ્માર્ટ બ્રાન્ડિંગ અને પારિવારિક એકતામાં હતા, જેમ જેમ સમય વીતતો ગયો તેમ ડોલર મેન, ડોલર વુમન, ડોલર કિડ્સ અને મિસ્સી (મહિલાઓના ઈનરવિયર) વગેરે બ્રાન્ડસની સાથે પોતાના પોર્ટફોલિયોમાં વિસ્તાર કર્યો હતો. દેશમાં 1.25 લાખ રિટેલર્સ અને 1,000 ડ્રિસ્ટ્રિબ્યુટર્સને મજબૂત નેટવર્કે ડોલર શેરબજારમાં લિસ્ટેડ ભારતની અગ્રણી અંડરવિયર બ્રાન્ડ બનાવી દીધી. ડોલર ઈન્ડસ્ટ્રીઝના શેરપ્રાઈસ 300 રુપિયા છે અને માર્કેટ કેપ 1,700 કરોડ રુપિયા છે.
