બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવા નવી ગાઈડલાઈન: હાર્ટ એટેકથી બચો
જાણો શું છે કોલેસ્ટ્રોલના નવા નિયમો અને હૃદયને સ્વસ્થ રાખવાના સરળ ઉપાયો

હેલ્ધી લાઈફ માટે હવે હેલ્ધી ડાયેટ જરુરી છે, પરંતુ એના માટેના નવા નિયમોનું પાલન કરવું જરુરી છે. કોલેસ્ટ્રોલને લઈ અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજી અને અમેરિકન હાર્ટ એસોસિયેશનએ નવી ગાઈડલાઈન્સ જારી કરી છે. આ સંશોધનનો ઉદ્દેશ હાર્ટની બીમારીની ઓળખ અને સારવારનો છે. નિષ્ણાતોનું માવવં છે હાર્ટની વિવિધ બીમારીને 80-90 ટકા રોકી શકાય છે અને જો ફક્ત ડાયેટ અને કસરતથી કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં આવે નહીં તો વધારે દવાઓનું સેવન કરવાની નોબત આવે છે, તેથી ચેતી જવું ફાયદામાં રહી શકો.
નવી ગાઈડલાઈન્સ અનુસાર જો 30 વર્ષની ઉંમરમાં કોલેસ્ટ્રોલ વધે તો તમે દવાઓનું સેવન કરી સકો છો. નવી ગાઈડલાઈન્સમાં સ્પષ્ટ જણાવ્યું છે કે શરીરમાં બેડ કોલેસ્ટ્રોલનું જેટલું લેવલ ઓછું હશે એટલું તમારું આરોગ્ય સારું રહે છે.
નવી ગાઈડલાઈનમાં સ્પષ્ટ કહ્યું છે કે જે વ્યક્તિની એલડીએલ એટલે બેડ કોલેસ્ટ્રોલ 100 mg/dl નીચે રાખવું જોઈએ, જેમને હાર્ટ એટેક અથવા સ્ટ્રોક આવ્યો હોય તેમનું લેવલ 55 mg/dl નીચે અને જેમને હાર્ટ ડિસીસનું રિસ્ક હોય તેમને 70 mg/dlથી નીચે રાખવાની આવશ્યક્તા રહે છે. ગાઈડલાઈન્સમાં કહ્યું છે કે હવે લોકો 30 વર્ષની ઉંમરમાં પોતાનું કોલેસ્ટ્રોલ કંટ્રોલ રાખવાનું જરુરી છે. જો વધે તો ડોક્ટરની સલાહ અનુસાર દવાનું સેવન કરવું જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ બીમારીના ભોગ બનો નહીં.
જો પરિવારમાં કોઈને હાર્ટની બીમારી હોય, ડાયબિટીસ, ઓટોઈમ્યુન બીમારી, પહેલા હાર્ટની બીમારી તેમ જ ફક્ત કોલેસ્ટ્રોલ ના હોય અથવા ટેસ્ટ પણ જરુરી રહે છે, જેમ કે સીએસી સ્કેન, એપી (એ) ટેસ્ટ. ઉપરાંત, બેડ કોલેસ્ટ્રોલથી ખાસ કરીને 40 વર્ષથી વધુ ઉંમરના લોકોને સાચવવાનું રહે છે. હાઈ બીપીના દર્દી, પરિવારમાં કોઈને હાર્ટની બીમારી હોય તેમ જ એચઆઈવી અથવા કિડનીના દર્દીને વધુ સાચવવું પડે છે. કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે ખાસ કરીને હેલ્ધી ડાયેટની સાથે રોજ નિયમિત રીતે 30 મિનિટ કસરત કરો. સ્મોકિંગ નહીં કરવું તેમ જ વજન પણ કંટ્રોલમાં રાખવું.
