મિડલ ઈસ્ટ યુદ્ધની અસર: શેરબજાર અને સોનામાં જોરદાર કડાકો
ક્રૂડ ઓઈલ $113 પર પહોંચતા સેન્સેક્સ 1,900 પોઈન્ટ તૂટ્યો, આ વર્ષે પહેલી વાર બંને માર્કેટમાં મંદી

ભારતીય શેરબજારમાં ત્રણ દિવસની તેજીમાં જોરદાર બ્રેક મૂકાઈ છે. મિડલ ઈસ્ટમાં જારી જંગ વચ્ચે ક્રૂડ ઓઈલનું યુદ્ધમાં પલટાઈ રહ્યું છે. ખાડી દેશોના ઓઈલ ફિલ્ડ્સ પર મિસાઈલ એટેક પછી ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવમાં આગ લાગી છે અને બ્રેન્ટ ક્રૂડના ભાવ 113 ડોલરે પહોંચ્યા છે, જેને કારણે એશિયાઈ શેરમાર્કેટ પણ ઊંચી સપાટીથી તૂટયા છે. એશિયાઈ માર્કેટ તૂટવાની સાથે ઈન્ટરનેશનલ બુલિયન માર્કેટમાં પણ જોરદાર કડાકો નોંધાયો છે. આ વર્ષે સોનાચાંદી સાથે શેરબજારમાં પણ એકસાથે મંદીનો માહોલ વર્તાઈ રહ્યો છે, જે ચિંતાનું કારણ બની શકે.
ખૂલતા માર્કેટમાં જોરદાર વેચવાલી
મુંબઈ સ્ટોક એક્સચેન્જના સેન્સેક્સ માર્કેટ ખૂલતા 1,900 પોઈન્ટ તૂટ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી બેન્ચમાર્ક પણ 550 પોઈન્ટનો કડાકો બોલાયો. ગયા અઠવાડિયામાં શેરબજારમાં 3,500 પોઈન્ટનો કડાકો બોલાઈ ગયો હતો, જ્યારે આજે અઠવાડિયાના ચોથા દિવસે સૌથી મોટો કડાકો નોંધાયો છે. ખૂલતા માર્કેટમાં 76,704 પોઈન્ટથી 74,750 પોઈન્ટે ઓપન થઈ ગણતરીની મિનિટમાં 76,685 પોઈન્ટે પહોંચ્યો, જ્યારે નિફ્ટી પણ 23,197 પોઈન્ટના તળિયે પહોંચ્યો હતો.
એશિયાઈ માર્કેટ પણ બે ટકાથી વધુ તૂટ્યા
શેરબજારમાં ઘટાડા માટે વિદેશી કારણો જવાબદાર છે. ઈરાનને કતાર સ્થિત એલએનજી પ્લાન્ટ પર હુમલા અને ખાડી દેશો પર કાઉન્ટર એટેકને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો થયો છે, જે બેરલદીઠ 113 ડોલરે પહોંચ્યા છે. એશિયાઈ માર્કેટમાં નિક્કી ઈન્ડેક્સ 1,500 પોઈન્ટ તૂટયો હતો, જ્યારે હોંગકોંગનો હેંગસેંગ 500 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો. દક્ષિણ કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ 1.50 ટકા તૂટ્યો હતો,
માર્કેટમાં ઘટાડા વચ્ચે India VIX સ્ટોકમાં તેજી
સ્થાનિક માર્કેટમાં મોટા ભાગના શેરમાં વેચવાલી રહેતા તૂટ્યા હતા. ઈન્ટ્રા ડેમાં એચડીએફસી બેંક, એલએન્ડટી, બજાજ ફાઈનાન્સ, એક્સિસ બેંક, એશિયન પેઈન્ટ્સ, કોટક બેંક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, અદાણી પોર્ટ્સ અને ઈન્ડિગો ચારથી બે ટકાની આસપાસ તૂટ્યા હતા. નિફ્ટી બેંક પણ ઓપનિંગમાં ત્રણ ટકા તૂટી હતી, જ્યારે નિફ્ટી ઓટોમાં જોરદાર ધોવાણ રહ્યું હતું. એનાથી વિપરીત India VIX શેરમાં હજુ પણ તેજી જોવા મળી છે, ત્રણ દિવસમાં પંદર ટકાથી વધુ ઉછળ્યો છે.
સોનાચાંદીના ભાવમાં પણ ધબડકો
વૈશ્વિક પરિબળોને કારણે સોનાચાંદીના ભાવમાં જોરદાર વેચવાલી રહી હતી, જ્યારે હજુ વેપારીઓની સાથે નાના રોકાણકારો અવઢવમાં છે. મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ પર સોનાના ભાવ (10 ગ્રામ) 1,000 રુપિયા ઘટીને 1,52,049 ભાવ બોલાયા હતા, જ્યારે ચાંદીના ભાવ પણ 4,300 રુપિયા તૂટીને 2,43,907 રુપિયાએ રહ્યા હતા. સૌથી મહત્ત્વની વાત એ છે કે ઐતિહાસિક સપાટીથી સોનાના ભાવ 26,000 તૂટ્યા છે, 29 જાન્યુઆરીના સોનાના ભાવ 1,80,000 રુપિયા હતા, પરંતુ ઊંચી સપાટીથી સોના-ચાંદી તૂટ્યા છે, જે નાના રોકાણકારોમાં લેવાલી વધી શકે.
