ઈરાન-અમેરિકા યુદ્ધ રોકવા ભારત બનશે ‘મોટો ભાઈ’?
પાકિસ્તાનની નિષ્ફળતા બાદ અમેરિકાને ભારત પર ભરોસો: શાંતિ મંત્રણામાં PM મોદીની ભૂમિકા મહત્વની
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધને રોકવા માટે પાકિસ્તાનએ મધ્યસ્થી કરી ચૂક્યું છે. પહેલી વખતની મંત્રણા નિષ્ફળ રહ્યા પછી અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે વધુ આક્રમક બની ચૂક્યા છે. બંને બાજુથી અમેરિકા યુદ્ધવિરામ માટે વધુ એક્ટિવ બન્યું છે, જ્યારે જો યુદ્ધવિરામ થયું નહીં તો યુદ્ધ પણ ઘાતક બની શકે છે. પણ હવે યુદ્ધવિરામ માટે વૈશ્વિસ્તરે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, જેમાં પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં બેઠક નિષ્ફળ રહી હતી, પરંતુ હવે અમેરિકન રાજદૂત સર્જિયો ગોરેએ કહ્યું છે કે આ મુદ્દે ભારત મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના અને યુએસ રાજદૂત સર્જિયો ગોરે કહ્યું છે કે યુદ્ધ રોકવા માટે ભારત મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. તેમણે કહ્યું કે મિડલ ઈસ્ટમાં શાંતિ માટે અમેરિકા ભારતની ભાગીદારીનું સ્વાગત કરશે. એક ઈન્ટરવ્યૂમાં ગોરે કહ્યું કે અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે શાંતિ મંત્રણા માટે ભારતની ભાગીદારીનું અમેરિકા ચોક્કસ સ્વાગત કરશે, જેમ અન્ય દેશોને આવકાર મળ્યો છે.
સર્જિયો ગોરેએ કહ્યું છે કે ભારત માટે વાસ્તવમાં એક સવાલ છે અને મને લાગે છે સમગ્ર દુનિયા શાંતિના પ્રયાસ માટે એક્ટિવ છે, જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. આમ છતાં સર્જિયો ગોરે કહ્યું છે કે વાસ્તવમાં ભારત શું કરે છે એ તો ભારતએ નક્કી કરવાનું છે. અમેરિકન રાજદૂતે કહ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને લઈને કહ્યું કે તેઓ કોઈ ભેદભાવ કરતા નથી. ટ્રમ્પ વાસ્તવમાં આ સંઘર્ષમાં કોણ પૂર્ણવિરામ લાવી શકે છે એના અંગે કોઈ ભેદભાવ કરતા નથી. રાષ્ટ્ર્રપતિ ટ્રમ્પ તો વાસ્તવમાં આ સંઘર્ષને દૂર કરવામાં મદદ કરે એનું સ્વાગત કરશે.
ટ્રમ્પની નજીકના ગોરેએ વોશિંગ્ટન ગયા પછી કહ્યું કે અમારી પાસે અનેક મહત્ત્વપૂર્ણ મુદ્દા છે. સર્જિયો ગોરેએ કહ્યું કે બંને દેશ સાથેના ટ્રેડ ડિલ અને દ્વિપક્ષીય મુદ્દા પર અનેક મહત્ત્વની જાહેરાત કરી શકે છે, પરંતુ તેમાં કઈ વાતનો સમાવેશ છે એનો કોઈ ફોડ પાડ્યો નથી. આમ છતાં એના અંગે એક-બે દિવસમાં મોટી જાહેરાત કરી સકે છે.
આ અગાઉ સોમવારે ટ્રમ્પ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ફોન પર 40 મિનિટ સુધી ચર્ચા કરવામાં આવી હતી, જેમાં ટ્રમ્પના પહેલા અમેરિકાના વિદેશ પ્રધાન માર્કો રુબિયો આગામી મહિને ભારતની મુલાકાતે આવી શકે છે. ઈરાનને લઈને અમેરિકન રાજદૂતે કહ્યું કે તેલ અને ગેસના વધતા ભાવ માટે ઈરાન આ ક્ષેત્રને બંધક બનાવી બેઠું છે. એક વાત સ્પષ્ટ છે કે ભારત સહિત અનેક દેશો હોર્મુઝ સ્ટ્રેટને ઓપન કરવાનો છે, જેનાથી ભારત સહિત દુનિયાભરના દેશોને ફાયદો થઈ શકે છે.
