April 15, 2026
બિઝનેસ

ગ્લોબલ ટેન્શનને કારણે શેરબજારમાંથી 35 લાખ રોકાણકારો થયા ‘ગાયબ’

Spread the love

વૈશ્વિક ક્ષેત્રે નેગેટિવ સેન્ટિમેન્ટને કારણે ઘરઆંગણાના બજાર અને ઉદ્યોગો પર અસર પડી રહી છે. સ્થાનિક ક્ષેત્રે રોજગારી રળવાની મુશ્કેલી વધી રહી છે ત્યારે શેરબજારમાંથી રોકાણકારો એક્ઝિટ કરી રહ્યા હોવાના અહેવાલ છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયાના નાણાકીય વર્ષ 2026માં એક્ટિવ રોકાણકારોની સંખ્યામાં ધરખમ ઘટાડો નોંધાયો છે, જેમાં લગભગ 35 લાખ એકાઉન્ટ બંધ થઈ ગયા છે. આ ત્રણ વર્ષમાં પહેલી વખતનો સૌથી મોટો ઘટાડો નોંધાયો છે, જે અત્યાર સુધીના સૌથી મોટો આંકડો છે. આ ઘટાડા માટે મુખ્ય રીતે ઝેરોધા, એન્જલ વન, અપસ્ટોક્સ જેવા દિગ્ગજ ડિસ્કાઉન્ટ બ્રોકરના ગ્રાહકોને ફટકો પડ્યો છે.

સૌથી ચોંકાવનારી વાત એ છે કે રોકાણકારોની સંખ્યા ગયા વર્ષની તુલનામાં સાત ટકા ઘટાડો થયો છે. નાણાકીય વર્ષ 2025ના 4.92 કરોડ ખાતાથી ઘટીને નાણાકીય વર્ષ 2026માં સંખ્યા 4.58 કરોડ થઈ છે, જેમાં કૂલ ઘટાડો 70 ટકાથી વધુ છે, જેમાં એકલા 26 લાખ ખાતા zerodha, angel one & upstoxના હતા.

સૌથી મોટો હિસ્સો ઝેરોધાનો રહ્યો હતો, જેમાં 9.95 લાખ એક્ટિવ રોકાણકારો ઘટી ગયા હતા, જેમાં કૂલ ઘટાડો 29 ટકા હતો, ત્યાર પછી એન્જલ વનના 8.15 લાખ ખાતા ઘટ્યા છે, જેમાં કૂલ ઘટાડો 23 ટકા હતો, જ્યારે અપસ્ટોક્સના 7.6 લાખ એકાઉન્ટ ઓછા થાય છે, જેમાં કૂલ 22 ટકા હિસ્સો છે. ચાલુ નાણાકીય વર્ષમાં ઉતારચઢાવ વધારે જોવા મળ્યા છે. વધતી મોંઘવારી, કંપનીઓની કમાણીમાં ઘટાડો તેમ જ વિદેશી રોકાણકારોની એક્ઝિટ થવાને કારણે રોકાણકારોની ચિંતામાં વધારો થયો છે. ટ્રેડ ડિલ સહિત અમેરિકા-ઈરાન યુદ્ધ સહિત પાકિસ્તાન-અફઘાનિસ્તાનના સંઘર્ષને કારણે વાતાવરણ વધુ બગડ્યું છે.

નબળા માર્કેટની અસર આઈપીઓ પર માર્કેટ પણ પડી છે. વર્તમાન માહોલમાં આઈપીઓ લિસ્ટિંગનો પણ રોકાણકારોને કોઈ ફાયદો થયો નથી, તેનાથી નાના રોકાણકારોની ભાગીદારીમાં પણ ઘટાડો થયો છે. વૈશ્વિક ફેક્ટરમાં ક્રૂડ ઓઈલના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. સરકારી ખર્ચમાં વધારાની સાથે અર્થવ્યવસ્થામાં અસ્થિરતાને કારણે રોકાણકારોની ચિંતામાં વધારો થયો છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) સંબંધિત રોકાણમાં ઘટાડો થવાને કારણે વિદેશી રોકાણકારોની સંખ્યા મર્યાદિત રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!