March 20, 2026
ઈન્ટરનેશનલટોપ ન્યુઝહોમ

‘ઈન્ટરનેટના કેબલ’ કાપી ઈરાન અમેરિકા જ નહીં, દુનિયાના નાકમાં દમ લાવશે?

Spread the love

હોર્મુઝમાં જહોજોની ઘેરાબંધી પછી હવે દરિયામાં બિછાવેલા ઈન્ટરનેટ કેબલ કાપીને ઈરાન દુનિયા પર કરશે ડિજિટલ સ્ટ્રાઈક. અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ ત્રીજા સપ્તાહમાં પ્રવેશી ચૂક્યું છે, ત્યારે યુદ્ધ અટકવાને બદલે રોજ નવી ચિંતાઓ લઈ આવી રહ્યું છે. ઈરાનએ પહેલા હોર્મુઝની ખાડીમાં ઘેરાબંધી કરી છે, યા માઈન્સ બિછાવી હોવાનું કહે છે, જેથી અવરજવર અટકી પડી છે. અમેરિકા-ઈઝરાયલ સરકારે ઈરાનના નાકમાં દમ કરી મૂક્યો છે, ત્યારે ઘાતક ઈરાન અમેરિકાના સાથી આરબ રાષ્ટ્રોને વીણી વીણીને નિશાન બનાવી રહ્યું છે, જેથી ખાડી દેશોની સાથે અમેરિકાનો અહંકાર આસમાને પહોંચી રહ્યો છે. આ યુદ્ધને કારણે ઓઈલ, ગેસ પછી હવે આગામી ટાર્ગેટ ઈન્ટરનેટના ફાઈબર કેબલ પર ત્રાટકે તો નવાઈ નહીં.

યુદ્ધના કારણે મેઈન્ટનેન્સ નહીં થાય
અમેરિકાની શાન ઠેકાણે લાવવા માટે ઈરાન પણ તમામ પ્રયાસો કરી રહ્યું છે ત્યારે હવે દુનિયભારના ઈન્ટરનેટ પણ ઈરાન બંધ કરી શકે એવી અટકળો વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે હોર્મુઝમાંથી ઈન્ટરનેટ માટે જરુરી ફાઈબલ ઓપ્ટિક કેબલ બિછાવવામાં આવ્યા છે. જોકે, વર્તમાન તબક્કે તો કેબલની મરમ્મત કામગીરી પણ કરી શકાતી નથી, કારણ કે કેબલ શિપ યુદ્ધના સેક્ટરમાં કામ કરી શકતા નથી, જે જોખમી છે.

કેબલ કપાય તો ઈન્ટરનેટની દુનિયા ઠપ
હોર્મુઝ સિવાય રેડ સી સ્થિત બાબ અલ-મંદેબને લઈ અનિશ્ચિતતાઓ પ્રવર્તી રહી છે. એવો પણ ડર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે ઈરાનના સમર્થક હૂતી વિદ્રોહીઓ પણ અહીંથી પસાર થનારા ઈન્ટરનેટના કેબલ્સ કાપી શકે છે. હોર્મુઝ અને બાબ-અલ મંદેબમાં બિછાવવામાં આવેલા ફાઈબર ઓપ્ટિક કેબલ સમગ્ર દુનિયાના ઈન્ટરનેટને ચલાવનારા મોટા ભાગના ડેટાને લઈ જાય છે, જેના કપાવાથી વીડિયો કોલ અને ઈમેલથી લઈ એઆઈ સેવા સુધી ઠપ થઈ શકે છે.

હોર્મુઝ ખાડીના કેબલનું કનેક્શન મોટું
લાલ સમુદ્ર અને હોર્મુઝ સ્ટ્રેટમાં ઓછામાં ઓછા 20 દરિયાઈ કેબલ્સ છે. જાણીતા મેગેઝિનના દાવા અનુસાર લાલ સમુદ્રમાંથી પસાર થઈને 19 કેબલ્સ પસાર થાય છે, જે યુરોપ, એશિયા, આફ્રિકાને અંદરોઅંદર જોડનારા ઈન્ટરનેટ ટ્રાફિકના મોટા ભાગના હિસ્સાને સંચાલિત કરે છે. હોર્મુઝમાં પણ કેબલ તો બિછાવ્યા છે, જે ખાડી દેશોને એશિયા અને આફ્રિકા જેવા ખંડના માર્કેટ અને ગ્રાહકોને પણ જોડવાનું કામ કરે છે.

ફારસની ખાડીમાંથી પસાર થતી લાઈનનું મહત્ત્વ
ફારસની ખાડીમાં એક્ટિવ એએઈ-1, ફાલ્કન, ગલ્ફ બ્રિજ ઈન્ટરનેશનલ કેબલ સિસ્ટમ અને ટાટા ટીજીએન ગલ્ફ છે, જે લાઈન ડાયરેક્ટ ભારતના વિદેશી ડેટા કનેક્શનને સપોર્ટ કરે છે. નિષ્ણાતોનું કહેવું છે કે ભારતનો લગભગ એક-તૃતિયાંશ પશ્ચિમી ડેટા ટ્રાફિક એ નેટવર્કમાંથી પસાર થાય છે, જે હોર્મુઝના નજીકમાં છે. SEA-ME-WE 4, I-ME-WE & FALCON વગેરે સિસ્ટમ આ ક્ષેત્ર મારફત ભારતને વૈશ્વિક નેટવર્ક સાથે જોડવાનું કામ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!