March 21, 2026
મનોરંજન

‘ધુરંધર-ટૂ’ નહીં, પણ આ બધી દેશની લાંબી ફિલ્મ છે…

Spread the love


2025માં રિલીઝ થયેલી ‘ધુરંધર’ ફિલ્મએ ધૂમ મચાવી દીધી હતી અને કમાલનું પ્રદર્શન કર્યુ હતું. આ ફિલ્મએ દુનિયાભરમાં 1,300 કરોડ રુપિયાનું ક્લેક્શન કર્યું હતું. આ ફિલ્મને લોકોનો જોરદાર પ્રતિભાવ મળ્યો હતો અને ઓટીટી પ્લેટફોર્મ પર પણ શાનદાર પરર્ફોમ કર્યું હતું. હવે ‘ધુરંધર 2’ ફિલ્મએ તમામ રેકોર્ડ્સ કરવાનું શરુ કર્યું છે, પણ એ રેકોર્ડ કરી શકી નથી. આ ફિલ્મ કેટલી લાંબી છે અને ડાયલોગથી લઈને ફિલ્મના કલાકારો અંગે સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા ચાલી છે, પરંતુ ‘ધુરંધર 2’ ફિલ્મ સૌથી લાંબી નથી એ વાત નક્કી છે પણ આ ફિલ્મ એવી સાત ફિલ્મ આવી જેની લેન્થ આ ફિલ્મ કરતા વધારે છે, જાણીએ કઈ ફિલ્મએ જાદુ ચલાવ્યો હતો.

સૌથી પહેલા નંબરની ફિલ્મ છે ‘ચેક મેટ’
સૌથી લાંબી ફિલ્મની વાત કરીએ તો ‘ચેક મેટ’ ફિલ્મ અવ્વલ નંબરે છે. આ ડોક્યુમેન્ટરી ફિલ્મ હતી જેનું નિર્દેશન શિવેન્દ્ર સિંહે કર્યું હતું, જે 448 મિનિટ લાંબી છે. ‘ચેક મેટ’ ફિલ્મ ભારતીય સિનેમાના ઈતિહાસની સૌથી લાંબી ફિલ્મ છે, જ્યારે એના પછી બીજા નંબરની લાંબી ફિલ્મ તમસ છે. ‘તમસ’ ફિલ્મને એક ટીવી શો માફક જારી કરવામાં આવ્યો હતો, પરંતુ પછી ફિલ્મ તરીકે જારી કરવામાં આવ્યો હતો. ગોવિંદ નિહલાનીએ ફિલ્મ બનાવી હતી, જ્યારે એની લંબાઈ 298 મિનિટની હતી. ત્રીજા નંબરની સાઉથની ફિલ્મ ‘થવમઈ થવમિરંડુ’ છે, જે 2005માં રિલીઝ થઈ અને 275 મિનિટની હતી.

ચાર ફિલ્મ પણ ‘ધુરંધર ટૂ ‘કરતા છે આગળ
‘ચેક મેટ’, ‘તમસ’ અને ‘થવમઈ થવમિરુંડુ’ પછી ચોથા ક્રમની ‘એલઓસી કારગિલ’ હતી. જેપી દત્તાના નિર્દેશનમાં બનેલી ‘એલઓસી કારગિલ’ 255 મિનિટની હતી. એના પછી રાજ કપૂરે બનાવેલી ‘મેરા નામ જોકર’ હતી. પાચમા ક્રમની ‘મેરા નામ જોકર’ 248 મિનિટની હતી, જ્યારે એમાં બે ઈન્ટરવલ હતા. એના પછી છઠ્ઠા ક્રમની પણ રાજ કપૂરની ‘સંગમ’ હતી. ‘સંગમ’ ફિલ્મ 238 મિનિટની હતી એના પછી આમિર ખાનની લગાન હતી. ‘લગાન’ 233 મિનિટ લાંબી હતી, જ્યારે સાતમા નંબરે ‘ધુરંધર પાર્ટ ટૂ’ છે. આશુતોષ ગોવારિકરે 2001માં ‘લગાન’ બનાવી હતી.

‘ધુરંધર ટૂ’ ફિલ્મની લેન્થ કેટલી છે. જો એનો સવાલ મનમાં હોય તો એ પણ જાણી લો. 214 મિનિટ લાંબી ધુરંધર છે, જે પહેલી કરતા પણ વધુ લાંબી છે. ‘ધુરંધર-ટૂ’ની લેન્થ 229 મિનિટ છે, જે હાલની સૌથી લાંબી ફિલ્મની યાદીમાં આઠમા ક્રમની છે. રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધરઃ ધ રિવેન્જ’એ એક પછી એક નવા રેકોર્ડ કર્યાં છે, જે રિલીઝ થયાના પહેલા દિવસે દુનિયાભરમાં 250 કરોડ રુપિયાનું ક્લેક્શન કર્યું હતું, જ્યારે થોડા દિવસોમાં 500 કરોડનો આંકડો પાર કરી લેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!